SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વાની મતલબ એ છે કે, જ્યાં ને ત્યાં નવી હકીકત રજુ કરતાં, આખાએ પુસ્તકમાં સમયાવળી અને સાલવારીની મદદ વડે જ હું કામ લેતે ગયો છું. એટલે મારાં નિર્ણય કે અનુમાને અન્યથા ઠરાવવાનું કેઈને પણ સુતર થઈ પડે તેમ છે. તેમને અન્ય પુસ્તકના અભ્યાસની પણ વિશેષ જરૂર રહેતી નથી. બાકી કેટલાક મનુષ્યને એ સ્વભાવ જ પડી ગયો હોય છે કે, પોતાની માન્યતા ઉપર કાંઈક નવીન પ્રકાશ પડતાં જ હે હા કરવા મંડી પડે છે. તે રીતે સારી કહેવાય કે કેમ, તેને જવાબ તે વાચક જ આપશે. પાંચમી વાત-કેઈક ભાઈ એમ પણ દલીલ કરી શકશે કે લેખક પોતે જૈન ધર્મનુયાયી હોઈને પિતાના ધર્મના પ્રચારક તરીકેનું કાર્ય હાથ ધરી બેઠો છે. તેમને જણાવીશ કે તેમનું અનુમાન જ પ્રથમ દરજજે તે ખોટું છે, કેમકે ઈતિહાસકારને પક્ષપાતી બનવું પિષાય જ નહીં. તેમના વિચાર માટે એક લેખકના ઉદ્ગારે અત્ર રજુ કરીશ - ઇતિહાસકા કાર્ય સત્ય ઘટના કે પ્રગટ કરતા હૈ સત્ય ઈતિહાસ હી સજીવ ઈતિહાસ હૈ ઔર યહી ઈતિહાસ અને ઉદ્દેશ્યમેં સફલ હતા હૈઈતિહાસકે ભૂલકર કેઈભી રાષ્ટ્ર યા જાતિ જીવિત નહીં રહ સકતી પક્ષપાત ઈતિહાસકા શત્રુ હે” એક બીજા ગ્રંથકાર જણન્ને છે કે ” બીના જૈન ગ્રંથકા અધ્યયન કિયે, ભારતવર્ષ કા પ્રમાણિક ઈતિહાસ નહીં લિખા જા સકતા હૈ “ જો કે આ પ્રમાણે વસ્તુ સ્થિતિ છે. છતાં ઇતર ધમીઓ તરફથી બહાર પડતાં પુસ્તક નીહાળીશું તે તેમાં શું હોય છે? પિતપતાના ધર્મની મહત્તા જ ગાઈ હોય છે કે નહીં ? અલબત્ત, તે પુસ્તકો ઐતિહાસિક ન હોવાથી, ગમે તેવી વાતે તેમાં લખી શકાય અને ચાલી પણ જાય; પણ તે સ્થિતિ તેમને તથા રાષ્ટ્ર હિતને નુકશાનકારક જ છે. તેને બચાવ કરે રહેતું નથી. જ્યારે ઈતિહાસમાં તે નર્યું સત્ય જ આલેખાતું હોવાથી, તેમાં કઈ જાતની ચરમપિષી, ધમધતા કે ધર્માભિમાન પિષી શકાય જ નહીં. તેમાં તે કઠોર અને કડવું હોય, છતાંયે સત્ય જ કહેવું પડે છે. લેખકે માત્ર એટલી જ સંભાળ રાખવી જોઈએ, કે પિતાના વિચારો રજુ કરતાં, લેખિની ઉપરને સંયમ વિસરવો ન જોઈએ; તેમ કઈ ભાઈની ધાર્મિક લાગણી દુઃખાઈ જવી ન જોઈએ. (એમ તે આ બીજા વિભાગમાં કેટલીયે વાતે બૌદ્ધ ધર્મના ઈતિહાસ વિશે જણાવવી પડી છે, કે જે અત્યારે પ્રચલિત છે તેના કરતાં તદ્દન બીજી જ દિશામાં લઈ જનારી નીવડવા વકી છે.) આવા પ્રયત્નમાં હું કેટલે દરજજે સફળ થયો છું, તે વાચક વર્ગ જ કહી શકે. તેમ આ પુસ્તકના અંતે સર્વે અભિપ્રાયનું જે તારણ, તેના મૂળ શબ્દોમાં જ રજુ કર્યું છે તે ઉપરથી, પણ ખ્યાલ કરી શકાશે. જે જે વિષયનું પુસ્તક, તેમાં તેમાં પંકાતા કઈ વિદ્વાનના હાથે, પુસ્તકને આમુખ લખાવવાની પ્રથા વધારે વ્યાજબી છે, પ્રશંશા પાત્ર છે અને આદરણીય પણ છે. જેથી કરીને બિચારો લેખક, ચારે તરફથી આવી પડતી ટીકાઓની ઝડીઓના મારથી બચી જાવા પામે છે. તેમાંયે ખાસ કરીને ઉગતા લેખક માટે તે આવા પ્રકારને આસુખ એક મજબૂત ઢાલ સમાન જ નીવડે છે. મારે તે માર્ગ તરફ વળવાની ઈચ્છા કેટલેક અંશે હતી પણ ખરી. પણ બે ચાર નિષ્ણાત પાસે જતાં, કે જાણે શાં કારણથી-કે પછી તેમનાં મનમાં એમ ઉગી આવ્યું હોય, કે તેમ કરવા જતાં
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy