SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેવા આશયમાંજ મેં પણ તે શબ્દ વાપર્યો હતે. ભૂલ થતી હોય તે તે શબ્દ પાછો ખેંચી લેવાને વધે નથી. પ્રશ્નને છણવાની પદ્ધતિ બાબતમાં-સમર્થન કરતી હકીકતેજ આળેખી છે અને વિરૂદ્ધ * જતીને પડતી મૂકી છે, એમ કેઈકના ઉદ્દગાર છે. દરેક પ્રશ્ન સવળી અને અવળી જતી બને દલીલેથી તપાસ જોઈએ જ. તે વાત મને પણ સ્વીકાર્ય છે. પણ આ પદ્ધતિ, જ્યારે એકાદ વિષય હાથ ધરીને તે માટે નિબંધ લખતા હોઈએ, ત્યારે સંપૂર્ણતઃ અખત્યાર કરી શકાય છે, કેમકે તે સમયે લંબાણ થવાની કે કદ વધી જવાની બીક હોતી નથી. તેમ વળી એકજ વિષય હોઈને વિસ્તારથી ચર્ચા કરવાનું પરવડી પણ શકે છે. જ્યારે આ તે પુસ્તક રહ્યું. તેમાં અનેક વિષયોને સમાવેશ કરવાને હોય અને વળી દરેકમાં નવીન હકીકત જ રહી. એટલે જે નિબંધલેખનની પદ્ધતિએ ચર્ચા કરવા મંડાય તે, આ પુસ્તકના જે ચાર ભાગ અને બે હજાર પૃષ્ઠ થવાનાં કમ્યાં છે, તેનાથી કેટલાયગણું વધારે તેનું દળ થઈ જાય. આ એક વાત. હવે બીજી વાત,ઇતિહાસનાં અર્વાચીન અન્ય પુસ્તકો જુએ, તે તેમાં પણ આ શિલી જ ધારણ કરેલી દેખાશે. છતાંયે જ્યાં ખાસ ધ્યાન ઉપર લાવવા જેવી હકીકત સમજાઈ છે ત્યાં (જુઓ પ્રથમ પુસ્તકે, અવંતિપતિઓની વંશાવળી તથા ક ઉદયન અપુત્રિ મરણ પામ્યો છે તેની હકીકતઃ તેમજ આ પુસ્તકે, ચંદ્રગુપ્ત સમ્રાટની જ્ઞાતિ, તથા નવમાં નંદ સાથે તેને સંબંધ; સેંડ્રેકેટસ તે ચંદ્રગુપ્ત હોઈ શકે કે ? તેવા અનેક અને;) વિરૂદ્ધ જતી દલીલ પણ આપવામાં આવી છે જ. ત્રીજી વાત–ધારો કે મેં તે પ્રમાદ સેવ્યું અને કેઈ હકીકત મનઃ કપિત ઉપજાવી કાઢી અથવા તે મારા મંતવ્યને ટેકારૂપ થઈ પડે તેવીજ વસ્તુઓ માત્ર પ્રતિપાદિત કર્યે રાખી અને બીજી બધી જતી કરી કે તેના પ્રતિ આંખમીંચામણું કર્યા એક સ્થિતિ તે સર્વ માટે હરહમેશ ઉઘાડી ઉભી જ છે, કે તેમણે મારી હકીકતને ઉલટી મૂરવાર કરે તેવી દલીલો અને પુરાવા આપી તેડી પાડવી. આ રસ્તેજ ઉત્તમ ગણાય. બાકી ફલાણું આમ, ને ફલાણું તેમ, એમ મઘમ શબ્દો માત્ર જણાવવાનું કે અમુક સાચે ને અમુક ખેટે છે એમ ઉચ્ચાર્યો જવું, તે કાંઈ દલીલ નથી. તે તે પેલા જેવી વાત કહેવાય, કે જ્યારે કોઈ પ્રકારને ઉત્તર કે દલીલ ન મળે, ત્યારે કાં તે ગુસ્સે થઈને ગોકીર કરે કે હસાહસ કરી મૂકવી. તેમનાં મન તે એક જ વાત જચી ગયેલી ગણાય, કે બીજાઓ આવા વિચારના છે ને તમે તેમનાથી કેમ જદા પડે છે? જો કે તે સંબંધી મેં તેને કારણે પણ દર્શાવ્યાં છે, છતાં જ્યારે તે તપાસવાં જ નથી ત્યારે દેષ કેને? એથી વાત-એક વસ્તુ તરફ ધ્યાન ખેંચવા રજા લઉં છું. ઈતિહાસના નવ સર્જનમાં કેટલી સાવચેતી રાખવી પડે છે અને કઈ બાબત ઉપર મુખ્યપણે મદાર બાંધ રહે છે તે અર્વાચીન સમયના એક સમર્થ ઈતિહાસકાર મિ. વિન્સેટ સ્મિથે “અલ હિસ્ટરી ઓફ ઈન્ડીઆના પ્રવેશકનિવેદનમાં સારી રીતે જણાવ્યું છે. તેમાંને એકાદ મુદ્દો લઈને મારા પ્રથમ પુસ્તકમાં તે ઉપર મેં ખુલાસો પણ કર્યો છે. વળી તે મુદ્દો અત્રે યાદ આપું છું કે “A body of history must be supported upon a skeleton of chronology and without chronology History is impossible=ઇતિહાસના સ્થલ દેહને-મારતને હમેશાં સાલવારીના ખાને આધાર હો જ જોઈએ. તેવી સાલવારી વિના ઈતિહાસ ઉભો કરે તદ્દન અશકય છે.” કહે
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy