SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. ધર્મ શું હેઈ શકે? અહીં તે તેમનાં માનસ કેવાં હોય છે, તેને અનુલક્ષીને જ આ કથનને સાર કાઢવા માટે વાક્ય રજુ કર્યું છે. આ લંબાણ ચર્ચાને નિષ્કર્ષ એટલે જ નિકળે છે કે, પંડિત ચાણક્ય વૈદિક અનુયાયી નથી, પણ કાં બૌદ્ધ કે જૈન છે. અને બૌદ્ધ તે નથી જ એમ ઉપરનાં વૃતાંતથી જાણી ચુકયા છીએ. એટલે જન જ છે–ચંદ્રગુપ્તના જ ધર્મને અનુસરનારો છે. એમ નિર્વિવાદિત પણે સાબિત થાય છે. (3) Mudra-rakshasa, which drammatises the story of Chandragupta 130tells us "that Jains held a prominent position at the time and that Chanakya, who was the prime agent in the revolution, employs a Jaina as one of his emissaries. મુદ્રારાક્ષસ નામનું જે પુસ્તક છે અને જેમાં ચંદ્રગુપ્ત રાજાની હકીકત નાટક રૂપે ઉતારી છે, તેમાં લખેલ છે કે, તે સમયે જેને ઉચ્ચ સ્થાન ભોગવતા હતા તેમજ ચાણક્ય, તે ક્રાંતિમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. વળી તેણે પિતાના દૂત તરીકે એક જનીની જ સેવા કામે લીધી હતી.” આમાં ચાણકયને, તે સમયની ક્રાંતિમાં ભાગ લેનાર તરીકે, તથા બીજા કોઈ વર્ણના માણસ કરતાં જન ધર્મની જ સેવા લેનાર તરીકે જે જણાવ્યો છે તે બને હકીકત પોતે જૈન ધમનુયાયી હોવાનું વિશેષપણે અનુમાન કરવા આપણને પ્રેરે છે. આ પ્રમાણે ત્રણે વિદ્વાનોની, જ્યારે દલીલ મજબૂત છે, ત્યારે આપણે તેમના મતને ગ્રાહ્ય કરવો જ રહે છે. છતાં એક બારગી સર્વેની દલીલો નબળી પોચી હતી, તે સામાન્ય નિયમ એ જ કહેવાય છે, જેમાં વિશેષ સંખ્યાનું ઢળણવલણ–હોય તે પ્રમાણે જ માન્ય રાખવું રહે. તે ઉપરથી મજબૂત પણે આપણે માની લેવું રહેશે, કે પં. ચાણક્ય જન્મથી ભલે બ્રાહ્મણ હતું છતાં ધર્મપાલનમાં તે જૈન ધર્મી હતે. તે પોતે મગધપતિ બન્યો તે પૂર્વે નાના વિસ્તારને ભૂપતિ હતા તે અન્ય એતિહાસિક ચોકકસ છે. અલબત તેણે બનાવે ક્યાં રાજ્યગાદી સ્થાપી હતી તે હજુ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.પણ સંભવિત છે કે, અંગદેશ અને વંશ દેશની વચ્ચેના પહાડી મૂલકમાં ( કે જયાં હાલને છત્તીસગઢ તાલુકે અને બસ્તર રાજ્ય આવેલું છે તે પ્રદેશમાં 135) કયાંક સ્થાપ્ના કરી હતી. (મ. સં. ૧૪૫=ઈ. સ. પૂ. 382 ) ને ધીમેધીમે કેટલાક ભાગ પાછળથી મેળવી ત્યાં પોતાના સ્થાનની દઢતા. કરી લીધી હતી. પછી આડું ને અવળું કોઈપણ જાતના નિયમ, લશ્કરી યોજના, કે વ્યુહ રચના કર્યા સિવાય, જ્યાં ને ત્યાં આક્રમણ કરવાનું શરૂ કરી દીધું હતું. પણ તેમાં ફળીભૂત થયો નહોતો. તેવામાં કંઈ જંગલમાં ડોશી અને તેણીના પુત્રને ખીર રાંધીને ખાવા સંબંધીને અને ત્યાં અનાયાસે પિતે તથા ચાણક્ય જઇ ચડયાને અને માર્મિક ઉપાલંભ સાંભળ્યાનો પ્રસંગ બન્યો હતો તે કાળથી તેણે પોતાની રાજનીતિ બદલી હતી. પ્રથમ તે પાસેના વિદર્ભપતિ, શાતકરણી કૃષ્ણ ( ત્રીજો અંધપતિ હો ) ના રાજ્ય ઉપર ચડાઈ લઈ ગયો. અને તેની સાથેના યુદ્ધમાં (મ. સં. ૧૫૩-૪=ઈ. સ. પૂ. 33) તેને માર્યો અને તે મુલક પિતાના કબજે કર્યો. આ જીતથી તેના પગમાં જેર આવ્યું ખરું, પણ હજુ મગધ સમ્રાટ જેવા સમર્થ નૃપતિની સામે એકલા હાથે જ ઝઝુમવા જેવું બળ પ્રાપ્ત થયું ન કહેવાય. ( 130 ) જેનીઝમ ઇન નૈર્થન ઇન્ડીઆ પૃ.૧૩૦. (131 ) જેઓ ચેદિદેશની હકીકત 5. ત્રીજું. ( 132 ) જુઓ ઉપર પૃ. 167, ( 133 ) જુએ પુ. 4 ચું,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy