________________
પરિણામ કેટલું ખરાબ આવીને ઊભું રહ્યું ?
યાદ રાખજો, કે જેમાં તમારી પસંદગી છે તેમ સામી વ્યક્તિની પણ પસંદગી છે...તમને એક ચીજ ગમે છે.. સામી વ્યક્તિને બીજી ચીજ ગમે છે... ભલે ને સામી વ્યક્તિ તમારી આશ્રિત હોય...છતાં તેની પાસે તેનું પોતાનું મન છે. તેને પોતાની આગવી મહત્ત્વાકાંક્ષા છે...તેનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે...એ તમારી સાથે સઘળી બાબતોમાં સંમત શી રીતે થઈ જાય ? સામી વ્યક્તિનું મન પ્રવાહી જેવું નથી કે તમારી પસંદગીના ઢાંચામાં તે ઢળાઈને ગોઠવાઇ જાય ! અને એટલા જ માટે તમારી કોઇપણ વાત સામી વ્યક્તિ પાસે રજૂ કરો ત્યારે આ સઘળીય વાસ્તવિકતાનો અચૂક ખ્યાલ રાખજો...અને પછી જોજો, તમે કલ્પનાય નહિ કરી હોય તેવું પરિણામ આવીને ઊભું રહેશે !
વ્યસનમુક્તિ સ્કૂલમાં ભણતા પોતાના પુત્રને સિગરેટનું ભારે વ્યસન લાગી ગયું છે એની તેના પિતાને ખબર પડી...“જો ધમકાવી નાંખીશ તો પરિણામ ધાર્યું નહિ આવે...આ વ્યસનની ઉપેક્ષા કરીશ તો છોકરો હાથમાંથી જશે...માટે તેને આ વ્યસન છોડાવવા કોઇ કળથી કામ લેવું પડશે...એવો વિચાર બાપે કર્યો...
તેવામાં અચાનક એક દિવસ છોકરો બાપ આગળ આવ્યો.. “બાપજી ! બાપજી ! ટેબલટેનિસની રમતમાં આખી સ્કૂલમાં હું સૌથી પહેલો આવ્યો !” છોકરો બોલ્યો...
બાપે આ તક ઝડપી લીધી... શું વાત કરે છે તું ? આખી સ્કૂલમાં તારો નંબર પહેલો આવ્યો ? ગજબ કહેવાય...” અરે ! મને તો લાગે છે કે ક્રિકેટમાં, વોલીબોલમાં, હોકીમાં-બધાયમાં પહેલો જ નંબર લાવીશ...પણ દીકરા ! તને એક વાતની ખબર છે કે રમતગમતમાં જેને આગળ આવવું હોય તેની છાતી ખૂબ મજબૂત જોઇએ...અને જેને છાતી મજબૂત બનાવવાની ઇચ્છા હોય તેણે પોતાના જીવનમાં એક પણ વ્યસન ન ઘાલવું જોઇએ ! મને આનંદ થાય છે કે આજ સુધી તો તું કોઈ વ્યસનનો ભોગ નથી જ બન્યો પણ ભવિષ્યમાં તારા જીવનમાં કોઈ વ્યસન ન પેસી જાય માટે મારી તને આટલી સલાહ છે...યાદ રાખીશ ને ?'
બાપના આટલા પ્રેરણાભર્યા પ્રેમાળ શબ્દોએ પુત્રને પાણી-પાણી કરી