SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ઉમર ૧૫૩ કનિષ્ઠ (ત્રીજા) પુત્રે પંડિતજીનું અપમાન કર્યું છે; હવે તે પુત્ર પણ તે સમયે અપમાન કરવા જેવી ઉમરને તે હોવો જોઈએ જ ને ! અને સ્થિતિ પણ તેમજ હતી, કેમ કે પેક કુમાર બારથી ચૌદની ઉમરને હતે. મધ્યમ ૧૦ વર્ષ અને કનિષ્ઠ સાતેક વર્ષની ઉમરને હતો.૭૫ વળી રાજા મહાનંદ સમ્રાટ બને ત્યાં સુધી તે પરિણીત જીંદગીમાં હોઈ જ ન શકે–અને તે પણ નહીં; ત્યાં સુધી તે કેવળ સાધારણ પંક્તિના એક શ્રદ્ધજન અથવા બહુ તે સામાન્ય રાજકુંવર તરીકે વિહરતે હતે. તેનું ભવિષ્ય તપાસીને જ કઈ જાતિધરે પોતાની પુત્રીને પ્રથમ પરણાવી હતી–એટલે કે મ. સં. ૧૧૨ માં સમ્રાટ બન્યા પછી, રાણીઓ પર હતું અને કાળ ક્રમે પુત્ર રત્નોની સંપત્તિ સાંપડી હતી. આ પરિસ્થિતિમાં રાજ્ય પ્રાપ્તિ પછી સાત વર્ષના કાળમાં જ, ત્રણ પુત્રોની પ્રાપ્તિ થવી અને તેમાંય જયેષ્ઠ પુત્રની ઉમર ૧૪ વર્ષની થવી તે શું સંભવી શકે? નહીં જ. પાંચમી તરફ એમ હકીકત છે કે, ચંદ્રગુપ્ત ઉમર લાયક થયો કે તુરત જ પંડિતજી આવીને તેને તેડી ગયા છે. અને તેને અધ્યક્ષ સ્થાને સ્થાપી, તેની સરદારી તળે આસપાસના પ્રદેશમાં રંજાડ ઉભી કરી, લુંટફાટ મેળવવા માંડી છે. અને ચંદ્રગુપ્તને રાજા તરીકે સ્થાપ્યો છે. હવે ઇતિહાસના જ્ઞાન ઉપરથી આપણને માહિતી મળે છે કે, તે સમયે પુખ્ત ઉમર લગભગ ચૌદ વર્ષે ગણવામાં આવતી હતી. એટલે કે, ચંદ્રગુપ્તને રાજ્ય પ્રાપ્તિને સમય જે આપણે ઉપર૬૭ ઈ. સ. પૂ. ૩૮૧=મ, સં. ૧૪૬ માં ગણું છે; તેના હિસાબે તેને જન્મ મ. સં. ૧૩૨ ની લગભગ આવે છે, અને તે સાલ તે રાજા મહાનંદના રાજ્યકાળની ૨૦મી સાલ ગણાય, નહીં કે સાતમા આઠમા વર્ષની, એટલે કે મ. સં. ૧૧૯ની. - છઠ્ઠી બાજુ પંડિતજીનું મરણ ૮૨ વર્ષની ઉમરે થયું ગણાય છે.૮ તેને મેળ મેળવીએ તે પણ મ. સં. ૧૧૯ની સાલમાં એટલે રાજા મહાનંદ રાયે પ્રથમના સાત આઠ વર્ષમાં ચંદ્રગુપ્તનો જન્મ ઘટાવી નથી શકાતે. પંડિતજીનું મરણ સમ્રાટ બિંદુસારના રાજ્યઅમલના લગભગ મધ્યકાળે થયું છે. એટલે કે બિંદુસારને રાજ્ય અમલ ઈ. સ. પૂ. ૩૫૯ થી ૩૩૦ ગણાય છે. જેથી પંડિતજીનું મરણ ઈ. સ. પૂ. ૩૪૪ આશરે ગણવું રહે છે. અને ઇ. સ. પૂ. ૩૪૪ અથવા મ, સં. ૧૮૩માં તેમની ૮૨ વર્ષની ઉમર ગણતાં તેમને જન્મ મ. સં. ૧૦૦ ની લગભગ આવે છે. હવે જે પંડિતજીનું અપમાનિત થવું અને ચંદ્રગુપ્તને જન્મ થવો મ. સં. ૧૧૯માં લઈએ, તે તે સમયે પંડિતજીની ઉમર કેવળ ૧૮ વર્ષની જ થઈ. તે પ્રશ્ન એ થાય છે કે, મહાનંદના રાજ્ય પ્રતિષ્ઠા સંપાદન કરવાને જે દશબાર વર્ષ તેમને ગાળવા પડયા હોવા જોઈએ, તે ત્રણત્રીથી તો તેઓ કેવળ ચાર પાંચ વર્ષની ઉમરે જ મહાપંડિત બની મગજમાં આવવા જોઈએ ! તે શું સંભવિત છે ? નહીં જ, આવી અનેક ઐતિહાસિક ઘટનાને સમય જે વિચારીએ છીએ, તે સ્પષ્ટ તરી આવે છે કે રાજા ચંદ્રગુપ્તને જન્મ મ. સં. ૧૧૯ માં થયો નથી જ, પણ મ. સં. ૧૨૯ ની આસપાસ થયાનું જે ગણીએ, તે જ બધી પરિસ્થિતિવાળા બનાવો (ઉપરના છ મુદ્દા વર્ણવ્યા છે તે) તથા તે ( ૭૫ ) જુઓ પુ. ૧ પૃ. ૩૯૦ (૭૬) જુઓ રાજા પ્રિયદર્શનનું દૃષ્ટાંત. જુઓ રાના ખારવેલનું દષ્ટાંત: જુઓ જૈનતીર્થકર મહાવીરનું દwાંત: જુઓ અશોકનું દૃષ્ટાંતઃ એમ અનેક દૃષ્ટાંત રજુ २० કરી શકાશે જુઓ પુ. ૧. પૃ. ૩૧. (૭૭) જુઓ ઉ૫ર ટી. નં. ૭૨. ( ૭૮ ) જુઓ આગળ ઉપર બિંદુસાર રાજે, (૭૯ ) જુઓ તેમને જીવન વૃત્તાંતે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy