________________
શક્ય શી રીતે બને ? સાધર્મિક ભક્તિના પ્રભાવે તીર્થંકર નામકર્મ
આંગણે આવેલા અતિથિને કદી પાછો જવા ન દેવો એ પણ એક સુંદર આચાર છે.
પોતાના સમાનધર્મી (સાધર્મિકો)ની ભક્તિ કરવી એ પણ સારો આચાર છે.
સંભવનાથ પરમાત્મા સાધર્મિક ભક્તિના પ્રભાવે તીર્થંકર બન્યા હતા. સંભવનાથ તરીકેના ભવથી ત્રીજા ભવે તેઓ ધાતકીખંડમાં એરવત ક્ષેત્રમાં લેમપુરી નામની નગરીમાં વિમળવાહન નામના તેઓ રાજા હતા.
તેમના શાસનકાળ દરમ્યાન એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ત્યારે તેમણે ઘણા લાંબા સમય સુધી નગરના સાધર્મિકોની સુંદર પકવાન્નો દ્વારા ભક્તિ કરી હતી. આના પ્રભાવે તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. '
- ત્યાર બાદ રાજા દીક્ષા લઇને, કાળક્રમે કાળધર્મ પામીને દેવલોકમાં ગયા અને ત્યાંથી આ ચોવીશીમાં ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ બન્યા હતા.
જ્યારે સંભવકુમારનો જન્મ થતો હતો ત્યારે નગરમાં ભયંકર દુકાળ ચાલતો હતો, પરંતુ કુમારના જન્મના પ્રભાવે ચારે બાજુથી પુષ્કળ અનાજ આવ્યું અને નગરમાં સુકાળ સુકાળ થઈ ગયો હતો અને આ જ કારણથી કુમારનું નામ સંભવ' પાડવામાં આવ્યું હતું. રાજા દંડવીર્યની પ્રતિજ્ઞાઢતા ?
આવો જ બીજો પ્રસંગ છે, રાજા દંડવીર્યનો. ભરત ચક્રવર્તીના તેઓ વંશજ હતા.
દંડવીર્યને સાધર્મિકોની ભક્તિ કર્યા વગર ચેન ન પડતું. પોતાના ઘરે આવેલા તમામ સાધર્મિકોને તેઓ જમાડીને પછી જ જમતા. તેમના આ નિયમની પરીક્ષા કરવા એકવાર દેવરાજ ઇન્દ્ર પોતે આવ્યો.
તેણે પોતાની શક્તિના પ્રભાવથી લાખો સાધર્મિકોને પેદા કરી દીધા અને દિંડવીર્ય રાજાના ઘરે મોકલવા શરુ કર્યા. પહેલે દિવસે ઠેઠ સાંજ સુધી સાધર્મિકો આવતા રહ્યા અને દંડવીર્ય સહુને જમાડતો રહ્યો-પૂરા પ્રેમથી અને ભાવથી.