SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રગુપ્તનો [ચતુર્થ ( ૬ ) શ્રવણ બેલગોલના લેખ આધારે જણાય છે કે ચંદ્રગુપ્તનાપુ ગુરૂનું નામ શ્રી ભદ્રબાહુ હતું. અને જૈન મત પ્રમાણે ( બન્ને શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયની માન્યતા પ્રમાણે છે તેમને ધર્મશાસનકાળ મ. સં. ૧૫૬ થી ( ઇ. સ. પૂ. ૩૭૧ ) ૧૭૦ સુધી ( ઈ. સ. પૃ. ૩૫૭ સુધી ) ૧૪ વર્ષનો ગણાય છે. એટલે સાર એ થયો કે, સમ્રાટ ચંદ્રગુપ્ત પણ તેમના સમકાલિન તરીકે તે અરસામાં જ ( ઈ. સં પૂ. ૩૭૧ થી ૩૫૭ સુધી ) હોઈ શકે; નહીં કે યવન શહેનશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટ જ્યારે ઇ. સ. પુ. ૩૨૭ માં હિંદ ઉપર ચડી આવ્યો, ત્યારે જે સે ડ્રેકેટસ નામની વ્યક્તિની-પૂર્વ હિંદના સમ્રાટની-તેણે મુલાકાત લેવાને પ્રસંગે ઉપસ્થિત થયો હતો અને તે સમ્રાટ સેક્રેટસને, જેમ વર્તમાન કાળના વિદ્વાનોએ મૌર્ય ચંદ્રગુપ્ત ઠરાવી દીધો છે અને તે આધારે તે સેંડે કેટસ ઉફ ચંદ્રગુ તને સમય પણ ઈ. સ. પૂ. ૩૨૭ની આસપાસને ગણાવવા તત્પર થયા છે તેમ. (મતલબ કે સેંકેટસ તે ચંદ્રગુપ્ત પણ નથી, તેમ ચંદ્રગુપ્તને સમય ઇ. સ. પૂ. ૩૨૭ પણ નથી, પણ ઇ. સ. પૂ. ૩૭ર ને છે. ) (૭) જેમ નં. ૫ અને નં. ૬ની બને દલીલો, જૈન સંપ્રદાયના બન્ને ફિરકા–વેતાંબર દિગંબરને માન્ય રહે તેવા મુદા લઈને ચર્ચા કરી છે. તેમ બનેને સંમત છે એવી ત્રીજી હકીકત આપણી આ ચર્ચાને સમર્થન આપે તેવી, અને ઐતિહાસિક દૃષ્ટિથી પુરવાર થયેલી છે, તેવી અત્રે રજુ કરીશું. આ પુસ્તક પહેલામાં, નવમાનંદ અથવા મહાનંદના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે, તેને મહામંત્રી નામે શકરાળ હતું. આ શકડાળને બે પુત્ર હતા, મોટાનું નામ ભૂલીભદ્ર અને નાનાનું નામ શ્રીયક. એકદા મહામંત્રી શકડાળ ઉપર (૪૫) આ ચંદ્રગુપ્ત અને ભદ્રબાહુનો સંબંધ શિષ્ય અને ગુરૂપણે કહેવાય? વળી દિગંબર સંપ્રદાયમાં, એકબીજા ભદ્રબાહુ થયા છે અને તેમના શિષ્ય નહીં પણ પ્રશિષ્યનું નામ ગુપ્તિચંદ્ર હતું. એટલે ઉપરના ગુરૂ શિષ્ય ( ભદ્રબાહુ અને ચંશુપ્ત )ને આ બીજા ( ભદ્રબાહુ અને ગુપ્તિચંદ્રને ) કરાવી દીધા છે. આ બાબત કેમ થવા પામી છે, તે આગળ ઉપર વળી કહેવાશે. હાલ તો નીચેની ટીકા નં. ૪૬ જુઓ. ( ૪૬ ) આ ભદ્રબાહુ તે તેજ છે કે, જે શ્રી મહાવીરની છઠ્ઠી પાટે થયા છે અને જેમને બન્ને સંપ્રદાય વાળાએ છેલ્લા શ્રુતકેવળી ગણાવ્યા છે. તેમને સમય મ. સં. ૧૫૬ થી ૧૭૦ = ૧૪ વર્ષને કહેવાય છે. ( ૪૭) પુ. ૧ લામાં જણાવી ગયા છીએ કે, નંદિવર્ધન પહેલાના સમયે, અવંતિને પ્રદેશ (મ. સં. ૬૦ = ઇ. સ. પુ. ૪૬૭ માં ) મગધ સામ્રાજ્યનું એક અંગ બની ગયા હતા. અને ત્યારથી અવંતિ પ્રદેશ ઉપર, મગધ સમ્રાટની આણ ચાલી આવતી હતી, નંદ પહેલાથી માંડીને નવમાનંદ સુધી તે નંદવંશી રાજ્ય અમલ તળે રહ્યો. અને પછી મગધ ઉપર મૌર્યવંશી રાજ્ય અમલ શરૂ થતાં, અવંતિ દેશ પણ મૌર્ય રાજાની સત્તામાં આવ્યું. એટલે ચંદ્રગુપ્ત મૌર્યની હકુમતમાં અવંતિ આવ્યો હતો. આ ચંદ્રગુપ્ત અને ચાણકયે રાજકીય કારણોમાં જે અનેક ફેરફાર કર્યા છે, તેમાંનું એક એ પણું હતું, કે અવંતિમાં પિતાને એક સૂબો અથવા તે રાજકુમારને નીમતા. બનવાજોગ છે કે ચંદ્રગુપ્તને પોતાના યુવરાજ બિંદુસારને અંહી સૂબા તરીકે નીમવાની ઇચ્છા થઈ હોય, પણ તેની નાની ઉમર અને નાજુક તબીયતને લીધે પોતે જ ત્યાં અવારનવાર જઈ આવવાનું રાખ્યું હતું. અને તેટલા માટે પોતાના નિવાસસ્થાન સારૂ, રાજમહેલ વિગેરે બનાવ્યા હતા. વર્ષના અમુક વખતે ત્યાં તે રહેતા અને સૂત: આવા કાળ દરમ્યાન એકદા તેને સળ સ્વપ્નાં લાધ્યાં હતાં, જેનું નિરૂપણ તેણે પિતાના ગુરૂશ્રી ભદ્રબાહસ્વામિ જે ત્યાં અવંતિમાં તે સમયે સ્થિત થયા હતા, તેમની પાસે નિવેદિત કર્યું હતું. ( એટલેજ શ્રીભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત મેળાપ અવંતિમાં થયો હતો ) સરખાવો ઉપરનું ટી. નં. ૪૫ ની હકીકત. મુનિશ્રી કલ્યાણવિજયનું માનવું એમ છે કે (ાઓ “જૈનકાળગણના” નામને તેમને નિબંધ. ૧૯૮૭ માં છાપેલ પૂ. ૬૮ ) ભબાહુ અને ચંદ્રગુપ્ત સમકા |
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy