SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પરિસ્થિતિના ( દ્વિતીય કદાચ મરણ પામ્યાના પણ હોય—સમાચાર મળવાથી તેણે તુરત જ હિંદ તરફ પગલાં ભરવા માંડયાં અને ચિનાઈ શહેનશાહને તે આત્મ સંતોષ લેવાનું તથા પિતે કે દીર્ધદષ્ટિથી કામ લેનાર છે એમ અભિમાન ધરવાનું પૂરતું કારણ મળી ગયું. ઉપરનું વર્ણન લખતાં નીચે પ્રમાણે વિચારે મેં જણાવ્યા છે. એબે પરિસ્થિતિ તેનું સ્પષ્ટીકરણ કરવા અને વિશે ખુલાસા માગું છું. (૧) નેપાળ તરફ બે વખત પ્રિયદર્શિન ગયા છે. પહેલી વખત ચૌદમા વર્ષે અને બીજી વખતે વીસમા વર્ષે પહેલી વખત એકલે ગયો હતો. તે પછી તે સમયે પિતાને જામા દેવપાળ સાથે હતા કે નહીં તે જુદી વાત છે, બાકી કુંવરી ચારૂમતી તે નહાતી જઃ અને તે ગણત્રીથી જ એક શબ્દ અહીં વપરાય છે ) જ્યારે બીજી વખતે ચારમતીને સાથે લઈ તે ગયો હતો, પણ ત્યાંથી પાછા ફર્યો ત્યારે ચારૂમતી સાથે નહોતી. ( ૨ ) પ્રથમ વખતે નેપાળ ઉપર ચડાઈ લઈ ગયે તે વખતે તે છતીને પાસે આવેલા ચીન તરફ ન જતાં, ખોટામાં ગયો છે અને ત્યાંથી કાશ્મિર રસ્તે પાછા હિંદ કર્યો છે. ( ૩ ) તેને ચીન દેશની કે ચિનાઈ દીવાલના પ્રતિબંધની તથાજ નહોતી. એટલે કે તે દેશ તરફ બેદરકારીપણું બતાવતે હતે. છતાં સહેજે મળી જાય તે તેને છોડી દેવાનું વલણ પણ ધરાવતું નહોતું. (૪) ચિનની દીવાલ ચણતાં ત્રણ વર્ષ ઉપરાંતનો સમય લાગે છે. ( ૫ ) સમ્રાટ પ્રિયદર્શન કલિંગ દેશ છતતાં જે અસંખ્ય મનુષ્યની ખુવારી દીઠી હતી તે ઉપરથી પોતે અમુક પ્રકારની પ્રતિજ્ઞા લીધી હતી. આ પાંચમાંથી નં. ૧, ૪ અને ૫ વાળા બનાવે છતિહાસના પાને ચઢી ચૂક્યા છે અને શિલાલેખી તથા અન્ય દેશના ઐતિહાસિક પુરાવાથી સિદ્ધ થઈ ચૂકયા છે. માત્ર નં. ૨ અને ૩ ઉપજાવી કાઢવા પડ્યા છે. પણ તે પાંચને સંકલિત કરીને ગુંથવામાં કેવી વિચારણા કરવી પડી છે તથા તે ઉપરથી પ્રિયદર્શિનના જીવન બનાવ ઉપર કેટલાક પ્રકાશ પડે છે તેજ અને જણાવવું રહે છે. ચૌદમા વર્ષે તેણે નેપાળ ઉપર પ્રથમ ચડાઈ કરી એટલે મ. સં. ૨૩૭=ઈ. સ. પૂ. ૨૯૦ માં રાજ્યાભિષેક થયો છે તે ગણત્રીએ મ, સં. ૨૫૧ ઈ. સ. પૂ. ર૭૬ની શરૂઆત કહી શકાય, અને નેપાળ દેશ જીતવામાં એકાદ વર્ષ કે તેથી કાંઈક વધારે સમય નીકળી ગયો હોય તે બનવા જોગ છે; પાછો બીજી વખત વીસમાં વર્ષે નેપાળ તરફ ગયો છે. એટલે ખરી રીતે પહેલી વખત નેપાળની હદ છોડી અને બીજી વખત ફરીને નેપાળની હદમાં પેઠે, તે બેની વચ્ચે સમયનું અતર ભલે દેખીતી રીતે શિલાલેખનાં વાંચનથી છ વર્ષ જેટલું ગણી શકાય છે–પણ તે તે માત્ર ચાર વર્ષથી વધારે અને પાંચની અંદરનું જ છે. વળી તે દરમ્યાન ચિનાઈ દીવાલ ચણવાઈ ગણી શકાય. અને તેને ચણવામાં સાડા ત્રણેક વર્ષને અવધિ થયો છે. અને પૂરી થયા બાદ છ બાર માસમાં પ્રિયદર્શિન ત્યાં પાછો જઈ પહોંચ્યો છે. મતલબ એ થઈ શકે, પ્રિયદર્શિનની પહેલી મુલાકાત વેળાએજ ચિનાઈ શહેનશાહને હિંદી સમ્રાટ ચડી આવશે એમ બીક પેસી જ ગઈ હતી, પણ તે સમયે તાબડતોબ કોઈ પ્રકારની તૈયારી કરી શકે તેવી સ્થિતિ નહીં રહી હોય એટલે, જે ચડી આવે તે સામે થવા જેટલી જ ગોઠવણ કરી રાખી હશે. પણ જેવાં તેનાં પગલાં બટાન અને મધ્ય એશિયા તરફ ગયાં, કે તેણે સ્વદેશ રક્ષણની જના ઘડી કાઢીને અમલમાં મૂકી દીધી. તેમાં સાડા ત્રણ વર્ષ નીકળી ગયાં અને બધા સમયને ઉલ્લેખ જે છ વર્ષના ગાળાનો શિલાલેખમાં જણાવાય છે તેને પૂરતો મેળ થઈ રહ્યું.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy