________________
‘તેમાં એક દિવસ ગામમાં એક કુંવારી કન્યાએ પુત્રને જન્મ આપ્યો. ચારેય બાજુ તેની ચર્ચા થવા લાગી...કો કે કન્યાને પ્રશ્ન પૂછ્યો, “આ બાળક કોનું છે ?'
અને એ કન્યાએ આ સંન્યાસી પર આરોપ મૂક્યો..!
ગામના લોકો તો સ્તબ્ધ થઇ ગયા...જુવાનીયાઓ ઉશ્કેરાયા..બાળકને લઈને આ સંન્યાસીના આશ્રમ પાસે આવ્યા...
હરામખોર ! સંન્યાસીના વેશમાં આવી લબાડી ?' શું છે ભાઇઓ ?'
“લે આ તારું પાપ !” એમ કહીને તેઓએ આ નવજાત શિશુને સંન્યાસીની પાસે મૂક્યું...સંન્યાસી પરિસ્થિતિ સમજી ગયો...તેણે બાળકને પ્રેમથી ઉપાડી લીધું...
જુવાનીયાઓ વધુ ઉશ્કેરાયા...આશ્રમને આગ લગાડી દીધી...ભિક્ષાપાત્રો તોડી નાખ્યા...સંન્યાસીને માર્યો...પણ સંન્યાસી એક જ વાક્ય બોલે, “આ બાળક મારું છે એમ ?...” બીજો કોઇ જવાબ નહિ !...
જુવાનીયાઓ તો સમય થયો એટલે ગયા ઘર તરફ..પણ ભિક્ષાના સમયે ગાળોનો વરસાદ વરસવા લાગ્યો...
જુઓ, આ પેલો લબાડ-ઢોંગી હરામખોર જાય...”
પેલો સંન્યાસી IS IT so? “એમ ?” બસ એટલું જ બોલીને આગળ ચાલતો જાય...ક્યાંય ભિક્ષા ન મળી ત્યારે એ પેલી કન્યાને ત્યાં આવ્યો....કન્યાના બાપને તેણે કહ્યું કે “મારો અપરાધ હોઇ શકે છે પણ આ બાળકનો શો અપરાધ છે ? તેના માટે તો દૂધ આપો !”
પેલી કન્યા આ સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ...પોતાના પાપને છૂપાવવા માટે આવા નિર્દોષ સંન્યાસી પર આરોપ ચડાવવા બદલ તેને ભારે પશ્ચાત્તાપ થયો...લોકોની વચ્ચે તેણે જાહેર કર્યું કે “આ બાળક અમુકનું છે પણ સંન્યાસીનું તો નથી જ !'
આ સાંભળીને લોકો તો સ્તબ્ધ થઈ ગયા. પેલા સંન્યાસીની મુખાકૃતિ તો એવી ને એવી જ સૌમ્ય હતી...હવે જુવાનીયાઓ સંન્યાસી તરફ વળ્યા...“મહારાજ !
૩૫૩