SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ અને છે માટે અનેક પુરાવાઓ આ પુસ્તકમાં મોજૂદ છે. પ્રાચીન ઈતિહાસ-અભ્યાસીઓએ . આ પ્રકરણે ખાસ વાંચવા જેવાં છે સેંકટસ ચંદ્રગુપ્ત નહિ પણ તેને પત્ર અશેકવર્ધન હતું એ માટે લેખક મહાશયે જે અસલ લખાણને આધારે સેંકેટસને ચંદ્રગુપ્ત તરીકે ઠરાવવામાં આવ્યો છે તે અસલ લખાણ રજુ કર્યું છે અને તેને જ આધાર લઈ સેકેટસ અશોવર્ધન હતું એમ શબ્દોના અર્થ કરી અને બીજા પુરાવા આપી સાબિત કર્યું છે....ચંદ્રગુપ્તના રાજપુરોહિત ચાણકય અથવા કૌટિલ્યને જન્મકાળથી ન જ ઇતિહાસ પુરાવા સાથે રજુ કરી તેના જન્મ-મરણનાં સ્થાન તેમજ જીવન ઉપર અને પ્રકાશ અતિહાસિક પુરાવા રજુ કરી પાડવામાં આવે છે. આ પુસ્તક વાચતાં એક બાબત ખાસ તરી આવે છે તે એ કે પ્રાચીન ભારતવર્ષના રાજ્યકર્તાઓ “ધર્મના સિદ્ધાન્ત ઉપર ખાસ ધ્યાન આપતા હતા અને વારંવાર વૈદિક અને જૈન દર્શન વચ્ચે ઘર્ષણ થતું હતું. આવા એક સંશોધક અને નવ પ્રકાશ પાડનાર પુસ્તક પ્રગટ કરવા માટે તેના લેખક ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહને મુબારકબાદી ઘટે છે. તા. ૩૦-૫-૩૬ મુંબઈ સમાચાર લેખકે પુસ્તક તૈયાર કરવામાં લીધેલ શ્રમ અને નવા વિધાનો બાંધવા માટેની તેમની પષક વૃત્તિ આ પુસ્તકમાં પણ પાને પાને જણાઈ આવે છે, અને અમને લાગે છે કે પ્રાચીન ભારતને ઈતિહાસ બને તેટલા સુસંબંધ તેમજ વિસ્તૃત સ્વરૂપમાં, અગ્રેજીમાં પણ ઓકસફર્ડ અને કેમ્બ્રીજ યુનિવર્સિટી તરફથી અનેક ગ્રંથોમાં બહાર પડેલા હિંદના ઈતિહાસ અને બીજા કેટલાક ગણતર ગ્રંથે બાદ કરીએ તે, આટલાં સાધને અને શ્રમશીલતા પૂર્વક અભ્યાસ કરીને લખાયલાં પુસ્તકરૂપે ભાગ્યે જ જોવામાં આવશે. “પ્રાચીન ભારતવર્ષ'ના લેખકે બને ત્યાં સુધી છેલ્લામાં છેલ્લી માહિતીઓને ઉપયોગ કર્યો છે એ જણાઈ આવે છે અને તેમની એ ચીવટ ગૂજરાતમાં તો શોધખોળના ક્ષેત્રમાં કામ કરતા ઘણુંકે ધડે લેવા જેવી છે....આ પુસ્તકેદ્વારા ખાસ કરીને જિન ઈતિહાસને ઉદ્ધાર થઈ રહ્યો છે. એમાં તે શક નથી. જૈન સાધનને ઉપયોગ પણ વિશેષ પ્રમાણમાં થએલે છે પરંતુ જૈન ઇતિહાસ સાથે સર્વ સામાન્ય ઇતિહાસને પણ પૂરતું મહત્ત્વ અપાશે તે તેને એતિહાસિક દ્રષ્ટિએ લખાયેલા પુસ્તક તરીકનું મહત્વ મળશે. તા. ૨૪-૬-૩૭ પ્રજાબંધુ (૨૫) સિક્કાને લગતી સચિત્ર માહિતી અને તે પરથી લેખકે તારવેલાં અનુમાન એ આ ભાગની વિશેષતા છે. તેમજ જૈનધર્મને બાદ્ધધમને અનુગામી બલકે તેના એક ફાંટારૂપ લેખવામાં આવે છે તે યથાર્થ નથી પણ એથી ઉલટું જ છે; ગ્રીક ઈતિહાસમાં વર્ણવાયલ ને પ્રચલિત ઈતિહાસમાં ચંદ્રગુપ્ત તરીકે મનાયલે “સેકેટસ” એ ચંદ્રગુપ્ત નહિ પણ તેને પિત્ર અશોકવન છે, ચાણક્ય અથવા કટિલ્યના નામથી ઓળખાતી અદ્દભૂત વ્યક્તિ ૫૪
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy