________________
વહોરાવી દે છે એટલા દિવસો અમારે ભાતનું ઓસામણ પીને ચલાવી લેવું પડે છે. હવે જ્યારે આપ વિહાર કરશો ત્યારે અમને-ભાઇ-બેનોને-વળી દૂધ પીવા મળશે.”
નાના બાળકના મુખેથી તે ઘરની પરિસ્થિતિની વાત સાંભળીને મુનિરાજનું અંતર કકળી ઊઠ્યું.
આ પ્રસંગ, કોઇ કલ્પિત કથા કે વાર્તા નથી. પણ બનેલી સત્ય ઘટના છે. આ ઘટના બે વાતો તરફ આપણું ધ્યાન દોરે છે. એક, તો આપણા સાધર્મિકોની જીવનસ્થિતિ કેટલી હદ સુધીની દુઃખમય અને કરુણાસભર બની ગઈ છે !! આ જાણ્યા પછી પણ શ્રીમંતોની નાણાં કોથળીઓ સાધર્મિકોની ભક્તિ માટે છૂટે હાથે ખુલ્લી મુકાશે ખરી ?
બીજી વધુ મહત્ત્વની વાત ! આવી દુઃખમય સ્થિતિમાં પણ તે માતા અને પિતાની ‘અતિથિ-મુનિસત્કાર'ની ભાવના કેટલી અદ્ભુત અને અનુમોદનીય હતી !! આવા તો અનેક મુનિભક્ત કુટુમ્બોથી જૈન સંઘનો ભૂતકાળ અને વર્તમાન (પણ) જાજરમાન બનેલો છે. એ નિઃશંક છે. રગે રગે અને લોહીના કણે કણે મુનિસંસ્થા પ્રત્યે અહોભાવ જાગ્યા વગર આવી વિરલ ભક્તિ કોણ કરી શકે ? “ભાવ”નું સૌથી ઊંચું મૂલ્ય : | મુનિજનોની ભક્તિમાં વસ્તુના મહત્ત્વ કરતાં હૃદયમાં ઉછળતા ભાવનું ખૂબ ઊંચું મૂલ્ય છે, એ સતત ધ્યાનમાં રહે. વસ્તુ ઉત્તમ હોય તે તો સારું જ છે. પણ તેથી ય વધુ સુપાત્ર સાધુ અને સાધ્વી પ્રત્યે હૃદયનો ઊર્મિલ ભાવ જબરજસ્ત પુણ્યનું કારણ બને છે.
ભક્તિ તો આજેય ખૂબ થાય છે. પરંતુ હૃદયમાં ઉમડતા ભાવની ઓછપ ઘણી જોવાય છે, જેમાં સુધારો થવો ખૂબ જરૂરી છે.
યાદ રહે...“સંગમ' નામના બાળકને “શાલિભદ્ર' સર્જનારો આવો વિરલ મુનિભક્તિનો ભાવ જ હતો.
- ઉત્તમ દ્રવ્ય ખીર...અતિ ઉત્તમ ભાવ માસક્ષમણના પારણાવાળા મુનિ...અને એથી ય ઉત્તમ હતો સંગમના હૃદયમાં રહેલો ભક્તિનો અદભુત ભાવ... - આ ત્રિવેણી-સંગમના તટે “સંગમ' નો આત્મા ગરીબ નિર્ધન અને ખીર માટે રડી-ઝઘડીનેય માતાને સંતાપનાર બાળક તરીકે મૃત્યુ પામ્યા બાદ “શાલિભદ્ર'
૩૧૪]