SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના ધ્યાનમાં આવી ગઇ. બીજે દિવસે ન્યાયાધીશ ચુકાદો આપવાના હતા. આખી કોર્ટ માનવમહેરામણથી ભરાઇ ગઇ હતી. ન્યાયાધીશે ચુકાદો આપતાં જણાવ્યું કે, “ગર્ભધાનના સમયે આ બાઇની દૃષ્ટિ તેમના શયનખંડમાં રહેલા પતિના કોઇ હબસી મિત્રના ફોટા તરફ હતી. આથી તે બાઇને થયેલું બાળક હબસી જેવું જન્મ્યું છે પરંતુ એથી બાઇ ચારિત્રહીન હોવાનું પુરવાર થતું નથી. આથી બાઇને નિર્દોષ જાહે૨ ક૨વામાં આવે છે.’’ ન્યાયાધીશના બુદ્ધિપૂર્ણ ચુકાદાને સાંભળીને સહુ સ્તબ્ધ બની ગયા. આ ઘટના-પ્રસંગ આપણને નિમિત્તની કેવી બળવાન અસર હોય છે તે સમજાવી જાય છે. જો અલ્પ સમય માટે પણ નિમિત્તની આટલી જબ્બર અસર થતી હોય તો આખું જીવન જેની સાથે ગુજારવાનું હોય તે પતિ અગર પત્ની રુપી નિમિત્ત હલકટ કક્ષાનું હોય તો જીવન કેટલું બરબાદ થઇ જાય ? પોતાનું જીવન તો બગડે પણ આવનારાં સંતાનો ઉપર પણ તેની કેવી વિપરીત અસર થવા પામે ? જો ખાનદાન અને ઊંચા કુળની વ્યક્તિ સાથે લગ્નજીવન જોડાયું હોય તો તે ધર્મકાર્યમાં સહાયક થાય. આ દૃષ્ટિએ જ પત્નીને ‘ધર્મપત્ની’ કહેવાય છે ને ? ધર્મપત્ની એટલે ધર્મમાં જોડનારી અને પાપના માર્ગમાંથી દૂર કરનારી પત્ની. આવી પત્ની ઘણું પુણ્ય હોય ત્યારે જ મળે. એ જ રીતે ધાર્મિક પતિ પણ પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય. લગ્ન કરવાની ઇચ્છા પાપના ઉદય થાય. પણ લગ્ન કરવા માટે સારું પાત્ર પુણ્યના ઉદયે મળે. અહીં ‘સારું' એટલે રુપ-રંગ અને દેખાવની દૃષ્ટિએ સારું. તેમ ખાનદાન અને ધર્મનિષ્ઠ એવો અર્થ પણ સમજવાનો. અલબત્ત, આપણે રુપ-રંગ અને દેખાવને બહુ મહત્ત્વ ન આપવું જોઇએ પણ ખાનદાની અને ધર્મનિષ્ઠતાને ચોક્કસ મહત્ત્વ આપવું ઘટે. જો રુપ-રંગ અને દેખાવમાં નબળું-પરંતુ ખાનદાન અને ધાર્મિક પાત્ર પ્રાપ્ત થતું હોય તો રુપ વગેરેને ગૌણ કરીને પણ તે ઊંચા ખાનદાન અને ધાર્મિક પાત્રને પસંદ કરવું જોઇએ. ૫૭
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy