________________
પ્રથમ નીતિનો તો અમલ થાય છે, પરંતુ સજ્જનોના સત્કાર' ની બીજી નીતિનો અમલ થતો જોવામાં આવતો નથી. શીલવાન, સદાચારી, પ્રામાણિક વગેરે માણસોનો સત્કાર-સન્માન થાય તો તેનો પણ લોકોમાં વધારો થવા પામે.
શિષ્ટાચાર-પ્રશંસાની વિપરીત બાજુ છે: અશિષ્ટોની પ્રશંસા, આજકાલ શિષ્ટપુરુષોના આચારોની પ્રશંસાને બદલે કેટલાક અશિષ્ટ માણસોના આચારોની ખૂબ પ્રશંસા થવા લાગી છે.
પછી તે અશિષ્ટ ધનવાન હોય એટલે... અથવા તે અશિષ્ટ સત્તાધારી હોય એટલે... અથવા તે અશિષ્ટ પરદેશી હોય એટલે...
આવા કોઇ ને કોઇ કારણોસર એ અશિષ્ટ માણસો આચારવિચારની, તેમની રહેણી-કરણી વગેરેની બેફામ પ્રશંસા કરાતી જોવા મળે છે.
એક “મેનિયા વાયો છે, ભારતીય સંસ્કૃતિને વખોડવાનો...અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓને વધાવવાનો...ઘણા શ્રીમંતો, શિક્ષિતો અને કહેવાતા બુદ્ધિજીવીઓની એક “ફેશન” થઈ પડી છે આવું બોલવાનીઃ “ઇન્ડિયામાં કાંઈ નથી. ઇન્ડિયામાં શું છે ? લોકો કેવા ગંદા છે ? અપ્રામાણિક છે !! રસ્તાઓ ક્યાંક આગળ કેવાં સાંકડાં અને અસ્વચ્છ છે ! પરદેશમાં જુઓ. અમેરિકા કેટલું આગળ વધી ગયું છે ! રશિયા કેટલી જોરદાર પ્રગતિ કરી રહ્યું છે ! વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર પહોંચી ગયા...છતાં હજી ભારત ન સુધર્યું તે ન જ સુધર્યું !!”
ઊંડી સમજણ વગરની આવી ફેંકોલોજી કરવાની ઘણા માણસોને આદત પડી ગઈ છે. આ રીતે અશિષ્ટ માણસોના આચારોની પ્રશંસા કરીને તેનો ફેલાવો આપણા જ દેશના કેટલાક મૂર્ખ લોકો કરી રહ્યા છે. જે ખૂબ દુ:ખદ છે. “તમારું સ્થાન અમારા પગે...”
સ્વામી વિવેકાનંદ જેવા ખુમારીવંતા માણસો આ ભારતમાં ઘણા ઓછા જોવા મળે.
પરદેશમાં ધર્મપ્રચારને માટે ઠેર ઠેર ફરીને ભાષણો આપતા સ્વામી વિવેકાનંદે એક વાર પોતાના ભાષણમાં અંગ્રેજીની જીવન પદ્ધતિની કડક સમીક્ષા કરી અને