________________
ત્યાં તો સ્વાંગસુ આગળ બોલ્યો...‘જુઓ. હમણાં જ દશેક દિવસ પહેલા એક માણસે રસ્તામાં મને ૧૫-૨૦ ગાળો સંભળાવી હતી...મને સામે ગાળો દેવાનું મન તો થઇ ગયું પણ જ્યાં ખોપરી સામે નજર ગઇ કે ચિત્ત શાન્ત થઇ ગયું એટલું જ નહિ, પણ તેને મેં હસતા હસતા કહ્યું, ‘ભાઇ ! હજુ બીજી ગાળો દેવી હોય તો દઇ દે...હું સાંભળવા તૈયાર છું...’
ગુરુદેવ સ્વાંગસુની આ વિચારધારા સાંભળીને શિષ્યો તો ગદગદિત થઇ ગયા ! સંસારના આવા વિચિત્ર સ્વભાવને ખ્યાલમાં રાખીને જીવન જીવનારાને પ્રાયઃ કરીને અસમાધિ થવાનો સંભવ નથી. આવો વિચિત્ર સ્વભાવ જેના ખ્યાલમાં ન હોય તોય બળાબળની વિચારણા કરીને પ્રવૃત્તિઓ કરનારને પ્રાયઃ પસ્તાવાનો વખત આવતો નથી...એની લોકમાં હાંસી થતી નથી. નવા કામ અંગેનો તેનો ઉત્સાહ ભાંગી પડતો નથી...
દેખાતા નાના પણ અતિ મહત્ત્વના આ ગુણને જીવનમાં જેટલો વહેલો અમલી બનાવતા જશું તેટલા વહેલા પાપનિવૃત્ત તથા પુણ્યપ્રવૃત્ત બનતા જશું...સમાધિ આત્મસાત્ થતી જશે...
બનાવી લે અંતર ને (રાગ : બહોત પ્યાર કરતે હૈ )
બનાવી લે અંતરને સમાધિભવન તરંગો ઉઠેના સફલ જીવન....બનાવી લે...
રોજ તું શીખ દેજે તારા આતમને દોષ ન દેજે કદી બાહ્ય નિમિત્તને
ન
આંગણ ખીલાવી લેજે તત્વસુમન...બનાવી લે...
કોઇ કહે તે ભલે હોય ન સાચું,
તારું ગણિત કદી થાય ન કાચુ,
ઉદય સ્વીકારીને, બનજે તું સંત...બનાવી લે...
પુરુષાર્થ ક૨ એવો સાધક જીવનમાં, નંબર લગાવી લે તું એકાવતારી પદમાં સેવક ઝંખો છે પંડિત મરણ...બનાવી લે...
૩૭૨