SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. નું જીવન જોગવટાને અંતે, સડસઠ વયની ઉમરે મ. સં. ૨૯૦-૧=ઈ. સ. પૂ. ૨૩૬ માં મરણ પામે. અત્યારસુધીના અભ્યાસીઓએ, સમસ્ત ભારત વર્ષમાં જયાં જ્યાં તેને ધર્મ અને જેટલા જેટલા શિલા - લેખે, ખડકલેખો કે સ્તંભલેખે મળી આવ્યા છે તે સર્વેને સમ્રાટ અશોકની કૃતિ તરીકે તથા તેને જે ધર્મ–બૌદ્ધધર્મ નામે પ્રખ્યાત થયો છે તે ધર્મના છે એમ જાહેર તે છેજ. છતાં તે કાંઈ કોઈ અન્ય હેતુથી કે કોઈ ધર્મ પ્રત્યે પક્ષપાત રાખવાથી કરી જ નથી. તેમણે તે પ્રમાણિકપણે પોતાને જે જે લાગ્યું તે તે, ઇતિહાસના પાને ચડાવ્યે રાખ્યું છે. તેમાં મુખ્યતાએ કરીને દેષ તે જૈન ધર્મના અનુયાયીઓનેજ કહી શકાય કેમકે તેમણે પિતાનાં પુસ્તક ભંડારનાં દ્વાર વિદ્વાન માટે ઉધાડાં ન રાખ્યાં, એટલે તેમને અમુલ્ય ઇતિહાસ જાણવાને તે વિદ્વાનોને અવસર ન મળ્યો. જેથી તેઓ તે જે જે સાધનો ઉપલબ્ધ થતાં ગયાં તે તે વાંચતા ગયા, શોઘતા ગયા અને તેના આધારે પોતાના નિર્ણયો બાંધી, દુનિયાને તે જણાવતા ગયા કહી શકાય. આ તેમના ઇતિહાસ સર્જનના પ્રયાસમાં બૌદ્ધ મતના ગ્રંથાએ સારો ફાળો પુરાવ્યો છે. તેમજ બૌદ્ધમત અને જૈનમતને કેવી સામ્યતા છે, અથવા તે એકના કાંઈક વિકતરૂપે જ બીજો પ્રરૂપાયો છે તે આપણે ઉપરના પ્રથમ પરિચ્છેદે બતાવી પણ ગયા છીએ. પણ ધર્મ જેવા આધ્યાત્મિક સામગ્રીથી ભરપુર ઐવા ગહન ગણાતા વિષયમાં, તુલનાત્મક દ્રષ્ટિ વાપરી ઇતિહાસવેત્તા પિતે કેટલો ચંચુપાત કરી શકે–નજ કરી શકે–તે તે સૂર્ય પ્રકાશ જેવી ઉઘાડી જ વાત છે. એટલે તેમને તે, બૌદ્ધ ગ્રંથમાં વાંચ- (૬૦ ) કે હિ છે, પૃ. ૧૧ માં આ હકીકત નથી પિતાની બુદ્ધિમાં તથા પ્રકાર જ તે હોવાનું ઉતરી ગયું–ભલે સાંગોપાંગ નથી ઉતર્યું, એટલે જ્યાં જ્યાં તેઓ શંકાશીલ બન્યા, ત્યાં ત્યાં અને તેવાં અનેક ઠેકાણે, પિતાને પ્રમાણિક અને સ્વતંત્ર અભિપ્રાય જણાવવાનું પણ ચૂકયા નથી જ–અને તે પ્રમાણે તે બધી સમ્રાટ અશોકની કૃતિ છે અને તે બૌદ્ધ ધર્મની છે એમ જાહેર કરી દીધું છે. આ નિર્ણય ઉપર આવવાને ગ્રીક ઇતિહાસકારમાં મિ. બ્રેબાના પુસ્તકને આધાર લેવાયો છે. જ્યારે મિ. એબોએ તો જે યવન એલચી મિ. મેગેસ્થેનીઝે પાટલિપુત્ર નગર, સમ્રાટ અશોકના દરબારે કામ કર્યું છે અને જેણે પિતાના થયેલ અનુભવો રોજનીશીમાં ટાંકી રાખ્યા હતા, તે ટાંચણના આધારે કામ લીધે રાખ્યું છે. પણ ખરી રીતે બન્યું છે એમકે, મેગેડ્યેનીઝની હાથની લખેલી રોજનીશી તે ફાટી તૂટીને કે બીજી રીતે કયારની યે અદ્રશ્ય થઈ ગઈ હતી; બાકી જે કાંઈ પાનાંના કટકા જળવાઈ રહ્યા હતા; તેમાંના જુદા જુદા વાકયોને કલ્પના કરી ગોઠવ્યા અને તે ગોઠવનારે સ્વબુદ્ધિ અનુસાર અનુમાન કરીને બીજી નવી રોજનીશી ઉભી કરી દીધી. અને આવી કલ્પનાધારે ઉપજાવી કાઢેલ ડાયરીને મેગેસ્થેનીઝે લખેલ ડાયરી છે એમ સમજાવવામાં આવ્યું છે. અને તેના આધારે સ્ટેબ મહાશયે પિતાને ઇતિહાસ રચી કાઢ છે. આમ જ્યાં મૂળ પાયો જ ખરો અને અવિશ્વાસનીય છે, ત્યાં તે ઉપર રચેલ ઇમારત રૂપી ઇતિહાસ કેટલે મજબૂત ગણી શકાય ! એટલે જ મિ. બ્રેના પુસ્તકમાં જેને મેં કેટસ તરીકે ભારતવર્ષીય સમ્રાટ ચંદ્રગુપ્ત ચીતરીને ગ્રીક શહેનશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટના સમકાલીન તરીકે બતાવાયો છે તથા તેની સાલ ઈ. સ. પૂ. ૩૨૭ ગોઠવી છે, તે નિર્ણય કેટલે ભ્રાંતિજનક તથા અવળે રસ્તે દોરનારે છે તે હવે લખી છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy