SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પર સિક્કાની. [ પ્રાચીન (૨) ઢાળેલ-પ્રકારના સિકકાઓ કૌશ- બીના રાજ્ય પ્રદેશમાંથી વિશેષ પ્રમાણમાં મળી આવ્યા છે. અને તે નંદવંશી મગધપતિઓની સત્તા, વત્સ-કૌશંબી દેશ ઉપર જામી હતી તે બાદને ઠરાવી શકાય છે. એટલે ઈ. સ. પૂ. ૪૭૨ અથવા તે અરસામાં૨૦ ઢાળેલ સિક્કાનો પ્રચાર થવા માંડયાનું કહી શકાશે. (૩) અડી મારેલ-(Die-struck){ તક્ષિાના પ્રદેશમાંથી આ પ્રકારના સિક્કાઓ મળી આવે છે અને તેમને મોર્યવંશી સમ્રાટ પ્રિયદર્શિન નના હેવાનું ઠરાવાય છે. અને પ્રિયદર્શિનને સમય ઈ.સ. પૂ. ૨૯૦ થી શરૂ થાય છે એટલે આ પ્રકારના સિક્કાને અંદાજ કાળ તે અરસાની લગોલગ ઠરાવો વ્યાજબી કહેવાશે. , (૪) અને ટંકશાળમાં સિક્કા પાડવાની રીત ગર્દભીલ વંશી રાજા વિક્રમાદિત્ય શકારિના સમયુથી ઠરાવીએ છીએ એટલે તેને સમય ઇ. સ. પૂ. ૫૭ ના અરસામાં કહી શકાશે. આ પ્રમાણે ચારે પ્રકારના સિક્કાને સમય અંદાજીપણે કહી શકાય તેમ છે. પણ ઉપરમાં જણાવેલ ભિન્ન ભિન્ન પ્રદેશનાં સાધનોની હકીકત ભિન્ન ભિન્ન હોવાને લીધે જે કાંઈ અનુમાન બાંધ વામાં ફેરફાર અનુભવ પડે છે, તે સ્થિતિ તે, જ્યાં સુધી પાકા નિર્ણય ઉપર આવવાનાં સાધને મળી ન શકે ત્યાં સુધી રહેવાની જ. એટલે કે, ઉપરમાં આપણે જે સમય માટેની મર્યાદા દેરી બતાવી છે તે અંદાજીજ સમજવી અને તેને અપવાદ પણ રહેવાનાજ ઉપરમાં તે, સિક્કાની ઉત્પત્તિ શા કારણે અને કેમ થઈ, તથા તેનો ક્રમિક સિક્કાને લગતો વિકાસ કેવી રીતે થવા પામ્ય અન્ય માહિતી, હિતે, તેનું વિવેચન ટુંકમાં કરી બતાવ્યું છે. તે ઉપરાંત બીજી ઘણીએ બાબતે તેના વિશે જાણવી રહે છે. જેમકે સિક્કાઓ કઈ કઈ ધાતુમાં પાડવામાં આવતા હતા, તથા તેઓની કીંમત, કદ, આકાર, વિગેરે કેમ ગોઠવવામાં આવતાં હતા, તથા તેના ઉપર કઈ ભાષામાં શું લખાણ કતરાતું, તેમજ તેના ઉપર જુદા જુદા સમયે, જુદા જુદા પ્રદેશમાં કયાં અન્ય સાંકેતિક ચિહા કતરાતાં હતાં તે સર્વેની સમજણ આપવા માંડીએ તે તે એક સ્વતંત્ર પુસ્તક ભરાઈ જાય. અને આ પુસ્તકનો હેતુ તેવી મતલબની સર્વ સાહિતી આપવાને કાંઈ છે નહીં; એટલે માત્ર આપણી મતલબ પૂરતું જ ટૂંકમાં વિવેચન (૨૦) કે. ઈ.. બ્રા. પૃ. ૧૮:-તાંબાની બનાવટના પ્રાચીન સિક્કાઓમાંના કેટલાક ઇ. સ. પૂ. પાંચમી સદીના છે અને ઢાળેલા છે,-પૃ.૧૯ વળી કૌશાંબી, અયોધ્યા, મથુરા વિગેરેનાં રાજાએ ઈ. સ. પૂ ની ત્રીજી સદીના અંતમાં ઢાળેલ તાંબાના સિક્કા પણ આપણી નજરે પડે છે. C. J. B. P. 18:-The earliest of these copper coins, some of which may be as early as the fifth century B, C. vere cast. -P. 19.We find such cast coins being issued at the close of the thiril century by kingdoms of Kaushambi, Ayodhya and Mathura.' (૨૧) જુઓ નીચેની ટીકા નં. ૨૨. (૨૨) કે. ઈ. બા. મૃ. ૧૮:-સિક્કાનું બીજું પાડીને, તે ઉપરથી બનાવેલ સિકા પ્રથમમાં પ્રથમ ઈ. સ. પૂ. ૪ થી સદીની આખરના છે તમારી ગણત્રી ત્રીજી સદીની થાય છે). તેમાંના કેટલાક સિંહની છાપવાળા, તક્ષીલામાં પડાયા છે અને ત્યાં તે પુષ્કળ મળે છે.--પૃ. ૧૯:-આ પ્રકારના સિકકા પાડવાની રીત અજાયબ હતી. પ્રથમ તપાવેલ ધાતુ ઉપર તેની અડી મારવામાં આવતી, કે જેથી તેની છાપ અડીમાં હોય તે પ્રમાણે, સિકકા ઉપર ઉંડા ચોરસ આકારની પડી જતી. C. J. B. P. 18-The earliest diestruck coins with a device of the coin only, have been assigned to the erd of the 4th century B. C. ( 241-75294711 als century થાય છે), some of these with a lion devie, were certainly struck at Taxilla where they are chiefly found-P. 19–The method of striking these early coins was peculiar,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy