SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ le! માય વશના પ્રથમ ચાર રાજા ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશૈાક અને પ્રિયદર્શિનનાં જીવન-ચરિત્રા આ પુસ્તકમાં આલેખાયાં છે. પ્રાચીન શિલાલેખા, સિક્કાઓ અને પ્રમાણભૂત ઇતિહાસવેત્તાઓના આધાર આપી લેખકે પ્રાચીન ઇતિહાસનું તદ્દન નવીજ દૃષ્ટિબિન્દુ રજુ કર્યું છે. દાખલા તરીકે અશાક અને પ્રિયદર્શિન બન્ને એક નહિ પણ જુદી વ્યક્તિ હતી. અશાકના શિલાલેખા આદ્ધ ધર્મના નહિ પણ જૈન ધર્માંના હતા. મા વંશના આ ચારેય રાજાઓનાં જીવન ઉપર લેખકે નવીન પ્રકાશ ફેકચેા છે. ચંદ્રગુપ્ત (સેફૂંકાટસ)તથા ', ચાણકય ઉર્ફે કાટલ્ય વિશેની હકીકત પણ જુદીજ રીતે આલેખાઇ છે, એ વખતે જૈનધમ કેટલા વિશ્વવ્યાપી હતા તે પ્રમાણભૂત આધારેાથી લેખકે સાબિતકર્યું છે. લેખકે આ ઇતિહાસ એટલા તે ઉથલાવી નાંખ્યા છે કે વાચકને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. માહિતી રસપૂર્ણ છે. લેખકે રજુ કરેલી હકીકત વિશે કદાચ મતભેદ પડેતેા પણ આ પુસ્તકની ઉપચેગીતા વિષે તે એ મત છે જ નહિ. જુદાં જુદાં ચિત્રો, તેના પરિચય સાથે આપવામાં આવ્યાં છે. પ્રાચીન યુગના સિક્કાઓનાં ચિત્રપટ તથા તેના વિષે આપવામાં આવેલી માહીતિનું પ્રકરણ ઘણું મહત્ત્વનું છે. ગુજરાતી ભાષામાં આવું સુંદર ઉપયાગી પુસ્તક તૈયાર કરવા માટે લેખકને ધન્યવાદ ઘટે છે. વડાદરા નવગુજરાત ( સાપ્તાહિક) (૨૩) આ પુસ્તકનું ખરેખરૂં આકષ ણુ પ્રાચીન મા વંશના સિક્કા ચિત્રોનું છે. આ ચિત્રાની એક દર સંખ્યા ૯૫ ની છે. એ સિક્કા કેવા પ્રકારના છે, તેની ઉત્પતિ કેવી રીતે થઈ, તે ઉપર આવેલાં ચિન્હા ધાર્મિક કે રાજદ્વારી છે, ચિન્હા કાતરવાના હેતુ શું છે, વગેરે માહિતી આપવામાં આવી છે, અને તે વાંચ્યા બાદ કહેવાની જરૂર છે કે સિક્કાઓ વિશેની આવી માહિતી એકજ પુસ્તકમાં બહુ થાડે ઠેકાણે મળી શકશે....પુસ્તકની ભાષા, સાદી અને સરળ હાવાથી, સામાન્ય અભ્યાસી પણ તે સમજી શકે એવું છે અને તેમાં આવેલી ઐતિહાસિક ઘટનાઓ એવી તે રસિક છે કે તે કઈ કહાણી -કિસ્સાને ભુલાવે તેવે આનદ આપે છે........માદ્ધ ધમ ભારતવષ માં કેમ ટકી ન શકયા, તેનાં કારણેા સંબંધમાં લખાણથી વિવેચન કરે છે અને ભારાભાર પુરાવા આપે છે....આ પુસ્તકમાં જે ખાસ મહત્ત્વની ખાખત લેખક મહાશયે અસાધારણું લખાઈથી ચર્ચી છે તે અશાક અને પ્રિયદર્શિન મહારાજા સાથે સંબધ ધરાવે છે....આ ખાખત બહુ લખાણુથી ચર્ચા કરીને અને સંખ્યાબંધ પુરાવા આપીને એવા નિર્દેશ કરવામાં આન્યા છે કે પ્રિયદશિન અને અશાક અને જુદીજ વ્યક્તિઓ હતી. ઉપલા શિલાલેખા અશાકે નહિ પણ પ્રિયદર્શિને કાતરાવ્યા હતા, કેમકે તે પાતે જૈન ધર્મના હતા અને તેથી તેણે જૈનધર્મના મૂળ તત્ત્વરૂપ એ આજ્ઞાએ કાતરાવી તેના ફેલાવા કર્યાં હતા. મહારાજા પ્રિયદર્શિનનું જે ચરિત્ર આ પુસ્તકમાં રજુ થયું છે તે ચરિત્ર તદ્ન નવીનજ છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy