SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચોર ચોરી કર્યા વગર જ પાછો જવા લાગ્યો. પોતે ચોરી કરી નહોતી એથી હવે તેને ભય ન હતો. તેથી કાંઇક બેદરકારીપૂર્વક તે ચાલવા લાગ્યો. ચાલતાં કોઇક વાસણ તેના પગ સાથે અથડાયું. આથી ઘરનો માલિક જાગી ગયો. તેણે બૂમ મારીને પૂછ્યું “અલ્યા...એય ! કોણ છે ત્યાં ?” ચોર કહે: “હું ચોર છું.” માલિક તેની પાસે ગયા. લાઇટ કરીને જોયું તો સામે એક માણસ ઊભેલો જોયો. માલિકે પૂછ્યું “અરે ભાઈ ! તું ચોર છે ? ચોર કદી એવું કહેતો હશે કે હું ચોર છું ? તો સાચું બોલ, તું કોણ છે ?” ત્યારે ચોર કહેઃ “શેઠ ! ખરેખર હું ચોર જ છું અને આવ્યો હતો તમારા ઘરે ચોરી કરવા, પરંતુ તમારા રસોડામાં એક ડબ્બામાંથી કાંઇક ખાવાનું લેવા જતાં હાથમાં મીઠું આવી ગયું. એ મીઠું મારાથી ખવાઈ ગયું. શેઠ ! હવે મારાથી તમારે ત્યાં ચોરી કેમ થાય ? એક તો ચોરીનું પાપ કરવું અને એમાં વળી જેના ઘરનું નમક ખાધું એને ત્યાં ચોરી કરવી ? ના...શેઠ ! ના...એ મહાપાપ મારાથી ન થાય.” અને ચોર સડસડાટ બહાર નીકળી ગયો. શેઠ ચોરના અંતરમાં રહેલા આ સદગુણને અભિનંદી રહ્યા. આર્ય સંસ્કૃતિમાં ચોર જેવા ચોરમાં પણ શિષ્ટતાના આવા ગુણો જોવા મળે ! અને આજકાલ શાહુકાર ગણાતા ઘણા શ્રીમંતોમાં ભારેમાં ભારે દુર્જનતા જોવા મળે છે ! કેટલું શીર્ષાસન ! સંતાનની હિત-ચિંતાઃ શિષ્ટનો ગુણ : ચાણક્યના પિતા અત્યંત ધનવાન હતા. ચાણક્ય તેના પિતાનો ભારે લાડકવાયો પુત્ર હતો. - ચાણક્યનો જન્મ થયા પછીના કેટલાક સમયની આ વાત છે. અષ્ટાંગ નિમિત્તનો જાણકાર એક જ્યોતિષી ચાણક્યના પિતાના ઘરે મહેમાન બનીને આવ્યો હતો. ચાણક્યના પિતા તરફથી તેની સુંદર આગતા-સ્વાગતા કરવામાં આવી. સરસ મજાનાં મિષ્ટાન્ન વગેરેનું ભોજન કરીને તે બેઠો હતો ત્યાં અચાનક એની
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy