SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેઃ ] પણ જુદાંજ હાવાં જોઇએ. પરંતુ તે સ્થાન જંબૂદ્વીપમાં હાવાથી તે પ્રજાને પણ આર્ય તરીકેજ કબૂલ રાખવી પડશે. પ્રજા તરીકે ૧૨૧ પ્રદેશ ૩. શસ્થાન-શિસ્તાન ૪. હિંદુકુશ પર્વતની ઉત્તર--પૂર્વ દિશાવાળા પ્રદેશ અને ૫. મધ્ય એશિયાના પ્રદેશ. આ પાંચમાંના પ્રથમનાં એના મૂળપ્રદેશની ગણના, શાકદ્વીપમાં અને છેલ્લા ત્રણની ગણના, જંબૂદ્વીપમાં કરી શકાય તેમ છે. એટલે તે ત્રણ વિશેજ આપણે તે પ્રશ્ન વિચારા રહે છે. આ ત્રણે પ્રદેશને જે ઉત્પત્તિનાં સ્થાન (અથવા વધારે સ્પષ્ટપણે કહીએ તે। આર્ય પ્રજાનાં સસ્થાન) તરીકે સ્વીકારી લઈ એ, તે। આપણી કુરજ એટલે આવીને અટકી પડતી ગણાશે, જે આપણે ટ્રાઇ એક એવું સ્થળ સામાન્યપણે નક્કી કરવું કે જ્યાંથી તે પ્રજાના વિભાગ ભિન્ન ભિન્ન દિશામાં પ્રયાણ કરી, ઉપરનાં ત્રણે સ્થાન ઉપર પાંતપાતાનાં સંસ્થાના વસાવવા ગયાનું કહી શકાય. સહજપણે ઉચ્ચારી જવાય છે કે, તે સ્થાન મધ્ય એશિયાના તુર્કસ્તાનના જે ભાગમાં, ખેાખારા અને મર્વ નામે શહેરા આવ્યાં છે અને જ્યાં મીઠાં પાણીથી ભરચક એલ સમુદ્ર–સરેશવર૧૪–આવેલ છે તથા જેમાં એકસસ અને આમુ નદીનાં પાણી ઠલવાય છે, તે પ્રદેશ હેાવા સભવ છે. વળી પ્રાચીન સમયના જંખૂદ્બીપની મધ્યમાં આવી રહેલ (વૈદિક તથા જૈન ધર્મના મંતવ્ય પ્રમાણે ) મેરૂ પર્વતનું સ્થાન, આ મર્યું શહેરની આસપાસના પ્રદેશમાં જ હેાવાની જે મારી માન્યતા બંધાઈ છે અને તે પ્રમાણે તેને સાબિત કરી છે (જુએ પુ. ૩ માં જંબૂદ્વીપને લગતી હકીકત પૃ. ૧૨૮ થી આગળ) તે પણ આટલું વિવેચન કરીને હવે મૂળ પ્રશ્નને વિચાર કરવા ઉપર વાચક વર્ગને મારે લઈ જવા પડે છે. પુ. ૩ માં જણાવાઇ ગયું છે કે જંબુદ્રીપ અને શાકદ્વીપ વચ્ચેનું જોડાણ, કાસ્પીઅન સમુદ્રથી સીધી લીટી દારતાં જ્યાં આગળ તે રાની અખાતના ગ્વાદર ના; બંદર (જુએ પુ. ૩ પૃ. ૧૩૬ સામે ચેડેલ આકૃતિ નં. ૨૨માં અ વ નામની લીટી) ને મળે છે તે પ્રદેશના સ્થાનને૧૩ કહી શકાય; અને એટલું તા ચોક્કસજ છે કે આર્ય પ્રશ્નનું મૂળસ્થાન જંબૂઠ્ઠીપમાંજ હતું, નહિ કે શાકદ્વીપમાં. એટલે સાર એ થયેા કે મૂળસ્થાન તરીકે આપણે શોધીને જે સ્થાપિત કરવું રહે છે તે, ઉપર દારેલી લીટીની પૂર્વ તરફ જ. એટલે કે જંખુઠ્ઠીપની દિશામાંજ-હાવું જોઇએ. આટલી વસ્તુસ્થિતિ નક્કી કરી નાખ્યા બાદ આપણે ઉપરના મુદ્દાએમાં જણાવી ગયા પ્રમાણેના–આર્ય પ્રજાનાભિન્ન ભિન્ન ઉત્પત્તિ સ્થાનની (Homes of the Aryans) હકીકતને જોડીશું, તે તુરત જ આપણા પ્રશ્નના ઉકેલ મળી જશે. આર્ય પ્રજાનાં ચાર પાંચ ટાળાનાં સ્થાન આપણે અત્યાર સુધીમાં સૂચવ્યાં કહેવાય; જેવાં કે, ૧. કોકેસસ પર્વતના પ્રદેશ ૨. યુક્રેટીસ-ટાઇગ્રીસનદી વાળા (૧૩) અથવા કાસ્પીઅન સમુદ્રથી લીટી દોરી, ઇરાની અખાત ઉપરના ખસરા અને કાલેટ બંદરને મેળવા અને તે લીટીવાળા પ્રદેશને તે સ્થાન કહે! (જીએ પુ. ૩ પૃ. ૧૩૬ સામેની આકૃતિ ન. ૨૨માં ૩ વાળી રેખા)ઃ આખને એકજ સ્થાન લગભગ ગણાય તેમ છે. એટલે આ પ્રશ્નના નિર્ણાય ઉપર આવવામાં બહુ ફેર પડવા સંભવ નથી. ત્રણ લીટીના પ્રદેશ ને ગણવામાં આવે તે યુક્રેટીસ અને ટાઇગ્રીસ નદીના મુખવાળા ભાગ કે જ્યાં બગદાદ અને ખસરા નામનાં શહેર આવ્યાં છે તેને પણ આની ઉત્પ ત્તિનું સ્થાન ગણી શકાશે (જીએ ઉપરની ટીકા નં. ૫ ). કેટલાક વિદ્વાનેાના મત પ્રમાણે SemeticOrigin-સેમેટીક એરીજીનના ભાષાને લગતા સિદ્ધાંત જે આ ઉત્પત્તિ તરીકે ૧૨ ગણાય છે તે આ કલ્પનાનુસાર ગણી શકાય. (૧૪) વ્યાખ્યા પ્રમાણે તે તેને સાવરજ કહી શકાય તેમ છે, કેમકે સમુદ્રનું પાણી કદાપી પણ મીઠું હેાઇ શકતું નથી. પણ સામાન્ય સરાવરા કરતાં એને વિસ્તાર અતિ માટે। હાવાથી કેટલાક તેને સમુદ્ર તરીકે ઓળખાવે છે. જ્યારે પાણી મીઠું છે (તે એક વિશિષ્ટતા થઇ) તેમજ સાવરમાંથી સામાન્યપણે નદીએ નીકળે છે પણ તેને મળતી નથી, ત્યારે અહી તેા એ મેાટી નદીએ આ એરલ સાવરને મળે છે. (આ ખીજી વિશિષ્ટતા થઈ). આ પ્રકારે ખેખે તેની વિશિષ્ટતા હેાવાથી એમ સામાન્યપણે ધારી શકાય કે તે સ્થાન કાંઈક વિશિષ્ટ મહત્ત્વનું હાવું જોઇએ.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy