SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. ચંદ્રગુપ્ત ખરે કે ? ૧૫૭ મેં કેટસની ચંદ્રગુપ્તની સાથે જે સરસ રીતે ઓળખાણ–તે બને એક જ છે એમ-કરી બતાવી છે, તેને સંપૂર્ણ આધાર તે બન્નેની વ્યક્તિગત ઇતિહાસની સાદશતા અને, તેમનાં નામની સીધી રીતની સામ્યતા-આ બે બાબત ઉપર, લેવાયો છે.” એટલે કે મેં કેટસને જે ચંદ્રગુપ્ત ઠરાવાયો છે તેમાં સર વિલિયમ જેમ્સ બે મુદ્દા ઉપર આધાર રાખ્યો છે, એમ સર કનિંગહામ સાહેબનું માનવું થાય છે. અને તે બે મુદ્દો આ પ્રમાણે ગણે છે. (૧) તે બન્નેનાં જીવનમાં સરખાપણું છે તથા (૨) તેમનાં નામના ઉચ્ચાર પણ મળતા આવે છે. હવે આ બન્ને મુદ્દા આપણે તપાસીએ. પ્રથમ તે બનેનાં જીવન વૃત્તાતેના સરખાપણાને પ્રશ્ન લઈએ; તેમના જીવનના કયા કયા બનાવો સર કનિંગહામે સરખા હોવાનું માન્યું છે, તે જો કે તેમણે જણાવ્યું નથી, એટલે આપણે નક્કીપણે તેના ગુણદોષ તપાસી શકતા નથી, પણ તેની કલ્પના જ માત્ર કરવી રહે છે. ધારીએ છીએ કે, સેંકેટસનું જે વર્ણન તેમના જેવા વિદ્વાને ઈગ્રેજી ફકરામાં કર્યું છે અને જેનું અવતરણ આપણે અશેકવર્ધનના વૃત્તાંતમાં કરવાના છીએ, એમ ઉપરમાં જણાવી પણ ગયા છીએ, તેમાં સમાયલા ખ્યાન પરત્વેજ હશે. અને તેના ઉપર વિવાદ તે આપણે તે સ્થાને જ કરવાના છીએ, એટલે અત્રે તે માત્ર આટલો અંગુલિનિર્દેશ કરીને અટકીશું. હવે બીજે મુદ્દો, જે બન્નેનાં નામની સામતાને છે તે તપાસીશું. બન્ને નામ વચ્ચે સામ્યતા છે એમ કહેવાનો ભાવાર્થ એ રીતે સમજી શકાય. (એક) તે બન્ને શબ્દનો અર્થ એક બીજાને મળતો હોય, અથવા (બીજી રીતે) તે બે નામને ઉચ્ચાર કદાચ એક સરખો પણ લખ્યો હોય. સેંડ્રેકેટસ તેમજ સેંડોસીસ કે તે કોઈ શબ્દ ગ્રીક ડીક્ષનેરીમાં ગોત્યો જડતું જ નથી. પણ તે શબ્દ ( ૯ ) આ સજ્જનનું નામ, ભાવનગર નિવાસી કદાચ સમાસ થઇને બન્યા હોય એમ ગણી, સેકેટોસમાં સેંડસ અને કોટસ કે કટોસ લઈએ; અથવા સેંડ્રેસીપ્ટસમાં સેંડ્રેસ અને સીસ લઈએ તે લેખી શકાય. આવા શબ્દો પણ ગ્રીક શબ્દકોષમાં નથી. જે કાંઈ તેમાં મળી આવે છે, તે હજુ કટોસ શબ્દ છે, જેને અર્થ અંગ્રેજીમાં સેરીબેલમ ( cerebellum ) થાય છે અને ગુજરાતીમાં તેને અર્થ કરીએ તે મનુષ્યના મસ્તકની પરીની અંદર જે મગજ આવેલું છે તે. આ મગજના બે ભાગ વૈદક શાસ્ત્રમાં જણાવ્યા છે. આગળનો ભાગ મોટો છે તેને સેરીબ્રમ ( cerebrum ) કહેવાય છે અને પાછલો ભાગ નાનો છે તેને સેરીબેલમ ( cerebellum ) કહેવાય છે. જ્યારે સેંસ નામને, કે તેના જેવો કોઈ શબ્દ જ નથી મળતો. આ શબ્દની વ્યુત્પત્તિ માટે તજજ્ઞ બીજા એક બે વિધાનની સલાહ લીધી, તે તેઓ પણ તે વિશે કાંઈ પ્રકાશ પાડી શક્યા નહીં. મતલબ કે અત્યારે આપણે તે શબ્દના અર્થમાં મળતાપણું હોવાને પ્રશ્ન કરે મૂકી રાખવો પડશે. હવે ઉચ્ચારની સામ્યતા વિશે વિચારીશું. દેખીતી રીતે તે સેંડ્રેકેટસ અને ચંદ્રગુપ્ત તે બેમાં સામ્યતા આપણને લાગતી નથીજ. છતાં પરભાષાના કઠિણ શબ્દોના ઉચ્ચારમાં જે મુશ્કેલી અને અગવડતા માણસને ખમવી પડે છે, તેને વિચાર કરતાં પણ બેમાં એટલું બધું સામ્યપણુ જેવું તે નથી જ લાગતું, કે એક શબ્દને બીજા શબ્દ તરીકે જ હેવાનું એકદમ છાતી ઠોકીને કહી દેવાય. છતાં કાંઈક મળતાપણું દેખાઈ આવે છે ખરું. પણ તેને અર્થ એમ કરી ન જ શકાય કે, મૂળ ગ્રંથકારને આશય સંકટસ એટલે ચંદ્રગુપ્ત કહેવાને હોય. આ સંબંધમાં તે વિષયના કાંઈક અભ્યાસી એવા એક સજજનના૯૧ વિચારે અત્રે જણાવવા ઉપયોગી ધારું છું. તેમનું શ્રીયુત હીરાલાલ અમૃતલાલ શાહ, બી એ. છે. હાલ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy