SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ]. ઐતિહાસિક પૂર્વજોની રીતે સંપત્તિશાળી હતું. એ પ્રતાપી પુરુષના પછી જે રાજાએ થયા અને એમનામાં રાજવી તરીકે હોવું જોઈએ એ ખમીર ન દેખાયું તેથી જ પડતીનાં પગરણ મંડાયા. ચાલુકય વંશને છેલ્લે રાજા ત્રિભુવનપાળ માત્ર નામને જ રાજા હતા. વહીવટી તંત્રની કુલ લગામ ધૂળકાના વાઘેલાવંશી અધિકારી વિશળદેવના હાથમાં હતી. સન ૧૨૪૩. તેના વંશજોએ સન ૧૨૯૮ સુધી એ ટકાવી રાખી. એને અંત બ્રાહ્મણ દીવાન માધવના હાથે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીને મોકલેલા સરદારો ઉલધખાન અને નસરતખાનની ચઢાઈથી આવ્યો. વિલાસી રાજવી કરણઘેલો હારીને નાસી ગયો અને એની રૂપવતી દીકરી દેવળદેવી શત્રુના હાથમાં સપડાઈ, દીલ્હીના દરબારમાં પહોંચી એ ઇતિહાસકારોથી અજાણ્યું નથી. સન ૧૧૪૩ માં સિદ્ધરાજ જયસિંહનું મરણ થયું અને એની ગાદીએ રાજવી કુમારપાળ બેઠા. એમના રાજ્યકાળમાં ચાલુક્યવંશ પૂર્ણ રદ્ધિ-સિદ્ધિએ પહોંચ્યો અર્થાત્ સામ્રાજ્યને વિસ્તાર સવિશેષ થયે. તેમજ સર્વત્ર સુલેહ અને શાંતિ સુપ્રમાણમાં ચાલુ રહી. અલબત્ત, શરૂઆતમાં થોડા લડાઇના પ્રસંગે બનેલા છે છતાં એ વેળાએ મહારાજા કુમારપાળે અપ્રતિમ શૌર્ય દાખવી જયશ્રી પોતાના તરફ વાળી હતી. કુમારપાળ પ્રબંધ પ્રમાણે ઉત્તરમાં તુરૂક અથવા તુર્કના પ્રદેશ પર્વત, પૂર્વમાં પવિત્ર ગંગાના કાંઠા પર્વત, દક્ષિણમાં વિધ્યગિરિની હારમાળા સુધી અને પશ્ચિમ દિશામાં મહાનદી સિંધુ સુધી રાજ્યની હદ વિસ્તરેલી હતી. - એક નિષ્ણાત શોધક કહે છે કે –“મહારાજા કુમારપાળની એક મહાન રાજવી અને વિજેતા તરીકે જે કીર્તિ વિસ્તરેલી છે એ જોતાં જે ઐતિહાસિક સાધને ઉપલબ્ધ થયાં છે તે અધૂરાં અને અપૂર્ણ છે. એ સંબંધમાં શેાધી ચાલુ રાખવી ઘટે
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy