SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ દર્દીને સલાહ આપી. શું વાત કરો છો, ડોકટર ! ફિલ્મો જોવાથી રાહત ?' હા...કારણ કે થિયેટરમાં સિગારેટ પીવાની સખ્ત મનાઇ હોય છે...અને સિગારેટ છોડ્યા વિના તમને કેન્સરમાં રાહત થઇ શકે એમ નથી.” દર્દી શું બોલે ? શરીરની સ્વસ્થતા પણ જો ચોક્કસ પ્રકારના વાતાવરણની અપેક્ષા રાખતી હોય તો પછી મનની પવિત્રતા માટે તો પૂછવું જ શું ? જે જે આત્માઓએ આવાં સ્થાનોની ઉપેક્ષા કરી છે તેવા આત્માઓ એક વાર તો વિકાસના શિખરેથી પતનની ખીણમાં ગબડી પડ્યા છે ! અષાઢાભૂતિ મુનિવર...સિંહગુફાવાસી મુનિ...અરણિક મુનિવર, મહામુનિ નંદિષણ વગેરેના એક વાર થઇ ચૂકેલા પતનના મૂળમાં આ નબળાં સ્થાનોના સેવન હતાં ! અને એટલે જ શાસ્ત્રકારોએ આવાં સ્થાનોના ત્યાગ ઉપર ભારે જોર આપ્યું છે. ધાંધલ કે કારમારીના દેશમાં જવા કે ઉભા રહેવાથી ઇજા પહોંચે, સાક્ષીમાં તણાવું પડે કે લૂંટાઈ જવાય...એમ કસાઇ, જુગારીના અડા, દારુના પીઠા કે વેશ્યાવાડામાં વસવાથી કે ત્યાં જઇને જવા-આવવાથી બુદ્ધિ બગડે છે. બુદ્ધિ બગડવાથી નિષ્ફરતા, જુગાર, અભક્ષ્ય ભક્ષણ, દુરાચાર, અનીતિ વગેરેની લાલચ ઊભી થાય છે...કદાચ બીજાને ખોટી શંકા કે અવિશ્વાસ પણ થાય છે...આવા સંભવિત અનેક અપાયો (આપત્યિ)થી બચવા માટે એવા સ્થાનોનો સદંતર ત્યાગ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આજના કાળે તો આ બાબતમાં ખૂબ જ સજાગ થઇ જવાની જરૂર છે...અનેક નિમિત્તવાસી આત્માઓ આવાં નબળાં નિમિત્તોના ભોગ બની બનીને પોતાના મહામૂલા જીવનને બરબાદ કરી રહ્યા છે...છેલ્લા ત્રણેક વરસોમાં પરિચયમાં આવેલા અનેક યુવકોનાં જીવનમાં ડોકિયું કરતાં આ એક વાત ખૂબ સ્પષ્ટપણે જણાઇ છે કે એ લોકોના જીવનમાં બરબાદી નોતરનારાં આવાં નબળાં સ્થાનો જ હતાં.' સાવધાન ઝેરના અખતરાઓ કરશો નહિ... થિયેટરમાં જશો નહિ, પરંતુ થિયેટર પાસેથી પણ જશો નહિ. સિનેમા તો જોશો નહિ, પરંતુ ૩૬૦
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy