SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ઉપનામે ૨૫૧ આ સંસારમાંની એવી કેટલીએ વિચિત્ર ઘટનાથી ભરપૂર છે કે, તેના જેવા સ્વભાવના પુરૂષને બહુ જ લાગી આવે; અને પરિણામે તેનું દિલ અધ્યાત્મિક કલ્યાણ અર્થે વળવા તત્પર થાય. આવાં કારણને લીધે, જ્યારથી તેને હદય પલટો થયો ત્યારથી તેને ધ ૧૪ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. આપણે જોઈ ગયા છીએ કે બિંદુસારના રાજ્ય અમલના છેવટના રાજ્યાભિષેક ભાગમાં અનેક ઠેકાણે પહેલાંનાં ચાર બળવા જાગ્યા હતા. જેમાં વર્ષ. ને એક પંજાબમાં થયો હને, કે જ્યાંથી કુમાર અશાક ને પોતાના પિતાના મૃત્યુ સમાચાર મળતાં, એકદમ પાટલિપુત્ર દેડી આવવું પડયું હતું. જ્યાં હજુ આ ગમગીન પ્રસંગના આઘાતથી કળ વળી નહોતી ત્યાં તે, દક્ષિણાપથના આંધ્રપતિ–ચે રાજા મલિક શતકરણી કે જેણે કલિંગ પણ પિતાને કબજે લઈ લીધે હતે-તેણે સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી. તેને વશ કરવા ઉપડી જવું પડયું હતું. પણ દેખાય છે કે કમ ભાગ્યે, તેણે પોતાના એક ભાઇને, તેની સાથે લડતાં ગુમાવ્યો છે. રાજગાદીએ બેસતાં જ આ અપશુકને ભરેલો દાવ તેના જેવા બાહુબળીને સહેવો પડે તે ભારે પડતું હતું, પણ માથે પડેલ પ્રસંગ નિભાવી લે તેમાં ડહાપણ છે એમ વિચારી ગમ ખાઈ, રાજનગર પાટલિપુત્રે પાછો ફર્યો. ત્યાં સમાચાર મળ્યા કે પંજાબના સરદારે હજુ ઠરીઠામ બેઠા નથી, જે તે એકલું જ કારણ હોત તે, જેમ અત્યારસુધી નિભાવી લીધું હતું એમ નિભાવી લેત, અને રાજ્યાભિષેકને પ્રસંગ પૂર્ણ કર્યા પછી જ તે બાજુ ઉપડી જાત. પણ તેના સરદારના અંદર અંદરના બળવા ઉપરાંત, એવી બાતમી મળી કે, ગ્રીસ દેશને બાદશાહ અલેકઝાંડર, જેણે હિંદની જાહેજલાલીના દિલચસ્પ વર્ણન સાંભળ્યાં હતાં તે કુચ કદમ ઝપાટાબંધ હિંદ તરફ ધસી આવ્યો હતો.૧૭ અને સિંધુ નદી ઓળંગીને ઝેલમ નદીને કિનારે પડાવ નાંખી પડયો હતો. અને જે ભાગ્ય યારી આપે છે, તે મુલક તાબે ગયા હૈ (૨. વે. વ. પુ. ૨ પ. ૨૭૧ ). ( અશેકની ગાદી તે પાટલિપુત્રમાં હતી, જ્યારે હુસેન સાગ જેવા વળી નરકાલયની ઉર્જનમાં હોવાની માં વાત કરે છે? તો શું સત્યતામાં હેરફેર છે ?) મહાવંશ, દિવ્યાવદાન ઔર હયુસેન શાંગકા ઇન કથાઓમેં, કહાં તક સત્યતા હૈ, યહ કહ સકના બહુત કઠિન હૈ ! પ્રાય: એતિહાસિક વિદ્વાન ઇન કથાએકી સત્યતા પર સંદેહ કરતે હૈ! મૌ. સા. ઉ. પૃ. ૪૧ ( દિવ્યાવદાન આધારે) અશોકે કોધમાં પોતાની તલવારથી પોતાના પાંચસો અમાત્યના ધડ ઉડાવી દીધા હતા. તથા એક વખત પિતાની પાંચસે રાણુઓને જીવતી બાળી મૂકી હતી. ( ૧૪ ) મૌય અશોકનું નામ ધર્માશક દેખાતું જ નથી, પણ શિશુનાગ વંશી કાળાશોકનું જ નામ તે હતું (રે. વે. વ, પુ. ૨ પૃ. ૯૦ નું ટીપણું નં. ૨૬ : પૃ. ૮૫ ટી. ૧૧) પાછળથી મેં પુરવાર કર્યું છે કે, ધશેક તો મહારાજ પ્રિયદર્શિનનું નામ હતું. ( જુઓ પુસ્તકના અંતે પરિશિષ્ટ ૨. વળી જુઓ નીચે ટી. નં. ૫૬ ). ( ૧૫ ) જુએ સિકકા અંક નં ૫૭, ૫૯, ૬૦ ઈ. (૧૬) જુઓ મચ્છીને શિલાલેખ. આવા ખડક લેખ ક્યા સ્થળે અને શા હેતુથી ઉભા કરવામાં આવ્યા છે, તે જાણવા માટે જુઓ સમ્રાટ પ્રિયદર્શિન વાળું પ્રકરણ, વળી પુ. ૪ માં આંધ્રપતિઓનું વર્ણન જુઓ ) ( ૧૭ ) ઇ. હી. કવો. પુ. ૫ ૧૯૨૯ પૃ. ૭:નંદવંશની પડતી અને સેંડ્રેકેટસના રાજ્યાભિષેકની વચ્ચે (જો કે તેમણે ચંદ્રગુપ્ત શબ્દ લખ્યા છે પણ આપણે તે સેંડ્રેકેટસ એટલે હવે અશોક ગણ રહે છે ) જૈન સાહિત્યમાં, અલેકઝાંડરની ચડાઈ વિશે તદ્દન મૌનજ સેવવામાં આવ્યું છે. Ind. His. Quart. V 1929 P. 7:Between the fall of the Nandas and the
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy