SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ પ્રિયદર્શિન અને [ પ્રથમ કે મેં કેટસ તે અશોક વધન છે તે પ્રમાણે તપાસી જોઈએ. ઉપર જોઈ ગયા છીએ કે સેલ્યુકસ નિકે- ટરે સત્તરથી અઢાર વર્ષ સુધી નિષ્ફળ પ્રયત્ન કર્યા પછી છેવટે થાકીને તેણે સેંકેટસ સાથેઅશોક વર્ધન સાથે-ઇ. સ. ૫, ૩૦૪ માં સલાહ કરી હતી. અને તે તહની એક સરત તરીકે તેણે પિતાની કુંવરી તે હિંદી સમ્રાટને પરણાવી હતી. હવે અશોક જે ગાદીએ બેઠા કે તુરતમાં જ જે સેલ્યુક્સ સાથે યુદ્ધમાં તેને ઉતરવું પડયું હોય, તે તે તેના રાજ્ય અમલે સત્તર કે અઢારમે વર્ષે જ સલાહ થઈ ગણાય. પણ તહ થઈ તે સમયે તો ૨૬ મું વર્ષ ૨૭ ચાલતું હતું એમ નોંધાયું છે. એટલે કે ગાદીએ બેઠા પછી ( ૨૬ વર્ષે તહ થઈ હતી તેમાંથી ૧૮ વર્ષ લડાઈ ચાલી હતી તે સમય બાદ કરતાં) આઠમે કે નવમે વર્ષે ( અઢારને બદલે ૧૭ વર્ષ યુદ્ધ ચાલ્યું ગણે તે ) સેલ્યુક્સ સાથેના યુદ્ધને આરંભ થયે હતે એમ તાત્પર્ય નીકળ્યો. આ પ્રમાણે એક સ્થિતિ થઈ, બીજી બાજુ અશોક તેજ પ્રિયદર્શિન છે એમ સમજીને પ્રિયદશિને કરેલી કલિંગની છત તે અશોકના નામે ચડાવાઈ છે. અને આ જીત મેળવ્યા બાદ ભવિષ્યમાં કદાપિ યુદ્ધ ન કરવાની અશોકે પ્રતિજ્ઞા લીધાનું ખડકલેખમાં જણાવાયું છે. હવે વિચારો કે જે પુરૂષ નવમા વર્ષે આવી પ્રતિજ્ઞા કરે છે, તેજ પુરૂષ પાછે તેને તેજ વર્ષે બીજાની સાથે યુદ્ધમાં જોડાય અને બીજાં સત્તર અઢાર વર્ષ સુધી યુદ્ધ ખેલ્યાં કરે તે બનવા જોગ છે ? નહીં જ, એટલે સાબિત થાય છે કે કલિંગની જીત મેળવનાર અશોક અથવા પ્રિયદર્શિન તે સેલ્યુકસ નિકેટરની સાથે સંધિ કરનાર અશોકથી ભિન્ન જ વ્યક્તિ છે. (૬) ઉપર પ્રમાણે સમયાવળીના આંકડા લઈને ( સ અને સ નાં મથાળાં નીચેની દલીલેમાં ) આપણે જોઈ શક્યા છીએ કે અશોક અને પ્રિયદર્શિન એકજ નથી. પણ ભિન્ન ભિન્ન છે. હવે આપણે શિલાલેખની દષ્ટિએ વિચાર કરીએ અને તેમાંથી કાંઈ તાત્પર્ય કાઢી શકીએ તેમ હોય છે તે પણ વિચારી લઈએ. ઈતિહાસ આપણને શીખવી રહ્યો છે કે તેણે ગાદીએ આવ્યા બાદ એથે વરસે પિતાને અસલ ધર્મ તજી દીધું હતું અને બૌદ્ધ ધર્મમાં ભળી ગયો હતો. અને તે પછી તેને રાજ્ય ભિષેક થયો હતે. તથા રાજ્યાભિષેક થયા બાદ કેટલાય વર્ષો (બારથી છવીસ વર્ષ સુધીમાં) તેણે ( જે અશોક અને પ્રિયદર્શિન એક જ છે એમ ગણાતે ) ખડક લેખો છેતરાવ્યા છે. તે લેખે પૈકી કેટલાકમાં તેણે જણાવ્યું છે કે અમુક વર્ષ સુધી તે સાદે શ્રાવક હતો. પછી વૃત્ત ધારી બન્યું હતું અને પછી ઉપાસક તરીકે જીવન -અથવા સંઘમાં જોડાય હતે. આ બધી વસ્તુસ્થિતિ પ્રમાણે એમ જ સમજવું રહે છે કે, તેણે ઉપરના સર્વ લેખે જ્યારે પિતે બૌદ્ધ ધમ તરીકે-ખરા ભક્તનું-શ્રદ્ધા પૂર્વક જીવન (૧૨) જુઓ ઉપરમાં પૃ. ૧૫૫ ટી. ૮૪ એટલે ૩૦૪૨૬ વર્ષ ઉમેરતાં તેનું ગાદીએ બેસવું ૧૩૦ ઈ. સ. ૫. માં થયું હતું એમ આ ઉપરથી સાબિત કરી શકાય છે. તેવી જ રીતે સેલ્યુકસનું ગાદીએ બેસવું પણ નક્કી થઈ જાય છે. કેમ કે ૩૦૪ ની સાલ છે તે અઢાર વર્ષ નિષ્ફળ પ્રયત્ન કર્યા પછીની ગણાવી છે. એટલે તે હિસાબે ૩૦૪+૧૮ઇ. સ. ૫. ૩૨૨ માં તે ગાદીએ બેઠા હતા. અને તેના સેલ્યુસાઈડ વંશની સ્થાપના થઈ હતી એમ થયું. અને તે હકીકત બરાબર છે. (પૃ. ૨૪૩ ઉપર લખેલી સાલવારી જુઓ.) જ્યારે કે, ઈ. બ્રા. નો હવાલે આપીને અમે જે ઈ. સ. પૂ. ૩૧૨ ની સાલ હોવાનું જણાવ્યું છે ( જુઓ. પુ. ૧ પૃ. ૧૦૨ ટી. ૧૦ ) તે ખોટું છે. એમ આ ઉપરથી સમજાય છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy