________________
શું આવ્યું? સ્ત્રીઓનું શીલ જોખમાયું. અનેક નારીઓ બહારના જ્ઞાનનો, સ્વતંત્રતાનો લાભ જરુર પામી પણ પોતાના ઉજ્જવળ શીલનો ભોગ આપી ચૂકી. પોતાનાં સંતાનોના સદાચાર-સુસંસ્કારોનું બલિદાન આપી ચૂકી અને ભારતની પ્રજા દિનપ્રતિદિન કુસંસ્કારવતી-જાતીય વાસનાની ભૂખી બનતી ચાલી. ગાયોની દુર્દશા અને ડેરીઓનાં-દૂધઃ
ગાયોને કતલખાને રવાના કરાઇ. જે ગાયને “ગૌમાતા' કહીને હિંદુઓએ બિરદાવી હતી તે ગાયને મોતને હવાલે કરવામાં આવી. એની જગ્યાએ ડેરીઓ આવી. પરિણામ શું આવ્યું ? ભારતની પ્રજા ગાય અને ભેંસના ઉત્તમ આરોગ્યપ્રદ દૂધને બદલે ડેરીઓનાં પાઉડરવાળાં દૂધ પીતી થઇ. જેમાંથી પહેલેથી જ રસ-કસ કાઢી લેવામાં આવ્યા હોય છે. આવા દૂધને પીનારી પ્રજામાં બુદ્ધિહીનતા, સત્યહીનતા અને વિવેકહીનતા ન જન્મે તો બીજું થાય શું?
ગાય કરતાં ડેરીઓનાં દૂધ...તેનું આયોજન...વગેરે મોંઘાં થતાં ગયાં...અબજો રૂપિયાનો બગાડો કરીને આજે સત્ત્વહીન દૂધ પ્રજાને પીવા મળે છે તે પણ મોંઘુંદાટ !
આવી તો કેટલીય બાબતોમાં આપણે “જૂનું તોડીને “નવું કર્યું પણ પરિણામે સુખ થવાને બદલે દુઃખી જ થયા છીએ.
જૂના જમાનાનાં ગાડાઓને તિલાંજલિ આપીને પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોને આપણે સ્વીકાર્યા. ગાડાઓ હતાં તો બળદો પોષાતા હતા. તેના દ્વારા ખેતી સારી થતી હતી. તેના દ્વારા છાણમૂત્ર વગેરેનું ખાતર મળતું હતું. ધરતીમાં રસ-કસ પૂરાતા, તેથી ફુળદ્રુપ ખેતી થતી. તેથી અનાજ પણ સરસ મળતું. આ બધા ફાયદા ગાડાને દૂર કરાતાં આપણે ગુમાવ્યા. બળદો-ગાયો કતલખાનાને યોગ્ય ઠર્યા. આપણામાં જીવહિંસકતાનાં પરિણામ વધ્યા અને ગાય-બળદો દ્વારા બીજા અનેક લાભો થતા તે આપણે ગુમાવ્યા. આયુર્વેદ-વિજ્ઞાનનો નાશ કરી શો લાભ મેળવ્યો ?
આયુર્વેદ-વિજ્ઞાન કરતાં ડોકટરી-વિજ્ઞાનને (એલોપથી-વિજ્ઞાનને) વધુ પડતું મહત્ત્વ આપવામાં આવ્યું. આનાથી પ્રજાના આરોગ્યને ભયંકર ધક્કો પહોંચ્યો. આજના ડોકટર દરદીના દર્દને ઝટ સાજું કરી દેવાની ઉતાવળમાં દવાના ભારે