________________
ગુણ ૨૯ : લજા માર્ગાનુસારીનો ઓગણત્રીસમો ગુણ છે લજ્જા.
જીવને અનાદિનો અભ્યાસ પાપનો છે. કેવળ પાપના સંસ્કારોનો વારસો છે. પાપ કાર્યોમાંથી નિવૃત્ત બનવું સંસારી જીવ માટે ખૂબ કઠિન છે...લજ્જા ગુણની તાકાત છે કે આત્માને પાપમાં પ્રવૃત્ત થતો અટકાવે.
લજ્જા પાલનના ત્રણ લાભો છે. ૧. લજ્જાળુ આત્મા કોઇપણ અકાર્ય નહીં કરે. ૨. લજ્જાળુ આત્મા સદાચારનું પાલન કરશે. ૩. લજ્જાળુ આત્મા દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞાનું પાલન કરશે.
લા એટલે લાજ...શરમ...દાક્ષિણ્ય...આ ગુણનું પાલન ધર્મરાધનામાં આત્માને પ્રવૃત્ત કરે છે.
લજ્જાનો બીજો અર્થ છે દાક્ષિણ્ય. આના પ્રભાવે બીજાની સેવા સહાયદાન વગેરેની પ્રાર્થના અવગણના નથી થઈ શકતી. એક વાત સદેવ યાદ રાખજો કે આપણા શિરે માત્ર આપણી જ નહિ, અનેક આત્માઓના ભાવ પ્રાણોની સુરક્ષાની જવાબદારી છે. આપણા જીવનમાં સ્વીકાર્ય બની જતા ગુણ અને દોષ એ બન્નેની ઘેરી અસર આપણી આજુ બાજુમાં રહેતા અનેક આત્માઓના જીવન પર પડીને રહે છે. જેને ધર્મમાં જનમ જનમની તારણહારતા દેખાય છે તેવો આત્મા તો કોઇપણ જગ્યાએ જાય તો ય પોતાની ધર્મની મૂડી કઇ રીતે સલામત રહે તેની જ . ચિંતામાં હોય છે.
• દેવગુરુ માતા-પિતાને નમસ્કાર કરતા શરમ ન રાખવી. - સાધર્મિકની સેવામાં શરમ ન અનુભવવી.
• ધર્મ સાધના કરતા, ધર્મી બની રહેવામાં, ધર્મસામગ્રી બઝારમાં લઈ જતાં શરમ ન અનુભવવી.
• ગુરુ પાસે ભવ આલોચના કરતા શરમ ન અનુભવવી.
અનાદિના કુસંસ્કારોથી અભ્યસ્ત થયેલા મનને લજ્જાથી કાબૂમાં રાખો. ઉપકારી તરફથી મળતી હિતશિક્ષા જીવનમાં અમલી બનાવો, લજ્જાળુ બની પાપ પ્રવૃત્તિ પર બ્રેક મારો. કુટુંબની, સમાજની, રાજ્યની કે દેશની તંદુરસ્તી માટે “લજ્જા” ગુણને આત્મસાત્ કરો.
૩૭૯