SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. અનેક કૃતિઓ ૩૬૧ કરાવ્યાનું જે ધારવામાં આવ્યું છે તે અનુમાન કે તેને વિચાર સુદ્ધાં પણું, નિરાધાર તેમજ નિમૂળ છે. . હવે આપણને ખાત્રી થઈ ગઈ છે કે, આ લેખના સ્થાનની પસંદગીને રાજ્યના વિસ્તાર સાથે કાંઇજ સંબંધ નથીઃ તેમ બીજી બાજુ શિલાલેખમાં લખેલા શબ્દોથી સમજી શકાય છે કે કર્તાને હેતુ પિતાના ની જાણ પિતાની સમસ્ત પ્રજામાં કરવાનો હતો. એટલે તે હેતુનું સાર્થક કેમ થાય તેજ મુદ્દો મુખ્યત્વે કરીને સ્થાનની પસંદગી માટે તેણે દૃષ્ટિ સમીપ રાખે હશે એમ અનુમાન આસાનીથી કરી શકાય. જેથી કલ્પના કરીએ કે, વસ્તુસ્થિતિને વિચાર કરતાં તેમને એમ બહેતર લાગ્યું હતું કે, માણસ માત્રને મરવું તે છે જ અને મરણયાત્રાના સમયે-સ્મશાનયાત્રાએ જતાં મનુષ્યના હદયમાં જે પ્રકારે વૈરાગ્યભાવના ઉદ્દિપ્ત થાય છે અથવા તે તે સમયે સંસારની કૂડકપટતાથી અલગ થઈ જેવું સરળ અને કૂણું હૃદય થાય છે, તેવું બીજા કેઈ પ્રસંગે થતું નથી. એટલે જ તેણે મૃત્યુસ્થાને સમાધિસ્થાને–પિતાના ઉદ્દેશકાર્ય માટે પસંદ કીધાં હોય, કે જેથી તેની સમીપે માણસ આવે ત્યારે તેની ( માણસની ) વિચારશ્રેણીમાં–સંસારની ઉપાધિમાંથી પરિવર્તન થવા માંડે, અને તે સમયના તેના કુમળાં હૃદય ઉપર, તેમજ પશ્ચાતાપ વેદતા મન ઉપર, જે અસર થાય તે કાંઈક ચરસ્થાયી થઈ શકે; તેની સાથે સાથે એવી પણ ભાવના તેના મનમાં જાગે કે, અરે જીવ, મારે પણ કેઈ કાળે આ રસ્તે જવું ( મરણ પામવું ) લે છે જ, ( કારણ કે મનુષ્ય માત્રને આ દેહે મરણને શરણ તે થવાનું જ છે ) તે શું કરવા હું એવો નીતિમાર્ગ અંગીકાર ન કરું, કે જેથી મારૂં અધ્યાત્મિક શ્રેય સધાય ? આવા વિચારમાં જ્યારે તે ઘુમી રહ્યો હોય, ત્યારે તેની દૃષ્ટિ સમક્ષ જે ઉપદેશ વાક કોતરેલ ખડા થયા હોય, તે સારી રીતે ગ્રહણ કરી લે અને પોતાની શેષ ઈદગીમાં તેને આચારમાં ઉતરવાને વિશેષ ઉદ્યમવંતે બને. આ પ્રમાણે તે દૃષ્ટિબિંદુ હિતકર જણાતાં તેણે શિલાલેખો ઉભા કરવાને મૃત્યુસ્થાનેજ પસંદ કર્યા હેય, એમ વિચાર ઉપર આવવું રહે છે. અને આ પ્રમાણેજ બનવા પામ્યું છે તેની વિશેષ ખાત્રી આપણને આગળ મળશે (જીએ સહસ્ત્રામને ખડકલેખ) સ્થાન માટે નિશ્ચત તેણે વિચાર કર્યા પછી, કઈ વસ્તુ ઉપર ઉપદેશ વાકય કોતરાવવા તેને વિચાર કરવા માંડયો. બીજી બધી વસ્તુઓ, ક્ષણિક અથવા અલ્પ સમયમાં લય પામી જતી દેખાઈ, [કેમકે પત્ર હોય તે (તાડ પત્ર કે કેળ પત્ર) ઘેડ કાળ ટકે, કાષ્ટ હોય છે તેથી વિશેષ કે] જ્યારે શિલા કે પત્થર ઉપર કોતરાવાય તે સર્વ કરતાં વિશેષ સમય ટકી શકે એમ લાગ્યું. અને તે પણ સાધારણ પત્થર કરતાં, પાર્વતીય પત્થરકાળમીંઢ-વિશેષ પણે કઠિણ હોઈને, વધારે કારગત થઈ પડશે એમ નિશ્ચય થયો. અને ખુદ શિલાલેખમાં પણ તેણે ઈચ્છી જાહેર કરી છે કે, આ “યાવતચંદ્રદિવાકૌ ” જળવાઈ રહે તેમ છે. એટલે આ કાર્ય માટે જ્યાં જ્યાં બન્યું ત્યાં ત્યાં તે તેણે કઠિણ પથરેજ વાપરવાનું પસંદ કર્યું દેખાય છે. ઉપર આપણે કહી ગયા છીએ કે, ખડકલેખે તેણે મૃત્યુ સ્થાન ઉપર ઉભા કરાવ્યા હતા. હવે તે સ્થળે કોના કોનાં સમાધિ સ્થાને હતાં તેનું યથાશક્તિ આપણે નિરીક્ષણ કરીએ. આપણે એમ પણ જાણી ચૂક્યા છીએ કે તેને પિતાને ધર્મ છનને (જન ધર્મ) હતા. અને જૈન ધર્મનુયાયીઓ, પોતાના ગ્રંથના આધારે કહે છે કે, તેમના વર્તમાન કાળના જે તીર્થક વીસની સંખ્યામાં છે, તેમાંના વિસ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy