SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરતની [ પ્રાચીન આ સનાતન બે ધર્મોમાંથી એક જે જૈનધર્મ કહેવા, તેના વીસમા પ્રણેતા શ્રી મહાવીર તા. તે તેમજ તે ધર્મને લગતી અન્ય કેટલીક ઐતિહાસિક બાબતે આપણે ઉપર કહી ગયા છીએ. જ્યારે શ્રી મહાવીરને ચોવીસમા પ્રવર્તક ગણવામાં આવે છે ત્યારે તે પૂર્વે બીજા ત્રેવીસ થઈ ગયા હતા. એમ સ્વભાવિક રીતે સમજી શકાય છે. અને આ સર્વે, તે ધર્મના સંચાલકો હોવાથી, તે ધર્મના તે તે કાળે પ્રણેતા કહી શકાય. અથવા તે તેમનું વ્યક્તિ- ગત નામ આપીને, તેમના ધર્મને જ્યાં ને ત્યાં ઉલ્લેખ પણ કરી શકાય. આજ પ્રમાણે ગૌતમબુદ્ધને પણ બૌદ્ધધર્મના આદ્ય સંચાલક કે પ્રણેતા કહી શકાય છે. જ્યારે વૈદિક ધર્મને કોઈ પ્રણેતા કે આદ્ય પુરૂષ ન હોવાથી, પણ સમુહબદ્ધ રૂષિ મુનિઓ કથિત તે ધર્મને ગણુત હોવાથી, તેને આ પૌરૂષેય અસ્પોરૂષયઃ અએટલે નહીં, અને પૌરૂર જેય એટલે કોઈ વ્યક્તિગત પુરૂષને બનાવેલ, જે ધર્મ અમુક વ્યક્તિને બનાવેલ, પ્રરૂપેલ, પ્રચારિત ન કહી શકાય તે તે ધર્મ કહેવાય છે. તેમાં સર્વ વસ્તુના કર્તા, હર્તા, તથા સકળપણે નિયામક તરીકે ઈશ્વર અથવા પરમેશ્વરને માનવામાં આવે છે. આ પ્રમાણે જ્યારે તેને અપૌરુષેય મનાય છે, ત્યારે જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવર્તક વિષે, આપણે જેમ ઉપરમાં કેટલીક હકીકતે લખી શક્યા છીએ, તેમ આ વૈદિક ધર્મ વિશે તે કાંઈ પણ લખી શકાયજ નહીં તે સ્પષ્ટ છે. પણ એતિહાસિક દૃષ્ટિથી કાંઈક અંશે સામાન્ય પણે જણાવી શકાય કે, તે ધર્મ જૈન ધર્મની માફક કાળ જાને, પુરાણ અને સનાતન હોઈ, બન્ને એક બીજાના સહચારી તરીકે, ચાલ્યાજ આવે છે. અલબત્ત કાળના મહામ્યને લીધે, અનેક વખત એક બીજાને અંદર અંદર સંઘર્ષણ થયાજ કર્યું હતું અને થયાંજ કરતું રહેશે. પણ બનેમાં સ્થિતિ સ્થાપકતાના અંશે જૂનાધિકપણે સમાવિષ્ટ થયેલ હોવાથી, બનેને સારાસારી ચાલી આવતી રહેવાની જજો કે અવારનવાર બ્રાહ્મણ ધર્મને પણ જૈન ધર્મ ઉપર સરસાઈ મળી જતી હતી જ, છતાં મુખ્યત્વે કરીને જૈન ધર્મને–એટલે કે તે ધર્મના સિદ્ધાંતની યથાર્થતાને- હાથ ઉપર વાટેજ રહે. આ સત્યકથન ઉચ્ચારતાં અમારા હૃદયમાં જરા ક્ષોભ અનુભવો પડે છે ખરે. જોકે વાચક વર્ગની ખાતરી માટે પ્રથમ આપણે તેજ વૈદિક ધર્મના અનુયાયી અને ઇતિહાસના એક લેખક મહાશયના શબ્દથી ( આ માટે જુઓ પુસ્તક પહેલાની પ્રશસ્તિમાં પૃ. ૩૦ અને ૩૧ માં ટકેલા ઈગ્રેજી ભાષાના અવતરણો ) માં જણાવીશું કે વૈદિક મત વિશેષપણે લોકઆરાધ્ય હતે. આ પ્રમાણે અન્ય ધર્મોની સરખામણીમાં, વૈદિક ધર્મના સિદ્ધાંતની સરસાઈ સિદ્ધ થઈ કહેવાય. પણ એક તટસ્થ ધર્મો અને વર્તમાનકાળના સમર્થ ઈગ્રેજ ઇતિહાસકાર મિ. વિન્સેટ સ્મિથનું ૩૮ કહેવું જુદુંથાય તે કહે છે કે ૧૩૭ The association of the idea of duty with caste is dropped by Asoka ( અહિં પ્રિયદર્શિન કહેવાનો આશય છે, કેમકે સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખનું વર્ણન કરતાં આ વાક્ય ગ્રંથકારે લખ્યું છે.) and two virtues, namely respect for the sanctity of animal life and reverence to parents, superiors and clders are given a place, far more important than that assigned to them in Hindu teaching ” “ જાતિ ( અહીંવણ કહેવાનો હેતુ છે) સાથે ૩૯ સેવા ધમ જોડાયેલ છે (૧૩) જીઓ Rulers of India નામની ગ્રંથ- (૧૩૮) મિ. વિન્સેટ સ્મિથ આ વાકયમાંના જે માળામાં અશોક નામના પુસ્તકમાં પૃ. ૩૦ નું લખાણ. બે સગુણેને ઉલ્લેખ કરે છે તે હિંદુધમના કોઈ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy