SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સિક્કાના [ પ્રાચીન સિક્કા પાડવાનું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં તેના કેટલા પ્રકાર સિાના પ્રકાર થયા છે અને તેને વિકાસ કેમ થવા પામ્યું છે તેની થોડીક માહિતી આપવી અત્ર જરૂરની છે.કેમકે તે ઉપરથી અમુક સિકકાના સમયને નિર્ણય આપણે કરી શકીએ છીએ. જે ધાતુના પ્રથમ લાટી કે સળીયા વાપરવાનું જણાવી ગયા છીએ, તેનાં પતરાં લઈને ખંડા કે ગોળ કટકા બનાવતા.૧૧ અને આવા કટકાને જેમ રેલ્વેની કે ટ્રાન્વેની ટિકિટોને અમુક જાતના પકડના બે પોખીઓ વચ્ચે દબાવીને ૫ચ કરવામાં આવે છે તેમ પંચ કરતા. મેટાભાગે આવા પકડની એક પાંખમાંજ અક્ષરે હોવાથી સ્વભાવિક રીતે પંચમાર્કડ સિકકાઓમાં એક બાજુ અક્ષરે હોય છે અને બીજી બાજુ કેરી હોય છે. ૧૨ પક્કડમાં દબાવવામાં આવતા ધાતુના પતરાને, પહેલાં તપાવવામાં આવતે કે કેમ તે કયાંય જણાવાયું નથી. પણ તેવા સિક્કા ઉપરની છાપ જોતાં દેખાય છે કે તેવા પતરાના કટકાને તપાવાતે તો હશેજ. નહીં તે પક્કડના પાંખાના કેવળ દબાહુથી તેવી છાપ ઉઠી શકે નહીં. પણ આ પ્રમાણે પ્રત્યેક વખતે ક્રિયા કરવાનું મુશ્કેલી ભર્યું લાગ વાથી, ધાતુને રસ કરીને માટીમાં બનાવી રાખેલ ખામણાં કે બિબા આકારના ખાડામાં રેડીને, સિક્કાઓ બનાવવા માંડયા. પછી જ્યારે રસ કરી જતે, ત્યારે માટી કાઢી નાંખી, જો રસને કઈ ભાગ બે બિલાં વચ્ચે ચૂંટી ગએલ દેખાય, તે તે કાપી નાંખતા, અને કઈ કઈ વખત એમને એમ પણ તે રહી જતા. આવા બે બે સિક્કાનાં જોડકાં અત્યારે પણ નજરે પડે છે. ૧૩ વળી આ રીતમાં સુધારો કરી, ધાતુના કટકાને તપાવીને, જ્યાં ગરમ હોય ત્યાંજ, તેના ઉપર અડી-એડી મારીને સિક્કા બનાવવા શરૂ કર્યો, આ પ્રમાણે બનાવાતા સિક્કામાં છાપ ઘણી સારી ને ઉંડી ઉઠતી. અને તે પણ પંચમાર્કડ સિકકાની માફક એક બાજુએજ મુખ્યતયા છપાતા. જો કે બે તરફ પણ ઘણા છપાતા હોવાનું નજરે પડે છે. વળી જેમ જેમ કાળ આગળ વધતો ગયો તેમ તેમ તે રીતમાં પણ સુધારો કરીને, જેમ હાલ ટંકશાળ સ્થાપીને પાડવામાં આવે છે તે પ્રમાણે સિક્કા પાડવાની ગોઠવણ થઈ ગઈ દેખાય છે. આ પ્રમાણે સિક્કાની ચાર જાત અત્યારે માલુમ પડે છે. તેનાં નામ (૧) પંચ માર્કડ૧૪ = Punch-marked. along with the seals of other gilds or communities, who accepted them, (૧૦) અમુક વજનની ધાતુજ ચલાવવી કે સ્વીકારેલા વજનના અને મેળવણુના નાના નાના કટકા તેમાંથી બનાવી, તેના ઉપર હુકમત ચલાવતી સત્તા ની મહેર મારીને ચલાવવા, તે બધું સમજી શકાય તેવું સહેલું છે. (૧૧) સંસ્કૃત લેખકે પંચમાકડ સિકકાને પુરાણ (જુના) અથવા ધણુ પુરાણ, પણું, કે ઘણું ઇત્યાદિ), કહે છે. આ સિકક, બહુજ ઓછું રૂપું હોય તેવી મિશ્ર કરેલી ધાતુના કે કવચિત તાંબાના ચપટા પણ ચોખંડા અથવા ગોળ કટકાજ હોય છે. હથોડા વડે ટીપીટીપીને સપાટ કરેલ ધાતુના પતરામાંથી અમુક વજનના કટકા કાપી કાઢે છે. અને પછી તેના ઉપર ભિન્ન ભિન્ન અડીઓ મારીને છાપ ઉઠાવી હોય છે. (૧૨) કે. ઇં. બ. પૃ. ૧૫:-એકદમ પ્રાચીન સિકકાએમાં અવળી બાજુ કેરી જ હોય છે, (૧૩) કે. ઈ. બ્રા. પૃ. ૧૮:-જોઇતા આકારના પાસેપાસે બે ખાડા પાડી, તેને જોડી દઈ, તેમાં તપાવેલ ધાતુને રસ રેડી સિકકા પાડવાની રીત હિંદમાં અતિ પ્રાચીન સમયથી ચાલી આવતી હોવી જોઇએ. કેટલીક વખત, રસ ઢાળવામાં, આવા ઘણુ ખાડા સાથે સાથે જોડી દેવામાં આવતા. તેના પરિણામે ટા નહીં પાડેલ અનેક સિકકાઓ વારંવાર મળી આવે છે. આવા સિકકાઓ મોટે ભાગે નામ વિનાનાજ હોય છે, (૧) આના દષ્ટાંતે માટે જુઓ કે. એ. ઈ. માં
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy