SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ પૂર્વજન્મની સાંપ્રત [ સ્વતીય વાને તેને લોભ તો કયારનેએ (શ્રાવક વૃત્તો લીધાં પછી તે તદ્દન નિર્મૂળ થઈ ગયો હોવો જોઈએ) જતે રહ્યો હતો. એટલે પિતાનું લક્ષ ચીન તરફ નરવતાં, તાત્કંદ સમરકંદ અને સર્વ સુધી પહોંચી, મનની આકાંક્ષા પુરી કરી, એકસસ નદીના માર્ગે ન પ્રદેશ (જેને હાલ બેકદ્રીઆ કહેવાય છે. ) અને હિંદુકુશ પર્વતના ઘાટોમાંથી કાશ્મિર રસ્તે૪૩ પાછો હિંદ આવવાનું થયું હતું એટલે રસ્તે આવતાં સર્વ પ્રદેશ પોતે કબજે કરતે આવ્યો. આ યાત્રામાં પણ લગભગ તેને ત્રણ વર્ષને સમય થઈ ગયો દેખાય છે. (મ. સં. ૨૫૪=ઈ. સ. પુ. ૨૭૩) હિંદમાં આવીને પ્રથમ જ્યાં જ્યાં તેણે ઘમ્મ મહામાત્રા મોકલ્યા હતા ત્યાંથી તે બધાના રીપોર્ટ મેળવી કેટલું કેટલું કામ તેઓએ કર્યું હતું અને તેમાં પિતાના મનમાં ઠરાવેલ ઘેરણના પ્રમાણમાં કેટલી ફતેહ મળી હતી તે બધાને તોલ કાઢી, સંતોષ મળતાં પાછા ફરીને તે પ્રદેશમાં તેમજ, પિતાની સત્તામાં આણેલ નવા મુલકમાં પણ ધર્મ પ્રચાર અર્થે ધમ્મ મહામાત્રા મોકલી આપ્યા. (આમ આપણે તેના જીવનમાં જોઈશું, તે તેને અઢી અને ત્રણ વર્ષને આંકડે જ્યાં ને ત્યાં શુકનવંતે નીવડે હોય એમ જણાય છે. એટલે ધર્મમહામાત્રાને પણ ત્રણ ત્રણ વર્ષ માટે જ કેમ નિમણુક કરતો હોય એમ આભાસ આપણને ઉત્પન્ન થાય છે. ( જુઓ ખલે નં. ૩ ) આવી રીતે પિતાને સઘળા પુરૂષાર્થ ધર્મ પ્રચારમાં, તથા રાજ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ગાળ્યો. તેમાં બીજા ત્રણ વર્ષ થવા આવ્યાં. મ. સં. ૨૫૪ થી ૨૫૭=ઈ. સ. પુ. ૨૭૩ થી ર૭૦. ત્યાં તેમના દાદા સમ્રાટ અશોકનું મરણ થયું ( મ. સં. ૨૫૭=ઈ. સ. પૂ.૪૫ ૨૭૦ ). ધર્મપ્રચારમાં જેણે મનુષ્યની તેમ જ પશુની અરે કહે કે પ્રાણી માત્રની જીંદગી કેમ સુખી નીવડે તે દૃષ્ટિબિંદુ લક્ષમાં રાખીને કામ લીધું હોય, તે વ્યકિત પિતાના રાજ્ય અમલમાં પણ કોઈ જાતની હાડમારી કે દુઃખ પિતાની પ્રજાને પડે, તે દૂર કરવા માટે પોતે ઉદાસીન વૃત્તિ દાખવે કે આંખ આડા કાન કરે, તેમ તે બની શકેજ નહીં. તેવી કલ્પના પણ આપણે કરી ના શકીએ. કહેવાની મતલબ એ છે કે, ધર્મપ્રચાર કરવાની સાથે સાથે તેમણે રાજ્યકારભારમાં પણ એવી જ સુવ્યવસ્થા કરવાને જરાપણ પાછીપાની કરી નહોતી. એટલું જ નહીં પણ વળી એમ સમજી શકાય છે કે, આ ધમ્મમહામાત્રાઓને પણ કેટલીક સત્તા સોંપી હતી; કે જેથી તેઓ પણ ધાર્મિક હૃદયવાળા હેઇ, પ્રજાની હાડમારી અને દુઃખ સાંભળી, ઘટતે નીકાલ કરી, રાયધૂરા ચલાવવામાં મદદરૂપ થઈ પડે. આવી રીતે રાજ્યકારભાર તેમજ ધર્મપ્રચાર આ બંને કાર્યો (૧૯૨૧-૩ નું) પૃ. ૨૬૫-૨૭૩ માં ઇ. સ. પૂ. ૨૧૭ લખી છે; એટલે કે શહેનશાહપદ ઇ. સ. પૂ. ૨૨૧ માં ( જુઓ ઉપર પૃ. ૩૧૮ તથા ટીકા ) અને દીવાલ ઇ. સ. પૂ. ૨૧૭ માં એટલે ચાર વર્ષ બાદ છે. જ્યારે આપણી ગણત્રીએ શહેનશાહપદ છે સ, ૫. ૨૭૮ છે એટલે દીવાલની સાલ ઈ. સ. ૫. ૨૭૪ માં આવે. આ દીવાલ ચણાવવામાં જે મજુરોની સંખ્યા ( અશોકે ૭ લાખ માણસથી કામ લઈ ત્રણ વરસમાં પૂરી કરાવ્યાનું નીકળે છે. ) રોકાઈ હતી તથા જે ટુંક સમયમાં તે પૂરી કરી હતી તે ઉપરથી માપ કાઢી શકાશે કે, મહારાજા સંપ્રતિનું સામર્થ્ય કેવું હતું અને ચીનને કેવી દહેશત લાગી હતી. (સરખા પૃ. ૩૧૯ નું લખાણ ). (૪૩) આ મુલકમાં તેને વિચાર મુખ્યપણે જૈનધર્મ પ્રચારને હતો. તેને રાજતરંગિણિકારના તથા મિ. થેમસના શબ્દોથી પણ ટેકો મળે છે. ( આ માટે ઉપર પૃ. ૩૦૬; તથા ધર્માશક અને જાલૌકના પરિશિષ્ટો જેડયાં છે તે જુઓ.). (૪૪) ઇ. એ. પુ. ૩૭ પૃ. ૩૪૨ : ખડક લેખ નં. ૫ અને ૧૩. (૪૫) ૨૫૬ વર્ષ બાદE૨૫૬ વિયુથ. એટલેજ ૨૫૭ માં ( જુઓ સહસ્ત્રામને ખડકલેખ ).
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy