________________
બને પરંતુ આ જગતમાં એક પણ આત્મા તમને એવો નહિ દેખાય કે જેનામાં તમને ગુણ ન જ મળે...ન જ દેખાય ! જરુર છે માત્ર ગુણ જોવાની...ગુણદ્રષ્ટિ કેળવવાની ! એ આવતા બાકીની બધીય સમસ્યાઓ આપોઆપ હલ થઇ જશે... ગોગલ્સ
સતત ત્રીજા વરસે પણ દુકાળ પડ્યો હતો...પશુઓ ઘાસચારાના અભાવે મોતને ઘાટ ઉતરી રહ્યા હતા...લીલું ઘાસ તો શું પણ સૂકું ઘાસ પણ મળતું દુર્લભ હતું...
પણ એક ખેડૂત ભારે ખર્ચો કરીને બહારથી પોતાના પશુઓ માટે સૂકું ઘાસ લઇ આવ્યો...૫-૧૫ દિવસ સુધી તો પશુઓએ એ ઘાસ ખાધું પણ પછી એને સૂંઘવાનુંય બંધ કરી દીધું...‘રોજ રોજ આવું ઘાસ શી રીતે ખવાય ?'
ખેડૂત મૂંઝાયો...હવે શું કરવું ? લીલું ઘાસ મળે તેમ નથી અને સૂકું ઘાસ ખાવા પશુઓ તૈયાર નથી...જો આમને આમ ચાલે તો તો પશુઓ મોતને ઘાટ ઉતરી જાય...
પણ તેવામાં કોઇ ચાલબાજ માણસ આ ખેડૂતને ભટકાઇ ગયો...તેણે સલાહ આપી કે ‘આ સઘળાય પશુઓને તું લીલા રંગના ચશ્મા પહેરાવી દે...પછી જો તેનું પરિણામ !'
અને પેલાએ ખરેખર એ અખતરો કર્યો...અને આશ્ચર્ય થયું...જે ઘાસની સામે પશુઓ જોવાય તૈયાર નહોતા એ જ ઘાસ પશુઓ ખૂબ મજેથી ખાવા લાગ્યા...કારણ કે લીલા ચશ્મા પહેર્યા પછી પશુઓને ઘાસ સૂકું નહિ પણ લીલું દેખાતું હતું !
ખેડૂતના આનંદનો પાર ન રહ્યો.
જે હકીકત પશુઓના જીવનમાં બની તેવી જ હકીકત ગુણાનુરાગી વ્યક્તિઓના જીવનમાં બનતી હોય છે...તેઓ પાસે રહેલી ગુણાનુરાગની દ્રષ્ટિ તેઓને સર્વત્ર અને સદા પ્રસન્ન જ રાખતી હોય છે...ક્યારેય તેઓને અકળામણનો અનુભવ થતો જ નથી...
અને છેલ્લી વાત,
૩૫૦