SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] જાáકનો સંબંધ ૪૭૭ પુરાણકારને સમય ઇ. સ. ૪ થી ૫ સદી ગણાય છે અને રાજતરંગિણિકારને સમય ઇ. સ. ની બારમી સદી છે. એટલે વિશેષ વિશ્વાસપાત્ર ખબર મેળવવાનું સાધન પુરાણકારનું જ ગણાય. તેમ બીજી બાજુ પુરાણકારને નિષ્પક્ષ રીતે સમસ્ત ભારત વર્ષની હકીકત રજુ કરવાનું રહે છે, જ્યારે તરંગિણિકારને પોતે માત્ર કાશિમરનેજ ઇતિહાસ આલેખતે હોવાથી અને પોતે તેજ પ્રદેશને વતની હોવાથી કેટલાક અંશે પોતે એક પક્ષકાર થઇ જઇ, બનેલી હકીકતમાં કાંઈ રંગ પુરીને નિવેદન કરવાના આરોપમાં પિતાને ઘસડી લઈ જઇ શકે છે. આ દષ્ટિએ પુરાણકારની હકીકત વિશેષ વજનદાર લેખાય. જ્યારે બીજી બાજુ પુરાણકારને આખાય ભારત વર્ષને ઇતિહાસ લખવાને હવાથી, કાશ્મિરની ઝીણી હકીકત તરફ ર્લક્ષ થઈ જાય અને તરંગિણિકારની નજરમાંથી તેવી વિગતે છટકવા ન પામે. માટે તેનું વિવે ચન તે દરજે પ્રમાણભૂત લેખી શકાય. આમ બન્નેની તરફેણમાં તેમજ વિરુદ્ધમાં વસ્તુઓ ઉભેલી છે. પણ વળી જ્યારે પુરાણુકારની હકીકતને - મથુરાના પ્રદેશને માત્ર યુવાન અને શુંગવંશના રાજાઓના એમ એકંદરે બેન હાથમાંજ અવાર નવાર બદલે થયા કર્યો છે. પણ કોઈ ત્રીજો પક્ષ અસ્તિત્વમાં નહેતે એમ અન્યદેશના ઇતિહાસથી આધાર મળતે દેખાય છે ત્યારે આપણે તેમના પક્ષમાં હળવું રહે છે અને તે આધારે ઉપર પ્રમાણે મેં મારે અનુમાન દેર્યો છે. છતાં મારા તરફથી તે એટલું જ જણાવવાનું કે મારી બુદ્ધિ પ્રમાણે મેં શોધન કરીને માત્ર રજુઆત કરી છે, અને વિશેષ ઉત્સાહી અને સાધન ધરાવતા મુમુક્ષુ વિદ્વાનો તે બાબત આગળ ધપાવવાનું કાર્ય ઉપાડી લેશે એવી ઉમેદ ધરાવું છું. ( ૬ ) જુએ ઉપરમાં ટી. નં. ૧૧. (૧૭) જુએ ઉ૫ર . ૩૧૨ ૧૪ અને તેને લગતી ટીકાઓ. આ પ્રસંગે એક બીજી વાત પણ જણાવી દેવા ઇચ્છી થાય છે. કામિરની પાસે જ ખોટાનને ભાગ છે કે જ્યાંથી તિબેટના દેશમાં જવાય છે. આ ખોટાન પ્રાંત ઉપર પણ મહારાજા પ્રિયદર્શિનની સત્તા હતી અને તેમના વતી તેમને પુત્ર કુસ્થ૭ તે પ્રાંત ઉપર હકુમત ચલાવતા હતા. આ કુસ્થાનના જન્મ વિશે બૌદ્ધ ગ્રંથમાં જે હકીકત રજુ થયેલ છે તે ઉપરથી સમજાય છે કે, તેને જન્મ કોઈ પ્રકારની દૈવી પ્રસાદીથી થયે હશે. તેવી જ રીતે રાજતરંગિણિકારે પણ જાલૌકના જન્મ વિશેની હકીકત જણાવી છે કે માની કૃપાથી તેને જન્મ થયો હતે.૧૮ તે આ બે નિવેદનમાં કેટલું તથાંસ છે તે પણ શોધન માંગે છે. જો બંને વ્યકિતઓ એકજ હોય તે જાલૌકનું રાજ્ય કાશ્મિર અને ખોટાન તરફ કે તિબેટ તરફ પણ લંબાયું હોય અને તેના વંશ- ' જે તે તરફ વિશેષ રહ્યા હોવાથી ત્યાંની રીતભાત અને વ્યવહારમાં ટેવાઇ જઇ, હિંદીઓ કરતાં તેમને વધારે પ્રમાણમાં મળતા થઈ જવા જોઈએ. એટલે તેઓ પોતે જ અથવા કદાચ તેમના સહવાસી થયેલા-તુક ઓલાદના જેને આપણે અત્યારે ધારી બેઠા છીએ તેવા–રાજાનું ત્રિક(હવિસ્ક જુક અને કનિષ્ક) હિંદ ઉપર ચડી આવ્યું ગણાય; અને તેથી તે સર્વે આખરે તે કાં જાલૌકના શુદ્ધ વંશજો જ હોવાનું સાબિત થઈ જાય કે પછી તેમનાં વંશજોનું બટાન પ્રજાની સાથે મિશ્ર થયેલા લોહીમાંથી ઉત્પન્ન થયેલ નવી પ્રજાના જ૮ સરદારે ગણી જવાય. ગમે તેમ પણ ઉપરના બન્ને પ્રશ્નો, શાસ્ત્રીય રીતે ઉકેલ માંગે છે જ. હવે રાજા જાલૌકની રાજનીતિ વિશે બે અક્ષર કહી તેનું પ્રકરણ સમાપ્ત કરીશું. ઉપર રાકેલ આઠમા વાકયમાં લખ્યું છે કે, તેના સમય ( ૮ ) જુઓ ઉપર ટકેલાં આઠ વાકયમાંથી સાતમું વાકય. (૧૯) આ પ્રમાણેજ, કનિષ્ક વિગેરે જે હુણ ચર્ચા છે. 5 મી થી છે. વિશ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy