SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રને ઉપરના નં. ૨૦, ૨૧, ૨૫ અને ૨૬ ની પેઠે ઉધૃત કર્યું છે, છતાં આપણી પાસે હવે તે સમ્રાટ પ્રિયદર્શિનનું સારૂં એ જીવન વૃત્તાંત સરખાવી લેવા માટે જ્યારે તાદશ પડયું છે ત્યારે તે ચહેરાની ભવ્યતા સાથે તેને મેળવી લેવાને અને તેની ચૂંટણી–પસંદગી કે અનુમાન કરવામાં કાંઈ ભૂલથાપ આપણે ખાધી છે કે કેમ ? તે બને સ્થિતિ વિશે કાંઈક જોરદાર અભિપ્રાય ઉચ્ચારવાને શક્તિમાન થઈએ છીએ. 20. ૩૧૨ ૩૧ ૩૨ ૩૨૪ ૩૫૧ ૩૫૯ ૩૫૯ ધૌલી–જાગૌડાના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સમ્રાટ પ્રિયદર્શિને રાજ્યાભિષેક બાદ નવના વર્ષે કલિંગદેશ ઉપર જે ચડાઈ કરી હતી અને જેનાં પરિણામે લાખો મનુષ્યજીવની હાની, ખાનાખરાબી અને હાલહવાલી થતી નજરે નિહાળી સમ્રાટનું હૃદય કંપી ઉઠયું હતું તથા પિતે વૃત્તધારી શ્રાવક બન્યું હતું તેનું દશ્ય છે. તૃતીય પરિચ્છેદનું મથાળું–શભચિત્ર વર્ણન જુઓ. ચતુર્થ પરિચ્છેદનું મથાળું, , , પ્રિયદર્શિનની અનેક કૃતિઓ બતાવતું ચિત્ર છે. તેનું વર્ણન તે પૃષ્ઠ ઉપરજ અપાયું છે. પ્રચંડ કાય મૂર્તિ સમ્રાટ પ્રિયદર્શિને આવી અનેક મૂર્તિઓ ઉભી કર્યાનું મારા અભ્યાસથી મને જણાયું છે. કેટલી સંખ્યા તેની હશે તે હાલ તે નિશ્ચિતપણે કહી શકો નથી, પણ અત્યાર સુધીમાં –૧૦ ને પત્તે મને છે. તેમાંની સાત વિશે આ પુસ્તકમાં સારા કર્યા છે. બાકી વિસ્તારપૂર્વક વર્ણન સમ્રાટ પ્રિયદર્શિનના સ્વતંત્ર પુસ્તકમાં આપવામાં આવશે. આ પ્રચંડકાય મૂતિ અત્રે દાખલ કરવામાં બે હેતુ છે, એક તે પ્રિયદર્શિનનું જીવનચરિત્ર લખાય છે માટે તેની કૃતિ તરીકે તે ઠેકાણેજ દાખલ કરવી જોઈએ અને બીજું આ ચિત્રની બેઠક પાસે એક માણસ ઉભું છે, એટલે મનુષ્યનું કદ તે ઉભેલ મૂતિ પાસે કેટલું ગણું નાનું છે, તેને અંદાજ કાઢી તે મૂર્તિની ઉંચાઈનું માપ સહેજે કાઢી શકાય તે હેતુ પણ છે. નં. ૧૩ વાળી મૂર્તિ ૫૮ ફીટ ઉચી છે, જ્યારે આ મૂતિ ૩૫ ફીટની છે. નં. ૧૩ ની ઉંચાઈને ખ્યાલ તે તેને નજરે જોયા સિવાય આવી શકે તેમ નથી પણ આની બાબતમાં તેમ નથી જ. ચિત્ર જોઈને પરસ્પરની ઉચાઈની ગણત્રીને હિસાબ કરીને પણ સ્વયં તેને ખ્યાલ બાંધી શકાય તેમ છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy