SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સેંકેટસ તે [ ચતુર્થ ઉપરાંતના અન્ય અનેક પ્રસંગે ૮૦ બન્યા નોંધાયા છે, તે સર્વે બંધબેસતા આવી શકે છે. અને જે તે પ્રમાણે ગણાય તે જન્મ મ. સં. ૧૨૯ માં લેતાં, અને સ્વર્ગગમન મ. સં. ૧૮૧માં ગણતાં તેમની ઉમર પર વર્ષની જ સ્વીકારવી પડશે. નહીં કે ૬૨ વર્ષની; અને સત્ય પણ તેજ પ્રમાણે છે. આ બધી ચર્ચા ઉપરથી એજ નિર્ણય ઉપર આવવું રહે છે કે, ( ૧ ) ચંદ્રગુપ્તને જન્મ મ. સં. ૧૩૦=ઈ. સ. પૂ. ૩૯૭ ની આસપાસ થયો છે. ( ૨ ) તેનું મરણ મ. સં. ૧૮૨= ઇ. સ. પૂ. ૩૪પમાં થયું છે. ( ૩ ) તે વખતે તેની ઉમર ૫ર વર્ષની હતી. ( ૪ ) અને બાર વર્ષ સુધી દીક્ષિત પણે, સાધુ તરીકે તે રહ્યો હોવાથી પિતાની ૪૦ વર્ષની ઉમરે તેણે ગાદી ત્યાગ કર્યો હતે ( ૫ ) તથા ૨૪ વર્ષ પર્યત તેણે રાજ્ય કર્યું છે (૬) એટલે ૧૬ વર્ષની ઉમરે જ ગાદીપતિ બન્યો હતો અને (૭) રાજપદે આવ્યા પછી નવ વર્ષે એટલે ૨૫ વર્ષની ઉમરે, તે મગધ સામ્રાજ્યને સ્વામી થયા હતા. સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્ય કાળની તારીખે, હવે ઉપર પ્રમાણે નિર્વિ. સેકેટસ તે વાદિત રીતે સાબિત થઈ ચંદ્રગુપ્ત ખરો કે? ગઈ છે. એટલે હવે એક | મુખ્ય બાબતને નિર્દેશ કરવાની ખાસ જરૂરિયાત ઉભી થાય છે. અને તે એ છે કે, પ્રાચીન સમયે ઇ. સ. પૂ. ૩૨૭ માં ગ્રીક શહેનશાહ અલેકઝાંડરે હિંદ ઉપર ચડાઈ કરી તે વખતના હિંદી સમ્રાટનું નામ ગ્રીક ઇતિહાસકારેએ સેંડ્રે કેટસ આપ્યું છે. અને પાશ્ચાત્ય વિધાનએ, તેને ચંદ્રગુપ્ત ઠરાવી, ભારતદેશના આખા પ્રાચીન ઇતિહાસની રચના તે ઉપર કરી નાંખી છે. પણ તે સ્થિતિ સંભવિત છે કે કેમ ? તે માટે ભિન્ન ભિન્ન ગ્રંથકારોનાં મંતવ્ય રજુ કરી, તેમની દલીલો તપાસી ખરૂં રહસ્ય તારવીએ. આ મુદ્દા ઉપર બહુ લંબાણ પૂર્વક વિવેચન થઈ જાય, તે પણ તેને સંતવ્ય ગણીશું. કેમકે, જ્યારે આખા ઇતિહાસની રચનાને આધાર જ તે હકીક્ત ઉપર લેવાય છે, અને તે હકીકત મૂળ પાયામાં જ બેટી પુરવાર થાય તેમ છે, તે પછી તે ઉપર રચેલે ઇતિહાસ પણ કેટલો પ્રમાણ ભૂત લેખી શકાશે ? ( ૧ ) ખરી રીતે તે જે સે કેટસ નામની વ્યક્તિને ઇ. સ. પૂ. ૩૨૭માં ઇતિહાસકારોએ મગધ સમ્રાટ માન્યો છે, તે ચંદ્રગુપ્ત નહેતે એમ આપણે ઉપરમાં, ગણિત શાસ્ત્રના આધારે આંકડા આપીને, ચંદ્રગુપ્તના રાજ્યની તારીખો નક્કી કરતાં સાબિત કરી ગયા છીએ. તેમાં તેને રાજ્ય કાળ ઈ. સ. પૂ. ૩૭૨ થી ૩૫૮ ૨૪ વર્ષને બતાવ્યો છે અને તે બાદ બારેક વર્ષ સુધી, સાધુ પણે તે જીવંત રહીને ઇ. સ. પુ. ૩૪૬માં મરણ પામ્યા છે. એટલે જ્યારે ઇ. સ. પૂ. ૩૨૭ માં એલેકઝાંડરે ચડાઈ કરી ત્યારે તે, ચંદ્રગુપ્તને ગાદી ત્યાગ કર્યાને ખાસાં ૩૦ વર્ષ અને તેને મરણ પામ્યાને પણ અઢારેક વર્ષ પસાર થઈ ગયાં હતાં. પછી તે બન્ને ને (ચંદ્રગુપ્તને અને અલેકઝાંડરને ) સમકાલિન કહેવાય જ શી રીતે ? (૨) એક લેખકે૮૧ જણાવ્યું છે કે “ Between the fall of the Nandis and the accession of Chandragupta, the Jain works are absolutely silent on Alexander's invasion. = નંદી રાજાઓની પડતી અને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ વચ્ચે, અલેકઝાંડરની ચડાઈ વિશે, જૈન ગ્રંથમાં એકદમ મૌન સેવાયું છે ' એટલે કે લેખક મહાશયને પિતાને જ શંકા થઈ છે કે, જે ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક થયો તે ' લi, ( ૮૦ ) જેમાં એક પ્રસંગ મહારાજા બિંદુસારનું જીવન લખતાં, ચાણકયની ઉમરને પ્રશ્ન ચર્યો છે તે જુઓ. (૮૧ ) જુઓ છે. હી. ક. પુ. ૫. ૧૯૨૯, પૃ. ૭
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy