________________
ફેરવવો પડશે...કારણ કે નદીનું પાણી તો વહેતું છે...એના વહેવાની સાથે કચરો પણ વહી જશે અને ટૂંક સમયમાં જ તમને નદી ચોખ્ખી-નિર્મળ દેખાશે...
આપણી વાત આટલી જ છે...થોડી ધીરજ ધરો...થોડા સહિષ્ણુ બનો...આપોઆપ સમસ્યાઓનાં સમાધાન થઇ જશે...
એક વાત હૃદય પર કોતરી રાખજો કે ‘આ દુનિયામાં મોટા ભાગના ઝઘડા સત્યના કારણે નથી થતા પરંતુ આપણા પોતાના માની લીધેલા સત્યના કારણે જ થાય છે !...’ ઇરાન માને છે કે ઇરાક તેનું દુશ્મન છે...પાકિસ્તાન માને છે કે ભારત તેનું દુશ્મન છે...ઇઝરાઇલ માને છે કે લેબેનોન તેનું દુશ્મન છે...રશિયા માને છે કે અમેરિકા તેનું દુશ્મન છે...અરે ! ખ્રિસ્તીઓ હિન્દુને દુશ્મન માને...હિન્દુઓ ખ્રિસ્તીઓને દુશ્મન માને !...એથી આગળ જાઓ તો ગુજરાતને મન મહારાષ્ટ્ર તેનું દુશ્મન...કર્ણાટકને મન બંગાળ તેનું દુશ્મન ! ઓસવાળને મન પોરવાડ દુશ્મન ! પોરવાડને મન ઝાલાવાડી દુશ્મન !
સર્વત્ર બસ એક જ વાત...દુશ્મન...દુશ્મન...દુશ્મન ! પણ શી રીતે દુશ્મન ! તો આનો જવાબ છે, માન્યતાના આધારે દુશ્મન ! આ માની લીધેલી દુશ્મનાવટે આ દુનિયામાં કેવો કાળો કેર વર્તાવ્યો છે તેની કલ્પનાય થાય તેમ નથી...એક અંદાજ પ્રમાણે છેલ્લા ૨૦૦૦ વર્ષમાં આ દુનિયા પર નાના મોટા ૫૦૦૦ યુદ્ધો થયા છે...અને તેમાં કરોડોની સંખ્યામાં માનવસંહાર થયો છે...આ બધાયના મૂળમાં શું ? માત્ર માન્યતા સિવાય કાંઇ નહિ !
હું તો નહિ મારું...
એક નોળિયાનો જન્મ થતા વેંત જ તેના મા-બાપે તેને સમજાવ્યું કે ‘સાપ રસ્તામાં ક્યાંય પણ મળે ને તો તેને મારી જ નાખવાનો...તે આપણો ભયંકરમાં ભયંક૨ દુશ્મન છે !'
‘પણ બાપુજી ! સાપે આપણું શું બગાડ્યું છે ? અને કદાચ બગાડ્યું હોય તોય એકાદ સાપે...પણ તેની ખાતર ગમે તે સાપ મળે તોય તેને મારી જ નાંખવાનો ? મને તો કાંઇ સમજાતું નથી ! બચ્ચાએ જવાબ આપ્યો...
આ સાંભળી તેના મા-બાપ ગુસ્સે થઇ ગયા...‘નાલાયક ! હજી ઊગીને ઊભો થાય છે ને પાછો ચર્ચા ક૨વા નીકળ્યો છે ?, તને કહી દીધું ને કે સાપની
૩૪૧