SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ નવમાનંદ સાથેના [ ચતુર્થ દેહલે ઉત્પન્ન થયો હતો. તે કેઈનાથી પૂર્ણ થતું નહોતું. જેથી દિવસનુદિવસ બાઈ મુરા કષિત થતી ગઈ. અંતે એક ચાણક્ય નામના બ્રાહ્મણ પંડિતે તેને દેહલે, એવી શરતે પૂર્ણ કર્યો કે, તે ગર્ભમાં રહેલ બાળક જે પુત્રરૂપે અવતરે, તે તે પુત્રને ઉમર લાયક થતાં પિતાની ઇચછા હોય, તે તેને (ચાણક્યને) પિતાને સોંપવો. સભાગે પુત્રજ અવતર્યો અને ઉત્પન્ન થયેલ દાહલા અનુસાર ચંદ્રગુપ્ત નામ પાડયું. આમાં મયૂરપષક૨૫ શબ્દથી, અને કઈ અજ્ઞાત પિતાના સૂચનથી વાંચકના મનમાં, ચંદ્રગુપ્તના માતૃપક્ષના મોભા માટે કાંઇક હલકે મત બંધાય છે. તે એટલે સુધી કે, કેટલાક ગ્રંથકારોએ બાઈ મૂરાને શુદ્ધ જાતિની ચીતરી બતાવી છે. આમ કરવાનું કારણ ગમે તે હો. પણું અનુમાન જાય છે કે, નવાનંદ પોતે દ્વાણી પેટે ઉત્પન્ન થયેલ હતો; અને તેથી તેની પાછળ આવનારને–પછી વારસ છે, કે અન્ય સંબંધી હે કે અન્ય જ્ઞાતિજન હોય તેનેન એટલે અંહી ચંદ્રગુપ્તને) તેના પુત્ર તરીકે જ અંકિત કર્યો. આ શાણી પેટે જન્મેલને -પછી સામાન્ય પુરૂષ કે રાજા હોય તે પણ તેને- અંહી મહાનંદ ઉર્ફે નવમાનંદ સમજવો ), સમાજમાંથી ઉંચ પત્નિ મળેજ નહીં; તેવા મન કલ્પિત માન્યતાનુસાર એમ ઠરાવી દીધું, કે રાજા નવમેનંદ પણ શુદ્ધ જાતના કોઈ મયૂરપષકની મુરા નામની દીકરીને પરણ્યો હતો અને તેણીથી આ ચંદ્રગુપ્તને જન્મ થયેલ છે. અને આ માન્યતા અનુસાર ચંદ્રગુપ્ત તે નવમાનંદને પુત્ર થાય. પણ જ્યારે આપણને એમ ખાત્રી થાશે કે મૌર્ય નામની તે કોઈ ઉચ્ચ ક્ષત્રિય જાતિ છે ત્યારે આપોઆપ આ બધાં અનુમાન અને ભ્રાંતિઓ નષ્ટ થઈ જશે. સંબંધ” વાળ પારિ. આગળ ઉપર) પિતાના નામ તરીકે મેહપાળને બદલે મારપાળ હજુ હોઈ શકે ખરૂં. કેમકે મારપાળનો અર્થ એમ થાય છે કે, મેરને પાળનાર તે મારપાળ. પછી તે નવમાનંદના મોરખાતાને (તે વખતે રાજાઓ મેરનાં માંસને વધારે મહત્ત્વ આપતા હતા-જુઓ સમ્રાટ પ્રિયદર્શિનનો ખડક લેખ ) ઉપરી અધિકારી હોય, પણ જ્ઞાતિએ ક્ષત્રિય ન પણ હોય, છતાં તે રાજાના તાબે નોકર હેવાથી, તેને મયૂરપષક કહી શકાય. તેવા પુરૂષની મુરા નામે સ્વરૂપવતી કન્યા હોય અને તેની સાથે રાજા મહાનંદ પર હોય તેમ પણ બની શકે (જેમ મહાપ બેશદ્વાણી પરણ્યો હતો તેમ) અને તેણીના પેટે ચંદ્રગુપ્તને જન્મ થયું હોય. આ સ્થિતિમાં ચંદ્રગુપ્તને ક્ષત્રિય પણ કહી શકાય, તેમ મુદ્રારાક્ષસમાં કહ્યા પ્રમાણે ( જુઓ નીચેની ટીકા ૨૬) વૃષલ પણ કહી શકાય. આ પ્રકારની કલ્પનાને પણું સ્થાન હોઈ શકતું નથી, કેમકે મૂળે ચંદ્રગુપ્ત અને નવમાનંદ વચ્ચે પિતા-પુત્રને સંબંધ જ ઘટી શકતો નથી, એટલે તે બાબતની દલીલેજ અસ્થાને છે. કે હી. ઇં. પૃ. ૪૭૦: નંદરાજાના કૌટુંબિક સંબં. ધથી હલકા કુળમાં ચંદ્રગુપ્તને ઉદભવ થયે મનાય છે. C. H. I. P. 470:-Chandragupta is represented as a lowborn connexion of family of Nanda. (૨૪) ચંદ્રને ગુપ્ત-ઢાંકી રાખી, માત્ર તેનું બિંબ એક છિદ્ધદ્વારા બતાવવામાં આવ્યું હતું. તેથી ચંદ્રગુપ્ત નામ પાડવામાં આવ્યું હોય એમ સંભવે છે, (૨૫) આગળના વખતમાં રાજાએ મેરમયૂરના માંસને બહુ પસંદ કરતા હતા. જુઓ પ્રિયદર્શિને સમ્રાટને ખડકલેખ. જેથી મયૂરના ટેળાને ઉછેરતા. અને આવા મયુર ટેળાને ઉછેરનાર તે મયૂરપષક કહેવાત. ( ૨૧ ) ઈં. કો. ઈ. ની પ્રસ્તાવના પૃ. ૩૪ ટી. નં. ૧ તથા પૃ. ૨૯ ટી. ૩ માં પ્રોફેસર હુલ્ટઝ સાહેબે avy :- According to Mudra-rakshasa, Chandragupta was a Vrisal' i. e, a member of the sudra caste–મુદ્રારાક્ષસના કહેવા મુજબ ચંદ્રગુપ્ત વૃષલ એટલે શક જાતિને છે. પણ વૃષલને અર્થ આ પ્રમાણે થતો નથી. વૃષલ એટલે, મર્યાદિત સત્તાધિશ રાજા, એમ અર્થ કરવો રહે છે. વળી આ શબ્દને પ્રવેગ આંધ્રપતિ શ્રીમુખને માટે પણ કરાય છે. જુઓ તેનું ચરિત્ર, ચોથા ભાગમાં ત્યાં પોષ્ઠિ લખ્યું છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy