SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] કેટલાંક સૂત્રે ૨૧૫ કરેલા હતા. કેટલાક ઈટા શબ્દ વપરાશમાં હતા તેને ખ્યાલ પણ આપી દઈએ. દિવાની કોર્ટ = ધર્મસ્થાનીય. ફોજદારી કેટ = કંટક શોધન. પદિક = દશ પદાતિને ઉપરી તે પદિક તેવા દશ પદિકનો ઉપરી તે સેનાપતિ અને તેવા દશને ઉપરી તે નાયક. યુક્ત = સરકારી અમલદાર. ઉપયુક્ત = તાબાને અમલદાર. તપુરૂષ = નકર. પાર્વત = પર્વત ઉપર બાંધેલો કિલ્લો (સરખા પાર્વતીય પ્રદેશને અર્થ ઉપરમાં પૃ. ૧૬૨. ) ઔદક = પાણીની વચ્ચે બાંધેલ કિલે. ભૂતક = કામચલાઉ સેના (auxilliary force જેવું હશે ). અગ્નિયોગચૂર્ણ = દારૂ (gunpowder) પત્તિબળ = પદાતિઓ Infantry ચારક = ચકી ( Police ). પરિહારક = કરવેરાથી જે ગામ મૂક્ત હોય તે. આયુધીય = જે ગામ લશ્કરી માણસ પૂરું પાડતું હેય તે ( સરખાવો આયુદ્ધાઝ શબ્દ પુ. ૧, પૃ. ૫૯-૬૦ ). જેમ અનેક રાજાઓ, પિતાના રાજ્યા ભિષેક થયા બાદ જે નામ તેનાં વિધ વિધ રાખવામાં આવ્યું હોય છે નામ તે નામે સામાન્યતઃ નહીં ઓળખાતા, તેમના ગુણજન્ય કે જીવનની અન્ય કોઈ ઘટના ઉપરથી પડી ગયેલ નામ૪૧ ઉપરથી ઇતિહાસમાં આળખાઈ જાય છે, તે પ્રમાણે ચંદ્રગુપ્ત સમ્રાટના આ ઉત્તરાધિકારીનું નામ બિંદુસાર હતું. આ નામ કેમ પાડવામાં આવ્યું હતું તે હકીકત આપણે ૫. ૧૮૦માં જણાવી ગયા છીએ. બાકી રાજ્યપદે આવ્યા પછી તેનું નામ શું પાડયું હશે તે નિશ્ચિતપણે આપણે કહી શકીએ તેમ નથી જ. છતાં એટલું જણાવવું બસ થશે કે, (દેવચંદ્રકૃત ૧૮૩૮ ) રાજાવલિકથા નામના પુસ્તકમાં ચંદ્રગુપ્તના પુત્ર અને વારસનું નામ સિંહસેન લખ્યું છે. જયારે એક ઈતિહાસવેરિએર વાયુપુરાણના આધારે તેનું નામ ભદ્રસાર જણાવ્યું છે. જ્યારે જૈન શ્વેતાંબર આમ્નાયના ગ્રંથમાં તેને અમિત્રકેતુ તરીકે જણાવ્યું છે. પણ આધુનિક વિદ્વાનોએ જે તેને અમિત્રધાત તરીકે ઓળખાવ્યો છે તે તે માત્ર ભ્રાંતિરૂપ જ છે. કેમકે તેમણે સેંકોટસ એટલે ચંદ્રગુપ્ત ગણીને, તેની પછી ગાદીએ આવનારનું નામ અમિત્રઘાટ હોવાથી, બિંદુસારને તે નામ લાગુ પાડયું છે. પણ હવે જ્યારે સેંકોટસ એટલે અશોકવર્ધન એમ સાબિત થાય છે, ત્યારે અમિત્રઘાતનું, ઉપનામ તે તે અશોકની પાછળ ગાદીએ આવનાર સમ્રાટ પ્રિયદર્શિનને જ લાગ પાડી શકાશે. અને ખરી રીતે છે પણ તેમજ. તે આપણે તેમના ચરિત્ર લખતાં જોઈશું. બિંદુસાર ચંદ્રગુપ્ત મહારાજાએ દીક્ષા લીધા પછી, તેમની ગાદીએ, તેમને પુત્ર બિંદુસાર, મગધને સમ્રાટ થયો. જે સમયે તે રાજ્યાસને આરૂઢ થયે તે વખતે તેની ઉમર બહુ નાની હતી. જેથી તે બાળરાજા'૦ કહેવાતો. ( ૪ ) વડો લાઈ. સંપ્રતિ કથા ૫, ૭૦. ( ૧૧ ) જેમ બિંબિસારને શ્રેણિક નામથી, અજાતશત્રુને કૃણિક નામથી, નંદબીજાને કાળાશકથી, પ્રિયદશિનને સંપ્રતિ નામથી ઓળખાવાય છે તેમ. ( ૪૨ ) . ડ. પૃ. ૧૧ (૪૩) જુએ સમ્રાટ પ્રિયદર્શિનના વર્ણનમાં
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy