SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકોનું નિવેદન પુસ્તક પ્રકાશનમાં આદિથી અંત સુધી નડતી દરેક પ્રકારની મુશ્કેલીને જાતિ અનુભવ પ્રથમ વિભાગ પ્રસિદ્ધ કરવામાં થઈ ગયેલ હોવાથી, તેમજ વસ્તુનું લખાણ શુદ્ધ હસ્તાક્ષરે તે કયારનું તૈયારજ હતું એટલે જાહેર કરવાની હિંમત બાંધી હતી, કે હવેથી છ છ માસે દરેક વિભાગ બહાર પાડી શકીશું. પણ ઘણી વખત ન ધાર્યું બની જાય છે. વસ્તુ એમ હતી કે પ્રથમ પુરત, ભાવનગર મુકામે છપાવાયું હતું; એટલે ત્યાં અમુક વખત જાતે હાજરી આપવાની જરૂર પણ પડી હતી, જ્યારે આ પુસ્તક અત્રે વડેદરેજ છાપવાનું હોવાથી ઘણી અનુકૂળતા હતી. પણ પ્રેસવાળા તરફથી અનેકવિધ અને અણધારી અગવડો ઉભી થતાં બે એક ઠેકાણાં બદલવાં પડયાં હતાં, જેથી એક ધારી છાપનું લખાણ કદાચ નહી માલુમ પડે. તે દેશ માટે તેમજ જાહેર કર્યા કરતાં વિશેષ સમય લાગ્યો છે તે માટે ક્ષમા ચાહી, લગભગ બાર મહિને પણ આ દ્વિતીય ભાગ વાચક વર્ગના કરકમળમાં પરમાત્માની કૃપાથી મૂકી શકાય છે તે માટે હર્ષ પ્રદર્શિત કરીએ છીએ. બીજુ સમય બચાવવા મુફ રીડરની સેવા અનિવાર્ય ગણાય છે. ચાલુ લખાણ તપાસવા માટે પારંગત થયેલ કુફરીડરો મેળવી શકાય છે, પણ આ પ્રકારના કાર્યથી જ્ઞાત હોય તેવા હજુ સુધી મળ્યા ન હોવાથી, તે જે પણ અમારેજ ઉપાડે રહો. એટલે પુસ્તક પ્રકાશનમાં ઢીલ થવાનું તે પણ એક સબળ કારણ નીવડયું છે. * આ પ્રમાણે ઢીલ તે પુષ્કળ થઈ છે પણ કહેવત છે કે, જે થાય તે સારાને માટે. એટલે કે વિલંબ થવાથી, જાન્યુઆરીના પ્રારંભમાં પ્રગટ કરવાને બદલે ફેબ્રુઆરીની મધ્યમાં તેની તૈયારી થઈ રહી હતી. ત્યાં પ્રાંતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદ સૂરીશ્વરજીની શતાબ્દિ ઉજવવાના પ્રસંગની યાદ આવતાં, તે માંગલિક પ્રસંગે આ ગ્રંથ સમર્પણ થાય તે સમયાનુસાર ગણાય એમ મનમાં ફુરણા થઈ આવી-કેમકે મૌર્ય સમ્રાટેની જેવી ધર્મ પ્રીતિ હતી અને સમસ્ત મનુષ્ય પ્રાણી તરફ તેમની કલ્યાણ ઈચ્છતી મમતા હતી, તેવી જ બલ્ક તેથી આગળ વધી જાય તેવી આચાર્ય મહારાજની ધર્મપ્રચાર ભાવના તથા શંકાશીલ હૃદયેને ધર્મમાં વાળી દઢ કરવાની અદ્દભુત શક્તિ હતી; એટલે મૌર્ય સમ્રાટેનાં ધર્મપ્રેમને અનુરૂપ થઈ પડે તેવું જ, આ પવિત્ર આત્માનું ચારિત્ર હેઈને, પુસ્તકનું સમર્પણ અતિગ્ય ગણાશે એમ વસા મનમાં વસી ગયું. જેથી તેમના વિદ્યમાન પટ્ટધર આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભ સુરીશ્વરજીને તે વાત જણાવી. અને વસ્તુસ્થિતિ સમજાવતાં, તેમણે પ્રફુલ ચિત્તે અનુમતી આપવા
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy