SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [ ૪૧ ] અને એમ કરવામાં આવતાં મને ખાત્રી છે કે-એવી સામગ્રી અવશ્ય પ્રાપ્ત થશે કે જે મતાવી આપશે કે આ રાજવીની શક્તિ કેવી આશ્ચય કારી હતી; અને કીર્તિ દૂર દેશ પ``ત પથરાએલી હતી.’ કુમારપાળ સન ૧૦૯૩ માં દધિસ્થલી ( દેથલી ) મુકામે જન્મ્યા હતા. મેરુત્તુંગાચાર્ય કે જેમણે સન ૧૩૦૪ માં ચિરત્રની રચના કરી હતી તે જણાવે છે કે તેમના દાદા રિપાળ અ ભીમ પહેલાની રાણી ચૌલાદેવીથી થએલા સંતાન હતા. હિરપાળના પુત્ર અને કુમારપાળના પિતા ત્રિભુવનપાળ થયા જે કાશ્મીરા દેવીને પરણ્યા હતા. તેમને ત્રણ પુત્રા અને બે પુત્રીએ હતી. પુત્રામાં કુમારપાળ મુખ્ય થયા જ્યારે પુત્રી પ્રેમાળદેવીને જયસિંહૈં સિદ્ધરાજના સેનાપતિ કાન્હડદેવની સાથે પરણાવવામાં આવેલી અને પુત્રી દેવળ સપાદલક્ષના રાજા કે જેની રાજ્યધાનીતુ મુખ્ય શહેર શાક ંભરી-સભર હતુ તે અણ્વરાજને આપવામાં આવી હતી. સિદ્ધરાજ જયસિંહને ગાદીવારસ ન હાવાથી એમના પછી પાટણની ગાદી પર ત્રિભુવનપાળ અને તેમના પુત્રાના હક્ક હતા છતાં આમ થવા દેવાની મરજી સિદ્ધરાજની ન હેાવાથી મ`ત્રી ઉદયનના પુત્ર ચાહઢને પેાતાની પછી આવનાર ગાદીવારસ તરીકે જાહેર કર્યાં અને એના માર્ગમાં કાંટા ઊભા ન થવા પામે એ સારુ ત્રિભુવનપાળનું ખૂન કરાવ્યું. આ મનાવે ચાલાક કુમારપાળની આંખા ઊઘાડી નાંખી. પિતા પછી સિદ્ધરાજની ખૂની નજર પાતા પ્રતિ વળવાની એ વાત તે સમજી ગયા અને તેથી અણુહીલપુર પાટણની હદ છેડીને દૂર ચાયા ગયા. એણે ઘણા વર્ષો સુધી જુદા જુદા દેશમાં ભ્રમણ કર્યું અને જાતજાતના અનુભવા મેળવ્યા. એક વેળા છુપા વેશે પાટણમાં શુ બની રહ્યું છે તે જાણવા આણ્યે. જાસુસ મારફતે આ વાતની સિદ્ધરાજને જાણ થઇ તરત જ કુમારપાળને પકડી લાવવા માણસા
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy