________________
બેઆબરુ બની જઇશ અને બેઆબરુ બનીને તો મારાથી જીવાય કેમ ? એના કરતાં તો પાપ ન કરવું સારું.' આવી વિચારણાના કારણે અધમ માણસ પણ પાપ ન કરતો.
આમ આર્યદેશના તમામ માણસો-ચાહે તે ઉત્તમ હોય, મધ્યમ હોય, કે અધમ હોય-કદાપિ પાપ ન કરતાં.
જ્યારે આજનો માણસ બેફામ પાપો કરે છે. સ્વભાવથી એને પાપ નથી ગમતું એવું તો નથી જ, પરંતુ એને નથી પરલોકનો ભય કે નથી જગતમાં બેઆબરુ થવાનો ભય...એ તો સાવ નિર્લજ્જ બન્યો છે, બેશરમ બન્યો છે. આવા માણસને ‘માણસ' કહેવો કે કેમ એય એક સવાલ છે !! અથવા તો આવા માણસને અધમાધમ (અધમોમાંય અધમ) માણસ કહી શકાય.
‘પાપ’ કોને કહેવાય ?
સવાલ : તમે જણાવ્યું કે આર્યદેશનો કોઇ માણસ પાપ ન કરે. પરંતુ ‘પાપ' કોને કહેવાય તે તો જણાવો.
જવાબ : સુંદ૨ સવાલ છે તમારો.
સામાન્ય રીતે જૈન શાસ્ત્રોએ મુખ્ય અઢાર પ્રકારનાં પાપ ગણાવેલ છે. (૧) હિંસા (૨) જૂઠ (૩) ચોરી (૪) અબ્રહ્મ (વિષય વાસના) (૫) પરિગ્રહ (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લોભ (૧૦) રાગ (૧૧) દ્વેષ (૧૨) કલહ (કંકાસ) (૧૩) આળ ચડાવવી. (૧૪) કોઇની ચાડી ખાવી (૧૫) રતિ અને અતિ કરવી (૧૬) બીજાઓની નિંદા કરવી (૧૭) માયાપૂર્વક જૂઠું બોલવું (૧૮) મિથ્યાત્વ.
:
આ સિવાય પણ બીજાં કેટલાક પાપો છે. જેમકે : સાત મહા વ્યસનો (૧) દારુ પીવો (૨) માંસ ખાવું (૩) શિકાર કરવો (૪) જુગાર રમવો (૫) પરસ્ત્રીગમન કરવું (સ્ત્રી માટે પરપુરુષગમન કરવું) (૬) વેશ્યાગમન કરવું અને (૭) ચોરી કરવી.
આ સાતને આર્યદેશના તમામ ધર્મો ‘પાપ' રુપી સ્વીકારે છે અને તેને છોડવાનો ઉપદેશ આપે છે.
આ સિવાય ભોજન અંગેનાં પણ સાત પાપો છે (૧) મધ ખાવું (૨) માખણ ખાવું (૩) કંદમૂળ ખાવું (૪) રાત્રે જમવું (પ) વિગઇઓનો વધુ પડતો
૬૬