________________
“હા...ખાડામાં પડવાથી મોત પણ આવી શકતું હતું...એના બદલે માત્ર જખમથી કામ પતી ગયું એ ભગવાનનો ઉપકાર ઓછો છે ?'
ગુરુની આ વાત સાંભળીને શિષ્યો સ્તબ્ધ થઇ ગયા..
જેની પાસે સારું જ જોવાની દ્રષ્ટિ છે તેને કોઇપણ જગ્યાએ ખરાબ જોવા જ મળતું નથી... અને એટલા જ માટે ગુણ પક્ષપાતના...ગુણાનુરાગના આ ગુણને આત્મસાત્ કરી લેવા જેવો છે...
પોતાનામાં ગુણ ન હોય તો પણ વાતચીતમાં ગુણ તરફ પક્ષપાત તો જોઇએ જ ! જેમ કે સમર્થન સત્યનું જ કરાય, જૂઠનું નહિ...દયાનું જ કરાય, ક્રૂરતાનું નહિ. નીતિનું જ કરાય, કૂડ-કપટનું નહિ...સરળતાનું જ કરાય, માયાપ્રપંચનું નહિ...ગુણની જ વાત તરફ રુચિ દેખાડાય...ગુણને જ ટેકો અપાય...એમ વ્યવહાર પણ એવો જ હોવો જોઇએ કે જેમાં ગુણનો જ પક્ષપાત તરી આવતો દેખાય !
યાદ રાખજો પ્રયત્ન ગુણવિકાસનો કરતાં પહેલા ગુણદ્રષ્ટિના વિકાસનો કરવા જેવો છે...દોષ-નાશનો કરતાં પહેલા દોષ દ્રષ્ટિના નાશનો કરવા જેવો છે...!
કારણ કે ગુણદ્રષ્ટિના વિકાસમાં જ ગુણપ્રાપ્તિના બીજા પડ્યા છે, તે જ રીતે દોષદ્રષ્ટિના નાશમાં જ દોષનાશના બીજ પડ્યા છે ! - એકવાર દ્રષ્ટિને આ રીતે કેળવો....કલ્પનાતીત પરિણામ આવીને ઊભું રહેશે...સાવ મામૂલી બાબતમાં પણ ઉદ્વિગ્ન બની જતું મન આવી દ્રષ્ટિ બન્યા પછી ભયંકર બાબતમાં પણ સ્વસ્થ રહેશે એ નિશ્ચિત વાત છે... ”
બાકી સંસારી આત્મા તો બગીચામાં ઊગેલા ગુલાબ જેવો છે...જેમ ગુલાબના પુષ્પની આસપાસ કાંટાઓ હોય જ છે તેમ સંસારી આત્મામાં દોષો તો રહેવાના જ ! હા...એવું બને કે કોઇનામાં ૧૦૦-૨૦૦ દોષો હોય તો કોઇનામાં પ-૨૫ દોષો હોય...પરંતુ દોષ વિનાનો તો એક પણ આત્મા તમને જોવા નહિ મળે...
પણ બગીચામાં જનારો માણસ જેમ ગુલાબની સુગંધ જ માણે છે, કાંટાઓ તો ગણતોય નથી તેમ ગુણાનુરાગી આત્મા પણ અન્ય આત્માના ગુણોની