SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [ ૫૧ ] એનું પરિણામ એ જ આવે છે કે માત્ર સૂરિમહારાજ પ્રત્યેને ઉપકાર વાળવાના દષ્ટિબિન્દુથી પ્રેરાઈને નહીં, પણ જૈનધર્મના ઉમદા સિદ્ધાંત, એમાં સમાએલ ઉદાર ભાવ અને અહિંસામાં રહેલી અદ્ભુત શક્તિની પીછાન કર્યા પછી જ મહારાજા કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો. એ બધું કંઈ એક દિવસમાં નથી બની ગયું! તેમ નથી તો એ સારુ શ્રી હેમચંદ્રસૂરિને કોઈ જાતની કુટિલતા ચલાવવાની કે કોઈ પ્રકારની ભૂરકી નાંખવાની જરૂર પડી. અલબત્ત, જૈન ધર્મના પ્રખર અભ્યાસી અને વિદ્વાન જ્ઞાતા તરીકે શ્રીમદ્ હેમચન્દ્રસૂરિએ જૈન ધર્મના તત્વનું, અહિંસા અને અનેકાંત જેવા તત્વજ્ઞાનનું, આચરણમાં ઉતારવા જેવા શ્રાવકધમ ઉચિત બાર પ્રકારના વ્રતનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવા યોગ્ય પ્રયાસ સેવ્યું છે. પિતાનામાં રહેલી વિદ્વત્તાને પૂરેપૂરે ઉપયોગ કર્યો છે. જરૂર પડયે ચમત્કાર બતાવવા પણ ચૂક્યા નથી. મહારાજા કુમારપાળે પણ એ બધામાં નવીન અભ્યાસક તરીકે પ્રવેશ કરી શ્રદ્ધાવંત આત્મા તરીકે એનો તાગ મેળવી પૂર્ણ જિજ્ઞાસુ તરીકે એ સર્વને પચાવી અંતે અંતરના ઉમળકાથી એનો સ્વીકાર કર્યો છે. એક પ્રબળ પ્રતાપી રાજવી તરીકે જે જે કાર્યો ક્યને ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે એમાં જૈનધર્મના ઝળહળતા સિદ્ધાંતની છાયા દષ્ટિગોચર થાય છે તેથી જ પરમહંતના બિરુદની પ્રાપ્તિ થાય છે. પાટણની ગાદી પર પૂર્વ થઈ ગએલા રાજાઓની કાર્યપ્રણાલીથી જુદી રીતે મહારાજા કુમારપાળે પ્રજાપાલન કર્યું અને જનતાને ઉત્કર્ષ સાથે. ઈતિહાસની નોંધ કહે છે તેમ સને ૧૧૫૯ માં તે પૂરેપૂરો જૈનધમી તરીકે પ્રકટ થયો અર્થાત્ શ્રાવકના બાર વ્રત તેણે ગ્રહણ કર્યા. ત્યાર પછી બનારસના રાજા જયચંદ્ર પર તેના રાજ્યમાં ચાલતી હિંસા બંધ કરાવવાનું સૂચન કરવા સારુ પ્રતિનિધિમંડળ મોકલવાનો ઉલ્લેખ કુમારપાળ પ્રબંધમાં મળે છે. જૈનધર્મના અભ્યાસ અને પાલનથી તેમના જીવનમાં જે ફેરફાર થયા તેની નોંધ આ પ્રમાણે ટૂંકમાં લઈ શકાય.
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy