SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] ઐતિહાસિક પૂર્વજોની . “મને તે એમાં મારા તરફની તમારી કામ લાલસા જોર કરતી જણાય છે કિંવા તો મારા રૂપ પાછળ ઘેલા બન્યા છે. મારા કરતાં સૌન્દર્યમાં અને ગુણમાં ટપી જાય એવી સ્ત્રીઓને ટેટા નથી. ગમે તે એકને હાથ ગ્રહણ કરી સુખી થાવ. મારા લલાટમાં માતૃપદ લખાયું હોત તો શા સારુ પરણતાં જ રંડાપો આવત ?” “પ્રમદા, કર્મના પ્રપંચ તે પૂર્ણજ્ઞાની જ પારખી શકે. હારા કે મહારા જેવા પ્રાકૃત માનવનું એ કામ નહીં. હું નથી તો રાગથી આકર્ષાય કે નથી તો મોહથી ઘેલ બને. ફક્ત તું રત્નગર્ભા છે એ વાત નિશ્ચિત જાણ્યા પછી મારી માતૃભૂમિ એવા રત્નથી વંચિત રહેવા ન પામે એ જ મારી મનોકામના છે. “લાંબી ચડી જવા દઈ, એક સલાહ સ્વીકાર અને તે એટલી જ કે કોઈ ખાસ ભક્ત મારફત મહારાજશ્રી પાસેથી જાણું ત્યે કે મેં કહી એ વાત સાચી છે કે બનાવટી. ગંભીર અને અંગત ગણાય તેવા ભકત વિના ત્યાગી સંત આવી વાત ઉચ્ચાર પણ નહીં કરે. એ તે કળથી જાણું લેવી જોઈએ.” કુમારદેવીને વાત પાછળ તથ્ય જણાયું. પાકા પાયે સમાચાર મેળવ્યા અને આખરે મહામહેનતે આસરાજ સાથે લગ્ન કરવાની હા ભણી. જગત જ્યારે મધરાતની મીઠી નિદ્રા માણ રહ્યું હતું ત્યારે આ યુગલ સાંઢણી પર સ્વાર થઈ પસાર થઈ ગયું. પ્રાતઃકાળ થતાં જ આ વાત બહાર આવી. જનતામાં એ પાછળ મનગમતા અકૅડા સંધાયા. કુમારદેવીના માબાપને પણ દુખ તો થયું. પ્રથમ તો આસરાજ પર અતિશય ગુસ્સો આવ્યે પણ દિવસના વહેવા સાથે વાત વીસારે પડી અને એક વાર ગુરુદેવે પ્રધાનજીને બેલાવી કહ્યું કે :
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy