SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેની વિચારણા પ્રથમ પસ્જિદ ] જાતું નથી. અલબત્ત અમરકાશકારના વર્ણન ઉપરથી સમજાય છે કે તેમાંના હાલનામે રાજાનું ખીજું નામ વિક્રમાદિત્ય હાવા સંભવ છે. ખરૂં (જુઓ ઉપરમાં ટી. નં. ૨૦ ) જ્યારે શક પ્રશ્નને હરાવનારનું નામ તેા રાણીબળશ્રીના નાસિકના શિલાલેખમાં તેણીના પૌત્ર ગૌતમીપુત્ર શાતકરણીનું જણાવાયું છે. આ પ્રમાણે ચારે તરફ્ અચાક્કસતાનું તત્ત્વ પથરાયેલું નજરે પડે છે. વળી તેમણે કાર મુકામે યુદ્ધ થયાનું જણાવ્યું છે. આ કાર્ર શહેરનું સ્થાન હજુ કાઈ રીતે ચોક્કસ થયું નથી. પણ ધણા ખરા વિદ્વાનાની એમ માન્યતા છે કે, તે હાલના માળવા પ્રાંતમાં આવેલ હાવું જોઈએ.૪૩ જ્યારે ઇતિહાસથી આપણે જાણીએ છીએ કે તે સમયે માળવા પ્રાંત, નહેાતે। શકપ્રજાની સત્તામાં, કે નહેાતા ગૌતમીપુત્ર શાતકરણીની સત્તામાં; પણ અવંતિપતિ ગ'ભીલવંશી ભૂતિઓની માલિકીમાં તે ભૂમિ હતી. તે શું શકપ્રજાનું અને ગૌતમીપુત્રની વચ્ચેનું આ કાફરવાનું યુદ્ધ, કાઈ ત્રીન ભૂપતિએ પાતાની ભૂમિ ઉપર લડવા દીધું હતું એમ માની લેવું કે ? તેવી માન્યતા તે યુદ્ધના સાધારણ નિયમની વિરૂદ્ધજ જાય તેમ છે;૪૪ કેમકે યુદ્ધ હમેશાં બે પક્ષકારમાંથી એકની ભૂમિ ઉપરજ લડવામાં આવી શકે. વળી ધારા કે આ કારૂર શહેર, જેમ વિન્સેન્ટ સ્મિથનું માનવું થયું છે તેમ, દક્ષિણુ હિંદમાં આવેલ કાચીન રાજ્યનું પ્રાચીન સમયે રાજધાનીનું શહેર હતું તે ત્યાં પણ પાછા, ઉપર પ્રમાણેજ વાંધા આવીને ઉન્ના રહે છે; કેમકે આંધ્રપતિ શાતવાહનવંશની સત્તા (૪૩) વર્તમાનકાળે યુરોપનું મહાયુદ્ધ (ઈસ. ૧૯૧૪થી ૧૮ સુધીનું) ખેલજીઅમની ભૂમિ ઉપર લડાતું હતું. જે ભૂમિ, બે પક્ષે લડનાર એકપણ પ્રજાની નહેતી અને તેથી તેને યુદ્ધના નિયમ વિરૂદ્ધની ગણાતી હતી. કારણકે ત્રીજા પક્ષની પ્રજા જે તદ્દન નિર્દોષ ઢાય અને જેને લડાઇની હાર છતમાં કાંઈજ સ્વાર્થી નથી તે પ્રજા શા માટે યુદ્ધના જોખમમાં પેાતાને ઉતારે ? (૪૪) જુએ અરોક (વિન્સે ́ટ સ્મિથ કૃત) પૃ. ૧૫૭. ટી, પ તેમાં લખ્યું છે કે-The ancient capital (of 93 કાઈ કાળે, તુંગભદ્રા નદીની દક્ષિણે કે તેની પેલી પાર અને હાલના મૈસુર રાજ્યની ઉત્તર સીમા સુધી પણું પહેાંચીજ નથી, તેમ શક પ્રજાનું રાજ્ય પશુ નર્મદા નદીના દક્ષિણુ કાંઠાથી, અને અહુ બહુતા નાસિક જીલ્લામાં ગાદાવરી નદીના મૂળથી, દક્ષિણ દિશા તરફ્ લંબાયું જ નથી. તેા પછી બન્ને પક્ષકારના રાજ્યની હદનું જ્યાં સ્વપ્નું પણ આવે તેમ નથી તે જગ્યાએ યુદ્ધ થયાનું શી રીતે સંભવી શકે? જ્યારે ખરી રીતે તે આ ગૌતમીપુત્ર અને શક પ્રજા વચ્ચેની લડાઈ સૈારાષ્ટ્ર પ્રાંતમાંજ૪૫ થઈ છે. આ પ્રમાણે શાલિવાહન રાજાની માન્યતા અને કારૂરની લડાઈમાં તેનું જોડાણુ, તે બન્ને હકીકતાનું અસંભવિતપણું સિદ્ધ થાય છે. વળી જો શાતવાહનવંશી રાજા હાલને, વિક્રમ સંવ તના સ્થાપક તરીકે લેખવા માંગતા હા, તેા ખીજી મુશ્કેલી એ આવે છે કે, પ્રથમ તેા તેનું રાજ્ય છે. સ. પૂ. ૫૭ માં હતું જ નહીં. તેના રાજ્યના પ્રારંભ ઇ. સ. પૂ. ૫૭ પછી લગભગ દશેક વર્ષે થવા પામ્યા છે.૪૬ છતાંયે જો વિક્રમાદિત્યને કાફરની લડાઈમાં યુદ્ધ કરનાર અને શક પ્રજાને હરાવનાર તરીકે ગણી, શક સંવત્સરને સ્થાને વિક્રમ સંવત્સરના સ્થાપક ગણવેા, એમ જો લેખક મહાશયના કથનને। હેતુ હેાય તે ઉપરની દલીલેા નં. ૧, ૨, ૩માં આપણે પુરવાર કરી ગયા છીએ તે પ્રમાણે અહીં પણ તેજ ગઈભીલવંશી વિક્રમાદિત્યને શકાર તરીકે લેખવા પડશે. (૭) અન્ય વિદ્વાન વળી પાતાની માન્યતા નીચે પ્રમાણે જણાવે છે૪૭:—“He was called Keralputa) was Vanji, Vanchi or Karur (Tiru Karur) about 28 miles E. N. E. of Kochin= કેરલપુત્રની પ્રાચીન રાજધાની વજી, વાંચી અથવા કરૂર હતું: જેને હાલ તિરૂર-કાર કહેવાય છે અને કાચીનથી ઈશાન ખૂણે લગભગ ૨૮ માઇલ ઉપર આવેલ છે, (૪૫) જુએ પુ. ૩ માં રૂષભદ્રુત્ત શાહીવશના રાયાબ્રિકારનું વૃત્તાંત. (૪૬) જીએ શતવહન વંશની વંશાવળી પુ. ૫ મું. (૪૭) ડે’૪ એન્શન્ટ એગ્રાપી એફ ઇન્ડિયા પૃ. ૫૯.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy