SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદની સમજૂતિ તૃતીય પરિચ્છેદ ] એસારવામાં પણ સ્ખલના થવા પામી લાગે છે. પરંતુ તેના ભાવાર્થ જે અમે તારવી શકયા છીએ તેનું યાગ્ય સૂચન શોધી ન કઢાય ત્યાંસુધી તે, હાલ જે અર્થ સર્વે. માન્ય થયેા છે તેને સ્વીકાર કરીને જ આગળ વધવું રહે છે, છતાં તે સૂચન શોધી કાઢવામાં ઉપયેાગી થાય તે માટે કાંઈક માર્ગદર્શન કરીશું. (મા) ગારધરિ:——તે માટે તેવા જ નામને, અન્ય ગિરિ કે ગિરિશૃંગ, જેનું સ્થાન કૃષ્ણા નદીના મુખની આસપાસ ઘેાડા માઈલમાં આવ્યું હોય તે પર્વતને રાજા ખારવેલની ચડાઈનું સ્થાન સમજનું રહે. છે, તેમજ રાજગૃહીને તેાડી નાંખ્યાની વાત ગલત જેવી છે. તેને બદલે ‘રાજગૃહમ' જે મૂળપાય છે એટલે રાજગૃહને—કહેતાં રાજાના મહેલને—તેાડી નાખ્યા હતે એમ કહેવાના અર્થ છે. આ અમારા કથનને ટેકારૂપ શબ્દો તેના પેાતાના આલેખનમાંથી જ નીકળી આવે છે; જે ‘“પલ્લવ” શબ્દ છે અને જેની હકીકત કાઇએ શિલાલેખના અર્થ બેસારવામાં અત્યારે હિસાખમાં જ લીધી નથી, તે પલ્લવજાતિના (જેને આપણે લિઝ્ની ક્ષત્રિયની એક શાખા તરીકે અને રાજા મંદિવર્ધનના સમયે તે પ્રાંત ઉપર વહીવટ કરવાને સૂબા તરીકે નીમ્યાનું જણાવી ગયા છીએ તે સમજવા રહે છે. પલ્લવ, ચેાલા, કખ ઈ. લિચ્છવીના વિભાગે પડયા છે તે માટે જીએ પુ. ૧. પૃ. ૪૮૫; ૩૧૩નું વર્ણન) રાજાને ઉદ્દેશીને વપરાયા છે. તેમજ તે પછી આપેલું વર્ણન, ચેાલા અને પાંડયા રાજાને લગતું સમજવાનું છે. કલ્પના કરવામાં ઉપયેાગી થાય તે માટે આટલું સૂચન કરી, હવે બાકીના અર્થતે તાડ બતાવીશું. (૬) યુનાની રાજા (યવનરાજ) ડિમિટે–Demetrius-મથુરા છોડી પાછાં પગલાં ભર્ય।......આ અર્થ કરાયા છે. પરંતુ મૂળે તેા યુનાની રાજા એવા શબ્દ જ લેખમાં કાતરાયલ નથી; ખરૂં છે કે, યવનરાજ શબ્દ. વંચાય તેવા અક્ષરે છે, તે ઉપરથી યુનાની શબ્દ (૬૫) વળી જુએ નીચે રૃ. ૨૯૯માં ટી, ન. વાળુ લખાણુ. આ માટે ખીન્ન દષ્ટાંતે પણ અનેક મળી આવે તેમ છે પરંતુ તુરતમાં સમજી શકાય માટે એક બે ટાંકી ૨૯૫ ગાડવી દીધેા લાગે છે. વળી આગળના અક્ષર ડિમિતે આવવાથી અને તેની જોડેની જગ્યા ત્રુટિત હાવાથી કેટલાક અક્ષરા પડી રહ્યા પણ સમજાય છે, જેથી ડિમિટ્ટીઅસ નામ મેસાડી લેવામાં સરળતા થઇ ગઈ. તેમજ આખા લેખને ભાવાર્થ બૃહસ્પતિમિત્ર મગધપતિનું અને રાજા ખારવેલનું સમકાલીનપણું સાબિત કરી આપવા ઉપર અવલંબિત હતા, એટલે બૃહસ્પતિને બીજો અર્થ પુષ્ય થાય છે તે ઉપરથી બૃહસ્પતિમિત્ર=પુષ્યમિત્ર ગોઠવી દેવાયા છે. તેમ પુષ્યમિત્રના રાજગુરૂ ભગવાન પતંજલીના સમયે ઉત્તર હિંદમાં યવને પગ પેસારા થયા હતા એટલે તેમણે ાળટ્ ચયન: શાતા શબ્દવાળું જે વાકય લખેલું છે તેને અ યવન લેકાના ઉદય સાથે બંધ બેસતું પણ થઇ ગયું છે. આવી રીતે મૂળે દ્યરેલ એક અનુમાનની અનેક કડીઓ મળતી થઇ જતાં, ડિંડિમનાદે જાહેર કરી દેવાયું કે, ડિમિતે...શબ્દ જે છે, તે ડિમિટ્ટીઅસ યુનાની રાજા સૂચવતાજ શબ્દ છે. બૃહસ્પતિમિત્ર તે પુષ્યમિત્ર છે, અને જે નગર યવનરાજને છેડીને ખસી જવું પડયું હતું તે મથુરાનગર છે. આ પ્રમાણે અનુમાન તારવવામાં આવે તે પદ્ધતિ સામે આપણે એક અક્ષર મેલવા જેવું નથી. સંશાધનને વિષયજ એવા છે કે તેમાં અનેક પ્રકારનાં અનુમાનેા અને કલ્પનાએ કરવાં પડે છે જ. પરંતુ જે વાંધા છે તે એજ કે, અમે બહાર પાડેલ પ્રથમનાં પુસ્તા વિષે, વિદ્વાનાએ એવા આપે। અમારા શીરે મૂક્યા છે, કે ઇતિહાસના લેખકે અનુમાન કદાપિ કરવાં જ ન જોઇએ. તેમણે તા ** હું ધારું છું, મારૂં મંતવ્ય છે, આમ હશે, આમ સંભવ છે, ઇ. ઇ. '' શબ્દની વપરાશથી હંમેશાં સે ગાઉ દૂરજ રહેવું જોઇએ અને તેથી આવા શબ્દોના જે પ્રયાગ અમે કર્યાં છે તે સાચા ઇતિહાસના આલેખનનું દૃષ્ટિબિંદુ ન ગણાય. આવા અભિપ્રાય ધરાવનાર . વિદ્વાનાને પેાતાનું વક્તવ્ય બહાર પાડતાં પહેલાં, બેલભલા વિદ્વાનને પણ કેવા પ્રકારે કામ લેવું પડયું છે૬૫ ખતાવીશું. (જીએ પુ. ૩ પૃ. ૧૭૬ ટી. નં. ૮; પુ. ૪. પુ. ૨૧ ટી. ૨૯; ઉપરમાં પૃ. ૧૮૬ ટી. નં. ૬ તથા પૂ. ૧૯૮ ટી. નં, ૩૦ છે. ઈ.)
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy