SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] ને થયેલો આનંદ ૭e અર્થ ) માગે છે, એટલે મહારાજાએ વળતે પ્રશ્ન કર્યો કે તેને રાજ્યનું શું કાર્ય છે ? જવાબમાં તેણે માર્મિક ગીત૧૧૩ સંભળાવ્યું. જેને ભાવાર્થ એમ થતું હતું કે હું પોતે મહાન સમ્રાટ ચંદ્રગુપ્તના વંશને સીદ્ધો વારસદાર છું અને મારા પુત્ર-કુમાર માટે રાજ્ય માગું છું. આ સમસ્યાથી મહારાજા અશકે તે ગવૈયાને પિતાના અંધપુત્ર લાડીલા કુણાલ તરીકે તુરત ઓળખી લીધો; કે જેણે માત્ર પિતૃઆજ્ઞા શિરસાવંધ કરીને સ્વહસ્તે અંધાપ વહોરી લીધું હતું. તુરત જ પડદે ખસેડી નાંખી કેટલાય વર્ષોના વિયોગ પછી હર્ષાશ્રથી પુત્રને ભેટી પડયો, અને એકદમ પ્રશ્ન કર્યો કે જ્યારે પુત્ર સાંપડ્યો ? કુણાલે જવાબ દીધો કે સંપ્રતિ૧૧૪ (આ સંસ્કૃત શબ્દનો અર્થ હમણ—હાલમાં જ એ અર્થ થાય છે; કારણ કે તે વખતે કુમારની ઉમર છ માસની હતી.) પિતાને ત્યાં પૌત્રનો જન્મ થયો છે એવા શુભ સમાચાર સાંભળી મહારાજા અશોક એટલા બધા હર્ષ ઘેલા થઈ ગયા કે ( એક તે લાંબે કાળે પુત્ર વિયાગ કર્યો હતો અને તેમાં વળી પૌત્ર જન્મની ખુશાલી મળી એટલે પછી બાકી શું રહ્યું ). ત્યાંને ત્યાંજ મુખ્ય સચીવને આજ્ઞા ફરમાવી દીધી કે શીધ્ર અવંતિ જાઓ અને એક રાજવંશી બકે રાજકતોને શોભે તેવા પૂરતા ઠાઠમાઠ અને સ્વારીથી તે બાળ કુમારને અહીં તેડી લાવો અને મગધ પતિ તરીકે ગાદીનશન કરે. (સંપ્રતિ જન્મ ઇ. સ. પૂ. ૩૦૪: જ્યારે સંપ્રતિને ગાદી નશીન ર્યા ત્યારે તેમની દસ મહીનાની ઉમર હતી. ઈ. સ. પૂ. ૩૦૩ ) અને પ્રસંગને અનુસરીને કુમારનું નામ મહારાજા અશોકે પ્રિયાન૧૧૫ પાડયું. કેમકે, તેમના ચહેરાના દર્શન માત્રથી જ મહારાજા અશકને આનંદ, સુખ અને હૃદય શલ્યથી મુક્તિ મળી હતી. અદ્યાપિ પર્યત, તે પિતે જ કુણાલના અંધત્વ માટે કારણભૂત છે એવા વિચારથી તે હંમેશા ઉદ્વિગ્ન રહ્યા કરતું હતું તેથી કુણાલને થયેલા અન્યાયને કંઇક અંશે નિમૂળ (આછો પાતળો ) કરવા તેના જ પુત્રને ગાદી આપી દીધી; સાથે સાથે પોતાના મનમાં એમ સતેષ ધર્યો કે મેં જે ભૂલ કરી હતી તેની શિક્ષા પણ સ્વહસ્તે ખમી ખાધી છે. આ સમયથી માંડીને સંપ્રતિ કુમાર ચૌદ વર્ષની પુખ્ત ઉમરને થયે ( ઈ. સ. પૂ. ૨૮૯-૯૦) અને તેને રાજ્યભિષેક થયો ત્યાં સુધી મહારાજા અશેકે તેના વાલી તરીકે રાજવહીવટ કર્યો. આ ઉપરથી દરેક જણ સમજી શકશે કે પ્રિયદર્શિન તે વિશેષ નામ છે. પણ વિશેષણ નથી૧૧૬ અદ્યાપિ પર્યન્ત કોઈપણ પુરાતત્વ વિશારદ પ્રિયદર્શિન શબ્દ, જે શિલાલેખમાં સર્વત્ર વપરાય છે. તે વિશેષ નામ છે કે મહારાજા તેના જીવન વૃત્તાંતે જુઓ. જ્યારે તેણે સંપ્રતિને બદલે પ્રિયદર્શન કે પ્રિયદશન નામજ પસંદ કર્યું છે ત્યારે સ્પષ્ટ થાય છે કે, પોતાના પિતામહના વહાલની નિશાની તરીકે તેણે તે નામ સાચવી રાખ્યું હોવું જોઇએ. જૈન સાહિત્યમાં કયાંય સંપ્રતિ રાજાના નામ માટે પ્રિયદર્શિન શબ્દ વપરાયાનું મારા વાંચવામાં આવ્યું નથી. પણ જે. હવે. મૂ. સંપ્રદાયના એક બે પૂજ્ય મુનિરાજ-નામે વિદ્યાવિજયજી અને તેમના શિષ્ય હેમાંશુવિજયજી જણાવે છે કે તેમનાં વાંચવામાં તે નામ આવ્યું છે. પણ કયા સ્થળે, તેનો પત્તો તેઓ બતાવી શકતા નથી. સંભવ છે કે, જેમ જૈનગ્રંથકારે અનેક વ્યક્તિઓને તેમના ઉપનામથીજ સંબોધન કરતા રહે છે ( જુઓ પુ. ૧. પૃ. ૮૩-૮૪) તેમ આ સંપ્રતિના સંબંધમાં પણ બન્યું હોય. અને આ બિરૂદ તે ઠેઠ તેના જન્મથી જ અપાઈ ગયું છે. એટલે તેની આખી જંદગીના વૃત્તાંતમાં તેનું ખરૂં નામ ક્યાંય લેવાયુંજ નહીં હોય તે બનવા યોગ્ય છે. ( ૧૧૬ ) ઈંડી. એન્ટી પુ. ૩૧ પૃ. ૨૩૩ જુઓ, મી. પી. સી. મુકરજી સાહેબનું ટીપ્પણ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy