________________
ન થાય. મુનિઓની જે રીતે ભક્તિ કરાય છે, તે રીતે ભક્તિ પણ ન થાય. મુનિ અને સંસારી-બન્નેને સમાનરુપે ન જ ગણાય.
પ્રાકૃત વિષયમાં પણ સત્કારને પાત્ર એવા મુનિ...સાધુ (સાધર્મિક તથા સજ્જનો) અને દીન, ત્રણ વિભાગ પાડ્યા છે. તેમાં પ્રથમ નંબરનું પાત્ર મુનિઓ, ભક્તિનું પાત્ર છે, બીજા નંબરનું પાત્ર-સાધુ, સદ્ભાવનાનું પાત્ર છે અને ત્રીજા નંબરનું પાત્ર-દીન (યાચકો), દયાનું પાત્ર છે.
- ભક્તિનાં પાત્ર-મુનિઓની ભક્તિ-બહુમાન જ કરવું જોઇએ. જો તેમની સાથે માત્ર સર્ભાવ કે દયા દાખવાય તો તે અનુચિત છે. સભાવના પાત્ર-સાધુની સાથે દયા ન દાખવાય. અને દયાના પાત્ર-દીન, યાચકની સાથે ભક્તિનો વ્યવહાર ન કરાય.
આમાં વિવેકદષ્ટિ ખૂબ મહત્ત્વની છે. જે જેનું સ્થાન અને માન હોય, તેટલું સ્થાન-માન તે વ્યક્તિને આપવું, તે અન્યાય નથી પણ વિવેક છે. ઉચ્ચ સ્થાન ધરાવનારાને તેને યોગ્ય માન ન આપવું. પણ ઓછું માન આપવું, ઓછી ભક્તિ વગેરે કરવી...તે અવિવેક છે. અને નીચલા સ્થાનવાળાને ઉચ્ચ સ્થાનવાળા જેવુંજેટલું માન આપવું...કે તેવી વ્યક્તિનું બહુમાન કરવું તે પણ અવિવેક છે.
- જો જીવનમાં માત્ર મુનિની ભક્તિને જ મહત્ત્વ અપાય, સ્થાન અપાય અને દીન-દુ:ખિતોની દયાને જરાય મહત્ત્વ ન અપાય...તો તે પણ અયોગ્ય જ છે...કારણ કે ધર્મનું મૂળ દયા છે. દયા વગર ધર્મનું અસ્તિત્વ જ ટકી શકતું નથી.
એ જ રીતે...જનસેવાને જ પ્રભુસેવા માનીને માત્ર જનસેવા (દીન-દુ:ખિતો પ્રત્યે દયાપૂર્વક દાનાદિ) ને જ કરનારા, અને મુનિઓની ભક્તિ સેવા તરફ દુર્લક્ષ્ય સેવનારા, એટલું જ નહિ, તે મુનિઓ પ્રત્યે મનમાં અનાદરવૃત્તિ હોવાથી જ તેમને સમાજ ઉપરના નિરર્થક બોજરૂપ સમજનારા જીવો પણ વિશિષ્ટ પુણ્ય સંચયથી વંચિત રહી જાય છે. એટલું જ નહિ મુનિજનો પ્રત્યેની અનાદરવૃત્તિના કારણે પાપના ભાગીદાર પણ બને છે.
તે શાસ્ત્રો કહે છે કે, ઉત્તમ જિનાજ્ઞાને સુંદર રીતે નિજ-જીવનમાં આરાધતા મુનિવરોની (શ્રમણ-શ્રમણીઓની) ભક્તિ વિશિષ્ટ પ્રકારના પુણ્યની પ્રાપ્તિનું કારણ છે.
જ