________________
પરંતુ પાછળથી ભારે તકલીફ ઊભી થઇ. જે કારણે ડેબોરાહના પતિ સાથે તેની મોટી બહેને સંબંધો બાંધ્યા હતાં તે કારણ પૂરું થઈ ગયા બાદ પણ તે સંબંધોનો અંત ન આવ્યો. અને આમ ડેબોરાહની દશા તો “હવેલી લેતાં ગુજરાત ખોવા” જેવી થઇ.
આ આખી સત્ય ઘટનાને ખુદ ડેબોરાહે પોતે જ “ટુ હેવ એન્ડ ટુ હોલ્ડ” નામની પોતાની નવલકથામાં આલેખી છે.
અશિષ્ટતાથી ભરેલા પાશ્ચાત્ય લોકોની આ કેવી ઘોર અશિષ્ટકથા છે !! આ કથા વાંચતા ક્યા શિષ્ટજનનું અંતર વ્યથાથી ઊભરાયા વગર રહ્યું હશે !
અને દુઃખની વાત તો એ છે કે આવા અશિષ્ટ દેશોની અને અશિષ્ટ માણસોની પ્રશંસા કરતાં આજના કેટલાક ભારતવાસીઓ થાકતા નથી. 'શિષ્ટાચારોને આદર અને આવકાર આપો :
જો અશિષ્ટતાથી ભરેલા વિચારોને અને આચારોને જાકારો આપવો હશે તો શિષ્ટાચારોની ખૂબ પ્રશંસા થવી ઘટે. શિષ્ટ જનોએ આચરેલી સંસ્કૃતિને સર્વત્ર આદર અને આવકાર મળવો ઘટે. આ સંસ્કૃતિનો પ્રેમ ઘર-ઘરમાં અને ઘટ-ઘટમાં વ્યાપક બને તે માટેના તમામ પ્રયત્નો આપણે આચરવા જ પડશે. તે માટે ઘરના આંગણાથી શરુઆત કરવી જોઇશે.
ભારતના વડાપ્રધાનથી માંડીને નાનકડી નિશાળનો પટાવાળો જ્યારે આજે સંસ્કૃતિના જાજરમાન મૂલ્યોને તિરસ્કારી રહ્યા છે, પાશ્ચાત્યોની પ્રશંસા કરીને શિષ્ટાચાર ભરેલી સંસ્કૃતિને અવગણી રહ્યા છે, અને ઇલેકટ્રોનિક ક્ષેત્રે ભારતને આગળ ધપાવીને ૨૧ મી સદીમાં ઝટ પહોંચી જવાની ઉતાવળ કરી રહ્યા છે, પછી છોને યત્રવાદના ખપ્પરમાં ભારતની પ્રજાનાં સુખ અને શાન્તિ હોમાઇ જાય...આર્થિક રીતે એની ખુવારી થાય...યત્રવાદનો વ્યાપક પ્રચાર થતાં ભારતીય પ્રજાની રોટીરોજી ઝૂંટવાઇ જાય...ત્યારે આવા વિકટ સમયમાં આપણા ઘરથી આપણી સંસ્કૃતિનો આપણે આદર શરુ કરવો પડશે અને જ્યાં જ્યાં સુંદર શિષ્ટાચારો દેખાય ત્યાં ત્યાં તેની પુષ્કળ પ્રમાણમાં પ્રશંસા કરીને તેને આવકાર આપવો જોઇશે. આમ કરવાથી તે તે શિષ્ટાચારો પ્રજાજીવનમાં વ્યાપક પ્રમાણમાં ફેલાતા જશે.
આ ઉપરાંત જે કોઇ અશિષ્ટ આચારો જ્યાં ક્યાંય પણ દેખાય ત્યાં તેનો
R
૪૩