SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કૃપા કરી. તે માટે તેમના તે અનુગ્રહ માટે અતિ ઋણી છીએ. અને તેમની સંમતિ મળતાં પ્રગટ કરવાનું કાર્ય જન્મત્સવની શતાબ્દિ મિતિ ચૈત્ર શુકલ પ્રતિપદા સુધી લંબાવવું પડયું. આ પ્રમાણે વિલંબ થવાને ઈતિહાસ છે. સિક્કા ચિત્ર વિશે પણ બે અક્ષર જણાવી દેવા જરૂર છે. પ્રથમ તે સિકકાનું વર્ણન કરતે કે તેનાં ચિત્ર આપતો કે ગ્રંથ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થતું નથી, એટલે કેવળ વિદેશી લેખકો અને પુસ્તકે ઉપરથી જ અવલંબન લેવું રહ્યું તેમ સર્વ કઈ પિત પિતાના નિરધારીત ક્ષેત્રને આશ્રીને જ વસ્તુઓ રજુ કર્યા કરે. એટલે વિદેશી લેખકની કૃતિઓમાંથી પણ અમારે તે ચુંટણી જ કરવી રહી. અથવા તે તેવા પુરાણા સિકકાઓ સ્વતંત્ર રીતે મેળવી, તે ઉપરથી ચિત્ર-છબીઓ-કે ફોટાઓ લઈને બ્લેક બનાવવા રહ્યા. તેમાં જ્યાં એક સાધન ઉભું થાય ત્યાં બીજું ન મળે અને બીજું મેળવાય ત્યાં પ્રથમનું વળી ખસી જાય તેવી સ્થિતિ હોય છે. આ પ્રમાણે સર્વ સાધને સર્વ સમયે કે સર્વ સ્થાને એકત્રિત થઈ મળી રહે તે કામ અતિ દુષ્કર અને ખચળ છે. સર્વ શક્તિ અને સત્તા ધરાવનાર એક રાજકર્તી સરકારને પણ આવું કાર્ય જ્યારે ઉપરની કટિમાં જણાવ્યા પ્રમાણેનું થઈ પડે છે, ત્યારે અમારા જેવા મર્યાદિત સાધન અને શકિતવાળાનું તે ગજું જ કેટલું ગણાય? તે આપ સ્વયં વિચારી શકે છે. એટલે આ કાર્યમાં (સિકકાનાં ચિત્રપટ રજુ કરવામાં) અમને જોઈએ તેવી સફળતા ન મળી દેખાય, તે તે માટે સંયોગને આભાર માની અમને વાંચકે દર ગુજર કરશે. છતાં યે સિકકાનાં ચિત્રપટ બનાવી આપવામાં બ્લેક બનાવનારાઓએ જે ખંત બતાવ્યું છે તે માટે તેમને તે ઉપકાર જ માનીએ છીએ. સાથે સાથે જણાવી દઈએ કે, સિકાચિત્ર તથા તેની માહિતી રજુ કરવાથી પુસ્તકની સંગીનતામાં જેમ વૃદ્ધિ થવા પામી છે, તેમ તેની કિંમત પણ વધવા પામી છે. ચારે ભાગમાં આ બીજા ભાગનું મૂલ્ય જે વધારે રખાયું છે, તેનું કારણ પણ મુખ્યત્વે આ સિક્કાચિત્રે જ છે. આ પુસ્તકમાં સર્વ સામાન્ય હકીકતને સ્થાન મળેલું હોવાથી, આમ પ્રજાને તે ઉપયોગી થાય તે સ્પષ્ટ અને દેખીતું જ છે. પણ જ્ઞાનની ઈતિહાસિક દષ્ટિએ જોતાં, તેમાં પણ કેળવણી સાથે સંબંધ ધરાવતી સંસ્થાઓને પણ, તે વિશેષ માહિતી આપનારૂં થઈ પડવું જોઇએ એમ અમારી માન્યતા પ્રથમ બંધાઈ હતી. અને તે માન્યતા હવે સાચી પડી છે એમ જણાવતા અતિ આનંદ ઉત્પન્ન થાય છે. કેમકે આપણા મુંબઈ ઈલાકાની કેળવણીની સર્વશ્રેષ્ઠ કટિની સંસ્થા એવી છે મુંબઈ યુનીવરસીટી કહેવાય, તેણે પ્રથમ આ પુસ્તકને અપનાવ્યું. એટલે હિંમત ધરી આ વિષયમાં રસ લેતી અન્ય સંસ્થાઓ, જેવી કે પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીઅમ, કામા ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ, કર્વે યુનીવરસીટી, વનિતા વિશ્રામ, કેટલીક મુંબઈની હાઈસ્કૂલે, દાદર સુખડવાળા અને નેટીવ જનરલ કી લાઈબ્રેરી જેવી અનેક ખાનગી તેમ જ પબ્લીક લાઈબ્રેરી વિગેરે પાસે અમે પહોંચી ગયા. અને ત્યાં પણ તે જ સત્કાર મળે. એટલે વળી વિશેષ જોરમાં આવી, કેળવણી ખાતાના ડીરેકટર ઍફ પબ્લીક સ્કૂલન, એજ્યુકેશનલ ઇન્સ્પેકટર ઑફ ઈન ડીવીઝન, અનેક સ્ટેટેનાં
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy