________________
દેવ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સમાચાર મળ્યા કે ઝાંઝણશાહ અઢી લાખ માણસોને લઇને સંઘ કાઢી રહ્યો છે. એટલે રાજાએ ઝાંઝણશાહને જણાવ્યું કે, “તમારા સંઘમાં જેટલા સુખી માણસો હોય તે બધાય ને લઇને તમે મારા રસોડે જમવા પધારો. તે સહુને મારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે.”
ત્યારે ઝાંઝણશાહે સાફ જણાવી દીધું કે, “રાજન્ ! મારા સંઘમાં આવેલા તમામ પુણ્યવાનો મારા માટે સરખા છે. કોઇ સુખી અને કોઇ દુઃખી, કોઇ ઊંચો અને કોઇ નીચો, એવા ભેદ મારે ત્યાં નથી. ભગવાન જિનના સહુ ઉપાસકો...મારા માટે સરખા પૂજનિક છે.માટે આપનું આમંત્રણ હું સ્વીકારી શકું તેમ નથી.' ,
રાજા સારંગદેવે જણાવ્યું “ઝાંઝણશાહ ! આટલા બધા માણસોની વ્યવસ્થા મારાથી થઈ શકે તેમ નથી. તેથી મુખ્ય બે-ત્રણ હજાર માણસોને લઇને પણ મારું આમંત્રણ સ્વીકારો.”
ઝાંઝણશાહે તે વાતનો પણ ઇન્કાર કરી દીધો, સાથે જણાવ્યું કે, “રાજનું ! આપ જો સંમતિ આપો તો સમસ્ત ગુજરાતને મારા તરફથી જમવાનું આમંત્રણ છે. અમારો પાલીતાણાનો સંઘ પૂર્ણ થયા બાદ, આ જ કર્ણાવતીમાં સમસ્ત ગુજરાતને જમાડવાની મારી મહેચ્છા છે.”
રાજા સારંગદેવના અહંકારને ટક્કર લાગી...“અરે ! હું ઝાંઝણના સંઘમાં રહેલા અઢી લાખ માણસોને જમાડી શકવા તૈયાર નથી...અને આ...? આ ઝાંઝણશાહ સમસ્ત ગુજરાતને જમાડવા સજ્જ થયો છે ? એનું મગજ ઠેકાણે હોય તેમ જણાતું નથી. ખેર...એનો આ ઘમંડ પણ ઉતારવાની જરુર લાગે છે...તેથી ભલે તે આખા ગુજરાતને જમાડવાનું બીડું ઝડપે. પણ જ્યારે જમણ ખૂટી પડશે, વ્યવસ્થા તૂટી પડશે ત્યારે ઝાંઝણની આબરુના ફનાફાતિયાં થઈ જશે.”
રાજાએ ઝાંઝણશાહને જણાવ્યું “આખા યે ગુજરાતને જમાડવાના તમારા મનોરથની હું ખૂબ કદર કરું છું...સંઘ પૂરો થયા બાદ તમારો તે મનોરથ પૂરો કરવામાં હું પણ તમને જરુર સહયોગ આપીશ.”
આ બાજુ સંઘ પગપાળા તીર્થયાત્રાએ સંચર્યો. અને બીજી બાજુ રાજા સારંગદેવ સમસ્ત ગુજરાતમાં ખૂબ પ્રચાર કરાવ્યો કે : “અમુક દિવસે અમુક સ્થળે
૩૧૯